________________
શું ગુરુ ૢવ્ય દેવ ગ્રૂવ્ય નથી ?
કરાય છે. . આ બધા પ્રસંગોમાં આવેલ દ્રવ્ય પૂજાર્હ દ્રવ્ય નથી માટે એ દેવદ્રવ્યમાં જિનમંદિરના જીર્ણોઘ્ધ રાદિમાં) લેવાતુ નથી. ચાંદલામાં આવેલ રૂપાનાણાંદિનું દ્રવ્ય મુમુક્ષુ દીક્ષાર્થી પોતાના અંગત ઉપયોગમાં કે ઘરના ઉપયોગમાં લઈ શકે છે. વિદાયતિલકનું દ્રવ્ય સાતક્ષેત્રીય સાધારણમાં લેવાય છે અને સાધુનાં ઉપકરણ અર્પણ કરવાના ચઢાવાની બોર્લીનું વ્ય વૈયાવચ્ચમાં લેવાય છે. કેમ કે ઉપકરણો સાધુપણાનાં છે. આ રીતે અનેક પ્રકારે આવેલ દ્રવ્ય એટલે કે મુમુક્ષુ દોક્ષાર્થીનું બહુમાન કરવામાં આવેલ દ્રવ્ય, મુમુક્ષુ દીક્ષાર્થી ગુરુની માફક પૂજનીય ન હોવાથી પૂજાના સમ્બન્ધી આવેલ ન હોવાના કારણે પૂજાર્હ દ્રવ્ય નથી માટે જ તે ને દેવદ્રવ્યમાં લેવામાં આવતું નથી.
ન
એથી એ નિશ્ચિત થયું કે દીક્ષાર્થી મુમુક્ષુ નિક્ષેપાની અપેક્ષાએ દ્રવ્યગુરુ હોવા છતાં ગૃહસ્થ—શ્રાવક છે. એ બહુમાનનીય–સન્માનનીય છે. પરન્તુ ગુરુની માફક પૂજનીય નથી. એના બહુમાન–સન્માનમાં આવેલ દ્રવ્ય પૂજ હું ગુરુદ્રવ્ય નથી માટે જ એ દ્રવ્યને દેવદ્રવ્યમાં લઈ જવ નુ વિધાન શાસ્ત્રમાં નથી. એથી જ એ દ્રવ્ય અંગત ઉપયોગ—સાધારણ—વૈયાવચ્ચમાં યથાયોગ્ય રીતે (ઉપર બતાવ્યા પ્રમાણે) લેવાય છે અને આપણા વડીલો પૂ.આ.દે.શ્રી લબ્ધિસૂ. મ.સા., પૂ.આ.દે.શ્રી પ્રેમ સૂ.મ.સા તથા પૂ.આ.દે.શ્રી રામચન્દ્ર સૂ.મ.સા. આદિએ એ રીતે કંપયોગમાં લેવાનું નક્કી કર્યું છે. એમાં કોઈ શાસ્ત્રીય બાધ નથી.
શ્રી જૈન શાસન (અઠવાડીક)* વર્ષ ૧૫ * અંકઃ ૧૫ * તા. ૧૮-૨-૨૦૦૩ લેવાય છે. એ પૂજાર્હ ગુરુદ્રવ્ય નથી પરન્તુ ગુરુભકિતિનું દ્રવ્ય છે.
કુમુક્ષુ અત્યન્ત નજીકના ભવિષ્યમાં દીક્ષા લેવાનો છે, ગુરુ બનવાનો છે પરન્તુ જયારે દીક્ષા લેતો હોય ત્યારે ઉપકરણ અર્પણ કરાય છે. અને એના માટે બોલીઓ બોલાય છે. એ વખતે મુમુક્ષુ ગૃહસ્થ—શ્રાવક છે. એનામાં ગુરુ તરીકેનો વ્યવહાર કરાતો નથી. એથી એને ઉપકરણો અર્પણ કરવા દ્વારાએનું બહુમાન કરવામાં આવે છે અને એ ઉપકરણો સાધુપણાનાં ઉપકરણો હોવાથી ઉપકરણોના ચઢાવાનું દ્રવ્યગુરુ—વૈયાવચ્ચમાં
એ જ રીતે ભાવગુરુ કાળધર્મ પામ્યા પછી દેવ થયા હોય તો નિક્ષેપાની અપેક્ષાએ દ્રવ્યગુરુ હોવા છતાં એનામાં ગુરુ તરીકેનો વ્યવહાર કરાતો નથી. કારણ કે એનામાં વિરતિ નથી. કદાચ તે દેવ અહીં આવે તો તેની સાથે પ્રેમપૂર્વક વાતચીતાદિ કરવા રૂપ સન્માન કરાય
પણ
વંદનીય કે પૂજનીય ન હોવાના કારણે તેને ખમાસમણાં આદિ દેવા પૂર્વક અધ્મદ્ઘિઓ આદિ રૂપ વંદન ન કરાય, તેની અંગપૂજા—અગ્રપૂજા ન કરાય અને એટલા જ માટે સાધુઓના યોગોહનની ક્રિયા મંદ કરાવનાર આચાર્ય કાળ કરી ગયા અને દેવ થયા. ક સાધુઓના યોગ પૂરા કરાવવા માટે પોતાના મૃતકમાં પ્રવેશ કરી એ દેવે સાધુઓના જોગ પૂરા કરાવ્યા. ત્યારબાદ એ દેવને શરીર છોડીને જવાનો વખત આવ્યો ત્યારે પોતે અવિરતિધર હોવાના કારણે યોગોનાદિ કરાવતી વખતે સાધુઓના વંદન લીધા તેનું મિચ્છામિ દુક્કડમ્ બધા સાધુઓને આપ્યું હતું. એથી નિશ્ચિત થાય છે કે ભાવગુરુ કાળધર્મ પામ્યા બાદ દેવ થયા હોય તે નિક્ષેપાની અપેક્ષાએ દ્રવ્યગુરુ હોવા છતાં તે ગુરુ તરીકે વંદનીય કે પૂજનીય નથી. કેમ કે તેમા વિરતિ નથી. ભાવગુરુના કાળધર્મ પામ્યા પછી તેમની વિરતિ પાલી જાય છે.
હવે ગુરુનું મૃત શરીર (મૃતક) ભૂતકાળમાં ભાવસાધુપણાના પાલનમાં (પર્યાયનું) નિમિત્ત કારણ બન્યું હોવાથી ભાવગુરુના મૃતકને નિક્ષેપાની અપેક્ષાએ દ્રવ્યગુરુ કહો તોપણ તે મૃતક ગુરુ તરીકે વંદનીય કે પૂજનીય નથી. તેને ગુરુ તરીકે વંદન–પૂજન કરવાનું કોઈ શાસ્ત્રમાં વિધાન નથી.
એ મૃતક ભાવસાધુને સંયમસાધનામાં ઉપયોગી થયેલું હોવાથી સાધનરૂપ છે, દ્રવ્યગુરુરૂપ નથી. દ્રવ્યગુરુ 1 તો ભાવગુરુનો કાળધર્મ પામ્યા બાદ દેવ થયેલ જીવ છે. ભાવગુરુનું મૃતક (શરીર) ગુરુ તરીકે
૧૧૧૧