SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ સમાધિપૂર્વક કાળધર્મ શ્રી જૈનશાસન (અઠવાડીક * વર્ષ : ૧૫ * અંકઃ 33 * તા. ૨ -૬-૨૦૦૩ વિધાન પૂ.આ. શ્રી વિજયમિત્રાનંદ સૂરીશ્વરજી મ.નો સમાધિપૂર્વકકાળધર્મ ધર્મલાભ સાથે જણાવવાનું કે- આપણા સહુના તારણહાર તપોગચ્છાધિપતિ- સંઘસ્થવિર પૂજયપાદ આ.ભ. શ્રીમદ્દ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના ધર્મપ્રભાવક સામ્રાજયવર્તી અપ્રમત્તજ્ઞાનોપાસક- ધર્મતીર્થપ્રભાવક- ગચ્છસ્થવિર- વિધધર્ય ભવોદધિતારક ગુરૂદેવ પૂજયપાદ આ.ભ. શ્રીમદ્ વિજય મિત્રાનંદસૂરીશ્વરજી મહારાજા હૈ. સુ. ૬ તા. ૮-૪-૦૩ મંગળવારે રાત્રે ૮-૩૦ કલાકે ખૂબ જ સમાધિ અને સ્વસ્થતા સાથે શ્રી નમસ્કાર મહામંત્રનું શ્રવણ કરતાં કાલધર્મ પામ્યા છે. તેઓશ્રીની વિદાયથી જિનશાસનને એક શાસનસંનિષ્ઠ ચારિત્રપૂત સિદ્ધાંતરક્ષક આત્માની ખોટ પડી છે, એ સુનિશ્ચિત છે. સ્વર્ગત પૂજયશ્રીએ સં. ૧૯૯૯ના મહા સુદ ૬ના દિને અમદાવાદ જ્ઞાનમંદિરના પ્રાંગણે ૧૫ વર્ષની નાની ઉમરમાં, સિદ્ધાન્તમહોદધિ, કર્મસાહિત્યનિષ્ણાત, સચ્ચારિત્રચૂડામણિ પૂજયપાદ આ.ભ. શ્રીમદ્દ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાના વરદ હસ્તે સંયમ સ્વીકારની પળથી લઇને જીવનની અંતિમ ક્ષણ સુધી અપ્રમત્તપણે જ્ઞાન- દર્શન- ચારિત્રની આરાધનામાં તલ્લીન બનેલા પૂજયશ્રી અનેક ગુણોના ભંડાર હતાં. અપ્રમત્તજ્ઞાનોપાસક હતાં. સંયમ અને સ્વાધ્યાયની મૂર્તિ હતાં. જિનાજ્ઞા- જયણા અને જિનભકિતના પરમ આરાધક હતાં. સૂરિપ્રેમ, સૂરિરામ અને સૂરિભુવનભાનુની નિરંતર વરસતી પૂણ્યકૃપાથી તેઓશ્રી ક્રમશઃ ગણી- પન્યાસ અને આચાર્યપદે આરૂઢ થયા ત્યારથી તેઓશ્રીની પુણ્યનિશ્રામાં શાસનની આરાધના- રક્ષા અને પ્રભાવનાના કાર્યોનો જે યશસ્વી માહોલ રચાયો, તે સાચે જ અનુમોદનીય હતો. જયાં જયાં તેઓશ્રીનું પદાર્પણ થતું ત્યાં ત્યાં તેઓશ્રી પુષ્પસૌરભની જેમ પ્રસરાઇ જતાં. સિદ્ધાંતના પક્ષે રહીને શાસનની રસાનો જે જવલંત ઇતિહાસ તેઓશ્રી દ્વારા સર્જાયો છે અને સમયે સમયે જાગૃતિનો શંખનાદ ફુંકીને જૈન શાસનને જે બહુમૂલ્ય માર્ગદર્શન તેઓશ્રીએ આપ્યું છે તે આરાધક વર્ગને સદાય યાદગાર અને ઐતિહાસિક રહેશે. ચારિત્રની તીવ્રશુદ્ધિ સાથે તેઓશ્રીમાં જોવા મળતી જ્ઞાનોપાસના- આગમોના પવિત્ર પદાર્થોનું પરિણતિપૂર્વકનું તલસ્પર્શી અવગાહન-છેદ સૂત્રોના મર્મગ્રાહી જ્ઞાનાવગાહન દ્વારા સંપ્રામ ગીતાર્થતા- સખત બીમારીમાં પણ સતત ભાવુકોને ગોક્ષલક્ષી માર્ગદર્શન દ્વારા પરોપકારરકતા- કોઇનું પણ કરી છૂટવાની વૃત્તિ -પ્રાયશ્ચિત પ્રદાન દ્વારા ભાવુકોની જીવનશુદ્ધિ, પ્રબળ સ્મરણ શકિતપૂર્વકનું સૂક્ષ્મ પ્રજ્ઞાનું સ્વામિ વ, લગભગ ૫૦ દીક્ષાઓ- ૮ અંજનશલાકાઓ- ૨૫ પ્રતિષ્ઠ.ઓ- અનેક ઉપાશ્રયોનું સર્જન- ઉજમણા- ઉઘાપન- ઉપધાનમાં નિશ્રાપ્રદાન, સેંકડો દીક્ષિતોનું ગ્રહણ- આસેવન શિ તા દ્વારા કરેલું ઘડતર, બાળ મુનિઓનું કુશળ ઘડતર- ૪૦ ઉ.૨ના શિષ્યો પ્રશિષ્યોનું શોભાવેલું ગુરૂત્વ- વાચનાકુશલત્વ- છેલ્લાં ૧૩-૧૩ વર્ષથી અસહ્ય બીમારીમાં જવલંત રાખેલી સમાધિની અપૂર્વજયોત, પોતાના અને બીજાના વૃદ્ધ મહાત્મા ને, પોતાની શારીરિક પરાધીન અવસ્થામાં શાતા- સમાધિ આ રવાનું દુર્લભ કાર્ય પૂ.શ્રીએ કરી બતાવ્યું હતું. આ અને આવા બ યા અગણિત ગુણોનો સરવાળો એટલે જ પૂજયશ્રીનું જીવન! પૂજયશ્રી જીવંત લાયબ્રેરી જેવા હતાં. પ્રવચ નમાં શાસ્ત્રીય પદાર્થો પીરસતાં. પૂજયશ્રીના સંસારી માતુશ્રી બેન, ફોઇ, કાકી, કાકાની દીકરી તથા દાદાના ભાઇએ પણ દીક્ષા [ ધી છે. વિ. સં. ૨૦૪૨-૪૪ના પટ્ટક અને સંમેલન ગેરેમાં પણ પૂજયશ્રીએ શાસન અને સિદ્ધાંત નિષ્ઠાનો આદર્શ પૂરો પાડ્યો હતો. શાસન અને સૈદ્ધાંતિક પ્રશ્નોની બાબતમાં પૂજય શ્રીનું શાસ્ત્રીય માર્ગદર્શન ખૂબ જ વજનદાર ગણાતું. પૂજ શ્રીના મુખે પચ્ચકખાણ લેવા માટે દૂર દૂરના પૂણ્યશાળીઓ આવતા હતાં. શાસન હિત માટે, શાસનપ્રભાવનાનાં કાર્યો માટે પૂજયશ્રીએ પોતાની શારીરિક પરિસ્થિતિનો વિચ।ર કર્યો નથી. ૪-૪, ૫-૫ કલાક પણ એક આસને બેસતાં. પિતા છોટુભાઇના નન્દન, માતા સોનુબેના લાડકવાયા સં. ૧૯૮૪ પ્રથમ શ્રા.સુ. ૧ના જન્મ પામેલા સંસારી અવસ્થાના મનુભાઇનું સંસારી વતન મસૂર (મહારાષ્ટ્ર) હતું. દીક્ષા સ્વીકાર્યા પછી મુનિ મિત્રાનન્દવિજયજી બનેલા અને અનેક ગુણોના ભંડાર પૂજયશ્રીને છેલ્લા ૧૩ વર્ષોથી બોચીના મણકાની પાછળ થયેલ ગાંઠના પરિણામે ગળાથી નીચેનું લગભગ આખું અં । લકવાગ્રસ્ત જેવું બની જતાં છતાં મક્કમ મનોબળ અને સાધન ! દ્વારા પ્રાપ્ત મનઃ પ્રસન્નતાના કારણે જવલંત સમાધિમય જીન તેઓશ્રી જીવતા હતાં. એમાં બે મહિના પહેલાં મહા સુદ ૫ન દિવસે બ્લડ સુગર વધી જતાં હોસ્પીટલમાં દાખલ કરવા પડ્યા હતાં. સારૂં થતાં સ્થાને પધારી ગયા હતાં. એમાં વળી શૈ.સુ. પની રાત્રે છાતીમાં ગભરામણ પરસેવો આદિની તકલીફ થઇ. અમે સહુ વવવવવ ૧૩૩૨ વવવવ
SR No.537268
Book TitleJain Shasan 2002 2003 Book 23 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2002
Total Pages302
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy