________________
શ્રી જૈનશાસન (અઠવાડીક)
વર્ષ : ૧પ
અંક: ૩પ
તા. ૮ - ૨૦૦૩
આજે જે જુદી પ્રસ્તપણા થાય છે અને તે સ્વ. પૂ. પાદ ગચછાધિપતિ શ્રી વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મ.ને મામ કારાય છે તો આ લખાણ તેમણે પાસ કર્યું છે અને તેમણે પણ દેવદ્રવ્યમાં જાય તેમ કહ્યું છે.
હવે અગ્નિ સંસ્કારની બોલી તેના ઉત્સવ સ્મારકમાં જાય અને વધે તો દેવદ્રવ્યમાં જાય આવી સ્થાપિત કરાય છે. વિદ્રવ્યને કેટલી હીન કક્ષામાં મૂક્યું છે?
કદી દેવદ્રવ્ય સંરક્ષક પૂ. શ્રી આવી માન્યતા ધરાવે નહિ. વળી બીજા ગુરુપૂજન, અગ્નિ સંસ્કાર ની બોલી hયાવચ્ચમાં લઈ જવાનું કહે છે અને પરંપરા છે તેવું બોલી છે તો અસત્ય છે. અને કદા ગ્રહથી જ તેવું નકકી કર્યું છે ને પરંપરાને નામે પ્રસ્થાપિત કરવા માગે છે. તેઓ તો તેમણે કરેલા મહાન કાર્યોને પણ દૂષિત બનાવે છે.
શ્રી ભેરુ તારક તીર્થ શ્રી પાવાપુરીતીર્થ (આબુ) જેવા મહાન તીર્થો તૈયાર કરનાર અને ઉદારતાનો ધોધ કહેવડાવનારા શ્રાવકો શું એવા પણ છે કે જે આચાર્યો ત્યાં પ્રતિષ્ઠા કરવા આવ્યા તેમની વેયાવચ્ચ કે ઉપચારથી રહિત નહી પરેશાન થવું પડે? કરોડોના કાર્યો જેમાનાં ઉપદેશથી થાય છે તે વેયાવચ્ચ વિના રહી જશે? હીન બુદ્ધિએ શાસ્ત્રના પાઠોને અવગણી અને આવી દુષિત પ્રવૃતિને પરંપરાને નામે આગળ ધરેલ છે. તેવી રીતે શ્રી સંઘમા જેમના ઉપદેશથી આપીને અયોધ્યાપૂરમ વિલ્હોલી, શાહપૂર શંત્રુજ્ય ધામ જેવા તારક તીર્થો ઉભા થાય છે. તેઓ શું યાવચ્ચ શૂન્ય થઈ જાય છે તેમની કોઇ સેવા કરતું નથી ? કે જેથી દેવદ્રવ્યમાં જતા દ્રવ્યને વેયાવચ્ચમાં લઈ જવાનું કહે છે ? અગ્નિ
સંસ્કારની બોલીઓ જે દેવદ્રવ્યમાં જાય તે સાધુના ઉપયોગમાં લઇ જાય આ બોલીઓ લાખોની સંખ્યામાં થાય છે તે શું છે તેના થી સાધુને નભવાનું છે? દીક્ષાઓના ઉપકરણોની બોલીઓ પણ લાખોની થાય છે અને વેયાવચ્ચમાં ય જ છે.
તો શું સાધુને એટલી બધી તાણ છે કે દેવદ્રવ્યના દરવાજા બંધ કરીને સાધુ વેયાવચ્ચના દરવાજા જ ખૂલા રાખવા છે? [ પૂ. પં. શ્રી પૂર્ણચંદ્ર વિ. મ. ના ઉપરોકત લેખને ધ્યાનમાં લઈને પૂ. પાદ આચાર્ય ભગવંત શ્રી વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મ. નો સમુદાય માર્ગના વિનાશના દોષમાં ન ફસાય એ જરૂરી છે.
એકાદ આચાર્ય અગ્નિ સંસ્કારની બોલી દેવદ્રવ્યમાં જાય તેમ કહે છે તે બરાબર નથી એમ કહેનારા તેમના પુસ્તકમાં પૂ. પાદ ગચ્છાધિપતિશ્રીજીની આજ્ઞા અને અનુમતિથી થયેલા સિદ્ધાંતિક લખાણને અપનાવે અને પૂ. શ્રીની પાછળ સિદ્ધાંતનો વિપ્લવ કરીને દીવા પાછળ અંધારું તેવો સિદ્ધાંતિક કુવિકલ્પ ન સ્થાપે એ જરૂરી છે.
[ પાપ અને પુણ્ય છે પાપની દુર્ગધ જલ્દી પ્રસરી જાય છે. પુણ્યની સુગંધ પ્રસરતા ઘણી વાર લાગે છે.
માનવ અને પશુ! માનવ કર્તવ્ય સમજીને કર્તવ્ય કરે છે. જ્યાપશુ ભય થી સંત્રસ્ત થઈને કરે છે.
படபடபடபடபடபடபடபபபபபபபபபபபபபபபபபபபபபபபபபபபபபபபபபபபபப
પૂ. આ. શ્રી વિજયજિનેન્દ્ર સૂરીશ્વરજી મ.
c/o. દિનેશચંદ્ર કાલીદાસ શાહ No. 56, III C Crose, 2nd Block, III Stage, Bashaveshwarnagar, BANGALORE - 56( 079.
Phone : : R. 32 20 678 7 32 22 137 0. 33 85 043
Fax : 338 5438
Mobile : 31853286 I