________________
મહાસતી રુ લસા
પથરાઇ પડી છે.
શું કોઇ અધમપુરૂષે આપની આજ્ઞાનું અપમાન કર્યું છે?
શું કોઇ અણધારી આફતની નોબત વાગી ચૂકી
શ્રી જૈનશાસન (અઠવાડીક)
છે?
ણાવો, કૃપાનાથ! ફરમાવો. એ કાયર પુરૂષને મારી મેઘાના મહાપાશમાં જકડી આપની સમક્ષ હાજર કરીશ...
અભયકુમારે રાજવીની ચિંતાનું કારણ જાણવાની કોશિષ કરી, પરંતુ રાજવી એ કોશિષનો કોઇ ઉત્તર જ ન વાળ્યો. એ જ મૌન અને એ જ હતાશા. એ જ નિસ્તેજવદન અને એ જ બંધ ઓષ્ઠપુ... જાણે કશું સાંભળ્યું જ ન હોય તેમ શૂન્યમનસ્ક થઇને રાજવી બેઠા રહ્યા.
હા, રાજવીએ અભયકુમારના નેત્રોમાં નેત્રો પરોવ્યા ખરા, એમ એકીટસે નિરખવાનું ચાલુ રાખ્યું. બુદ્ધિ િધાન અભયકુમારને હવે રાજવીનું દર્દ પારખત વાર ન લાગી. ત્વરિત ગતિએ એ રાજવીના દર્દનું નિદાન કરી શકયા. આ દર્દ દેહનું નહતું. રાજકીય કે પારિવારીક પણ ન હતું. દર્દ હતું મનમાં ખેલાઇ રહેલા મદનદેવ (કામવૃત્તિ)ના તાંડવનું. એ તાંડવનો જયારે અભયકુમારને પાક્કો નિશ્ચય થઇ ગયો ત્યારે તાંડવનું શમન કરાવવાની તૈયારી સાથે તેમણે દાણો દાબી જોયો.
અથવા તો શું પિતાજી, કોઇ રૂપસુંદરીએ આપના મનનો કબજો લઇ લીધો છે? પુત્ર વત્સલ તાત, શું આપ મારી કોઇ અપરમાતા ઇચ્છો છો? કૃપાલુ, જે દર્દ હોય તે જણાવો. જરૂરથી આપના મનોરથો પૂર્ણ થશે. આ સેવકને સેવાનો લાભ મળશે. અભયકુમારના મધ ઝરતાં વચનો સાંભળતાં શ્રેણિકરાજના ચિત્તમાં આશનું નવું જ કિરણ ફૂટયું. નિરાશાનું તિમિર બે ડગ દૂર હટી ગયું.
તેમણે જણાવ્યું : વત્સ! તું પિતૃભકત છે તેમ બુદ્ધિનિધાન પણ છે એવી કોઇ ચીજ નથી કે સમસ્યા નથી જેને તારી બુદ્ધિના નહોર વીંધી ના
* વર્ષઃ૧૫* અંકઃ ૧૯ * તા. ૧૮-૩-૨૦૦૪ શકે. હું દૃઢપણે માનું છું કે તારા માટે અશકય કશું જ નથી. દુઃશકયમાં દુઃશક્ય કાર્યો પણ તારે મન ડબા હાથના ખેલ છે. એટલેસ્તો હું નચિંત છું. રાજયરક્ષણ જેવા પ્રશ્નો મને સતાવતા નથી.
પરંતુ પુત્ર! ખરૂ કહું તો મારો રોગ તે ચિંયો એવો જ કાંઇક છે.
થોડા જ સમય પહેલાં એક પરિવ્રાજિકા આવી હતી. એણે મારી સમક્ષ મહારાજા ચેટકની સુપુત્રી સુજયેષ્ઠાના રૂપની અને લાવણ્યની, પાંડિત્યની અને મારકણા દેહની ભરપેટ પ્રશંસા કરી. એટલું જ નહિં કહેતી પણ ગઇ કે આ સુજયેષ્ઠા ન હોય તો શ્રેણિકરાજના અંતઃપુરમાં ધૂળ ભરી છે ધૂળ... આ શબ્દો સાંભળ્યા ત્યારથી મારૂં મન સુજયેષ્ઠા માટે આતુર બની ગયું છે.
પુત્ર, આતુરતાની આગમાં એ પરિવ્રાજિકાએ સુજયેષ્ઠાનું ચિત્રપટ મારા હાથમાં સરકાવી ઘી હોમ્યું છે એ તો ચાલી ગઇ પણ સુજયેષ્ઠાનું મોહક ચિત્ર જયારથી જોયું ત્યારથી મન વ્યાકુળ બની ગયું છે. આટલું કહી શ્રેણિકરાજે ઉંડો નિઃસાસો નાખ્યો.
પિતાજીનો નિઃસાસો સાર્થક કરી જાણતાં હોય તેમ અભયકુમારે કહ્યું, તાત! ખેદ ન કરો. સાય પ્રસન્ન રહો. આપનું મનોવાંછિત કદી અધૂરૂ રહ્યું નથી. આ મનોવાંછના પણ પૂર્ણ થશે. એક કામ કરીએ. ચેટકરાજા પાસે આપણે એક દૂત મોકલી છે. શ્રેણિકરાજે સંમતિસૂચક મસ્તક ધૂણાવ્યું અને અભયકુમારે એક વિચક્ષણ દૂતને બરાબર તૈયાર કરી વૈશાલીનગરી તરફ રવાના કર્યો.
દૂત પણ પૂરઝડપે પંથ કાપીને વૈશાલી પહોચ્યો. વૈશાલીના રાજભવન પર સીધા જ સી જઇ એણે રાજભવનના પ્રતીહારીને પોતાનો પરિચય આપી ભવનમાં પ્રવેશ મેળવ્યો. મંત્રાણા કક્ષમાં બિરાજેલા રાજવી ચેટક પાસે તે ખડકાઇ ગયો.
નમસ્તે નરનાથ... વૈશાલીનરેશનો જય થાઓ... વિજય થાઓ- મગધપતિ શ્રેણિક રાજ
૧૧૫૭
S