________________
શ્રી જશાસન (અઠવાડીક)
C11. ૨૪-૬-૨૦૦3, મંગળવાર
૨૪), M. GR
| u
પરિમલ
- પૂ. આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા
•
ધમમાત્ર સંસારને ફૂટે- મારે, પણ તે સં યારથી ન
ફૂટાય !
દુઃખને ભૂંડું માનવું અને સુખને સારૂ માન તે મોટા રિબામણ ! દુઃખને સારૂ અને સુખને ભંડમાનનાર હંમે મજામાં
હોય,
જ્ઞાનીઓએ કહેલી મોક્ષસાધક ક્રિયાઓ મોક્ષના હેતુથી કરે તો તે સ્વરૂપ શુદ્ધ કહેવાય અને તેમાં તન્મયતા આવે તો અનુબંધ શુદ્ધ બને. ભગત જ તેનું નામ જેનું બધું દેવ- ગુરૂ - ધર્મનું હોય, શાસનનું હોય ! સંસાર એટલે જ અર્થ અને કામ! મોક્ષ એટલે તે બેની જરૂર નહિં તે! ગુણઠાણું એટલે કષાયની મંદતા ! ગુણઠાણું એટલે ગમે ત્યાં તમે બેઠા હો પણ તમારો બચાવ કર્યા જ કરે. સાચો રક્ષક છે તે આત્માનો! ગુણઠાણાવાળો જીવ એટલે ગુણનો રસિયો અને દોષનો બી. ગુણઠાણાની હાજરીમાં નિર્જરા બળવાન, બંધ નબળો તે બંધ કાંઈ નુકસાન ન કરે. મોક્ષ માર્ગ પામવા સમજજોઈએ. શ્રદ્ધા જોઈએ અને આરાધવા અચારિત્ર દૂર કરવું પડે, ચારિત્ર સ્વીકારવું પડે. તે લેતાં કષ્ટો વેઠવા પડશે, તેમાં અંતરાય કરનાર સુખની ભૂખ કાઢવી પડશે. દુઃખની ગભરામણ થાય તે મારી બેવકૂફી છે અને સુખનું મન થાય તે મારી મહાબેવકુફી છે. સુખોનો સમજપૂર્વક ત્યાગ અને દુઃખોને મજેથી વેઠવા તેનું નામ જ સાધુપણું છે !
‘સુખ સારું નહિં, દુઃખ ભૂંડ નહિં' આ જ સમ્યજ્ઞાનનો પાયો છે સમજની આદિ મિકા છે. આ બે વાત સમજાઈ જાય તે જંગલમાં ય મુખી! આ વાત ન સમજાય તે દેવલોકમાં ય દુ:ખી ! પારકી વસ્તુથી મલતું જેટલું સુખ તે બ ાં ભંડૂ જ! જેમાં કોઈની પણ અપેક્ષા પડે તેવું બધું સુ ભૂંડું જ ! ધમત્મિાઓના ગુણની જાહેરાતો વિના ગુણ ગવાતા આ હોય? આજના સુખી લોકો મોટેભાગે મનુ યપણામાં ફણીધર જેવા છે. તમે બધા આગેવાન લોકો છો, મોટા માણસો છો, જો આબરૂદાર છો તો તમને થયું કે અમે જયાં હોઈએ ત્યાં અધર્મકામ રોકવામાં અને ધર્મના ક મ કરવામાં અમારી આગેવાની ન હોય તો અમે દેના સારા X માણસો - તેમ તમને થયું છે? મને તો લાગે છે કે આ તમારી પાસે સારા કામની સલાહ લેવા આવે તો તે કામ નાશ જ પામે! કાં બગડે!
જેનું શાસન અઠવાડીક ૦ માલિક : શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લા બાવળ)
C/o. શ્રવજ્ઞાન ભવન, ૪૫, દિવિજય પ્લોટ, જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક: ભરત એસ. મહેતા - કોલેકસી ક્રિએશનમાંથી
છાપીને રાજકોટથી પ્રસિદ્ધ કર્યું.