________________
Dow
OCTOBE
શ્રી જૈન શાસત (અઠવાડીક) ૭ વર્ષ : ૧૫ ૭ અંક : ૧૩ ૭ તા. ૧-૧-૨૦૦
પ્રકીર્ણક ધર્મોપદેશ
|
થાય તે ય પાપોદયથી, મળેલું તે સુખ ચાલ્યું જાય અને રોવા બેસે તે ય પાપોદયથી, તે સુખ મૂકીને મરવું પડે તેનું દુ:ખ થાય તે ય પાપોદયથી જ.’ દુનિયાની સુખ અને સંપતિ જ્ઞાનિઓ આવી કહે છે. છતાં ય હજી મને કેમ તેવી રામ જાતી નથી-લાગતી નથી તેનુંદુ:ખ થાય છે? આપણા બધા જ ભગવાન મોક્ષે ગયા, જેમણે રોજ બે પદથી નમઃ કાર કરીએ છીએ. મોક્ષે ગયેલા આત્મા
કેટલાને ? ‘આપણી પાસે ધર્મ હોય તો સારું જ થાય આ વાત બેસે છે ?
અમારે પૈસાનો ખપ નથી. દુનિયાની કોઈ ચીજન જરૂર પડે તેવું નથી. અમારે તો ચોવીશે (૨૪) ૫ કલાક ધર્મ જ કરવાનો છે. શાસ્ત્રે કહ્યું છે કે, સાધુ ધર્મી જ
હોય. તેના હૈયામાં ધર્મના જ વિચારો ચાલે. વાપરે તો ય કર્મ નિર્જરા કરે. માદો હોય તો ય કદિ દુ:ખના રોદણ રોવે નહિ. કોઈ કહે કે, આટલી બધી પીડા થાય છે ને તો કહે કે, કોઈને આપી હશે માટે થાય-તેમ માને. જે ભગવાનનો ધર્મ જચી જાય તે દુનિયાના સુખથી લોભાતો નથી, દુ:ખથી ગભરાતો નથી.
|
‘આ સંસારનું સુખ નકામું છે, ભૂંડુંછે, ખરાબ છે, મેળવવા જેવું નથી, ભોગવવા જેવું નથી, છોડી જ દેવા જેવું છે’-આવું અમે કહીએ તો મોટો ભાગ કહે કે, ‘સુખ નગર તે ચાલતું હશે.’ રોજ આવું આવું ખાવા-પીવા જોઈએ. પહેરવા ઓઢવા જોઇએ, મોજ-મજા કરવા જોઇએ. આ બધું સુખ પૈસાથી મળે, માટે પૈસા પણ જોઈએ. માટે તે મેળવવા મહેનત તો કરવી પડે ને ? નાનું છોકરું મોટું થાય પછી પતાસાને બદલે રૂપિયો ન આપે. કારણ કે, અનાદિથી મિથ્યાત્વ-અવિરતિના ઉદયે આ બધી વાત શીખવી દીધી છે. બધા સુખ જોઈએ, સારું સારું ખાવા-પીવા જોઈએ-આ વાત ગળથૂથીમાંથી શીખી આવે છે. તમારે શું જોઈએ ? એમ પૂછે તો બધા જ કહે કે, સુખ અને પૈસો અમે ય કહીએ કે, ધર્મથી સુખ અને પૈસો મળે તો બધા ધર્મ કરવા માંડે. આ બધા અણસમજુ નથી. આમ આમ કરવાથી આ આ મળે તો કાલથી આ બધા ધર્મ કરવા માંડે તેવા છે. સંસારના સુખની વાત જેટલી ગમે છે, તેના સાધન પૈસાની વાત ગમે છે-તેટલી ધર્મની ગમે છે? ધર્મના ફળ બધાને જોઈએ છે પણ ધર્મ કરવાનું મન
ખરેખર ધર્મી આત્મા તો માને કે, જે સુખ પુણ્યથી મળ્યું છે તેમાં હું સાવચેત નહિ રહું તો પાપ જ કરાવના છે. માટે તે સુખ કદાચ છોડી ન શકું તો પણ છોડવા જાવું જ છે અને તેની સાથે રહેવું પડે તો બહુ જ સાવધ થઈને રહેવા જેવું છે. આજના ઘણા જૈનો સુખી છે બધા શું કરે છે ? એવા ઘણા સુખી છે જેમણે નવકારશે પણ નથી કરી. રાત્રિભોજન કરે છે તે ય મજેથી. ધર્મ કરવો જ તેને ગમતો નથી. પાસે મંદિર હોય તો ય જતા નથી. કેટલાકને તો ઘરે ય મંદિર હોય તો ય જતા નથી. આથી સમજાય છે કે, અનાદિથી આત્મા મિથ્યાત્વી ઘેરાયેલો છે. મિથ્યાત્વ હોય ત્યાં અવિરતિ પણ હોય, કષાયો પણ હોય, અપ્રશસ્ત યોગો પણ હોય. મન,વચન કાયાના વ્યાપાર તેને જ પુષ્ટ કરનારા હોય. તે કરવામાં કદિ ખોટું લાગે નહિ કે આળસ આવે નહિ. તમે પૈસા માટે જે કાંઈ ખોટું બોલો તો થાય છે કે, લોક જાણી તો આબરૂ જશે. આજે તો લોકની ય આબરૂ ગઈ. બધા કહે કે, બધા ય તેવા છે.
ገ
>q>q>>>q>
સંસારમાં ૫ છા આવે નહિ-આ જાણે છતાં ય સંસારના સુખ પ્રત્યે અભાવ થાય છે ખરો ? ભગવાનના સમવસરણમાં ય ઘણા એવાને એવા રહ્યા. ન સમજવું તેવાને તો ભ ગવાન પણ ન સમજાવી શકે. મોક્ષના અર્થી ક્યારે બને ? આ વાત સાંભળતા ગમવા માંડે, સમજવાની ઈચ્છા થાય, સમજયા પછી ભૂલાય નહિ અને અમલ કરવાનો પ્રયત્ન કરે તો.
૧૦૮૩
ગુરુકોને કહેવાય?
ધર્મના જ્ઞાતા, ધર્મનેઆરાધનારા,
સદાને માટેધર્મના વિષયમાં પ્રવૃત્તિ કરાવનારા તેમ યોગ્ય જીવોને સધર્મની દેશનાનેઆપનારા પૂ. સાધુભગવંતોને ગુરુ કહેવાય.