________________
શ્રી જૈનશાસન (અઠવાÔક) તા. ૨૪-૧૨-૨૦૦૨, મંગળવાર
પરિમલ
- સ્વ. પ. પૂ. આચાર્યદેવેશ શ્રીમદ્ રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા
તમારા ઘરે અવતરેલાં દીકરાંઓમાં આજે જે જાતના કુસંસ્કારો ઘર કરી ગયેલા જોવા મળે છે, એ જોતા એમ થાય છે કે, તમારા સંતાનો પર તમે આજે ભૂતકાળનું કોઇ વેર તો વાળી રહ્યા નથી ને ? શત્રુ પણ ન કરે એવું આધ્યાત્મિક-અહિત તમારા હાથે તમારા સંતાનોનું થતું હોય, તો અમને આવો વિચાર આવે, એમાં આશ્ચર્ય શું છે ?
આજે જમાનો બહુમતીનો ગણાય છે અને આ બહુમતી હવે ધર્મમાં પણ પેસાડવાના પ્રયત્નો થઇ રહ્યા છે. પણ એટલું સમજી રાખવું જરૂરી છે કે, બહુમતી હંમેશા મૂર્ખાઓની જ હોય છે. સારી ગણાતી ચીજો વધારે કે ખરાબ ચીજો વધારે ? આ દુનિયામાં શ્રીમંત થોડા ગરીબ વધારે, સુખી ઓછા, દુ:ખી વધારે, એમ ભણેલા-ગણેલા ઓછા અને અભણ વધારે. આવી પરિ સ્થતિમાં બહુમતીવાદનો આશરો તો જે મૂર્ખ હોય, એલે ને ?
સુખની સામગ્રી મળે, એ પુણ્યોદય. એનો ભોગવટો કરી શકો, એ ય પુણ્યોદય. ભોગવટો ઉધો ન પ અને રોગ ન થાય, એ પણ પુણ્યોદય. પરંતુ આ બધા અવસરે રાગ જાગે, એ પાપોદય. અને એ રાગ સારો લાગે એ તો ભારેમાં ભારે પાપોદય!
|
♦ સારી ચીજો રાગ કરાવીને જીવને ખરાબ કરે, ખરાબ ચીજે દ્વેષ કરાવીને જીવને ખરાબ કરે. અને સંસાર આ બે જાતની ચીજોથી જ ભરપૂર છે. માટેજ સંસાર અસાર છે.
રજી નં. GR ૪૧૫
AARE AV સંસારની એકે ચીજ એવી નથી કે, જે આપણું ભલું કરી શકે. તેમ આ સંસારની એકે ચીજમાં એવી તાકાત નથી કે, જે આપણું ભૂંડું કરી શકે. આત્મા જો ડાહ્યો ન હોય, તો કોઇ ચીજમાં ભલું કરવાની તાકાત નથી, આત્મા જો ડાહ્યો હોય, તો કોઇ ચીજ ભૂંડું કરી શકવા સમર્થનથી.
ખોટા માણસો ઘણીવાર ખોટા કાર્યો એટલા બધા પ્રમાણમાં નથી કરી શકતા, જેટલા ધર્મી દેખાતા ખોટા માણસો કરી શકે છે. કારણ કે ધર્મી તરીકેની એની આબરૂ મોટી હોય છે. જે ધર્મીના લેબલ વિનાના માણસ પાસે હોતી નથી. માટે ધર્મીએ તો ખૂબ ખૂબ સાવધ રહેવું જરૂરી છે.
કોલેજોના સ્થાપકો કોલેજો કેમ ચલાવવી એવી ચિંતામાં છે, ને નવી કોલેજો ન ખોલવાના નિર્ણય પર આવ્યા છે. આવા શિક્ષણનો હિમાયતી શ્રાવક પણ હોય ખરો ?
કોઇપણ જાતની માંગણી વિનાનો ધર્મ તો સંમૂચ્છિમ-ધર્મ ગણાય ! પણ માંગણી કઈ કરવાની? એ સમજી લેવા જેવું છે. શ્રી જયવીયરાય સૂત્રમાં જે માંગણીઓ મૂકી છે, એ જ માંગણી ધર્મ કરતાં કરવાની છે. આવી માંગણી વિના કરાતા ધર્મમાં માલ પણ શો હોય?
dudule
ફ
જૈન શાસન અઠવાડિક ૭ માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) C/o. શ્રુતજ્ઞાન ભવન, ૪૫, દિવિજય પ્લોટ, જામનગર વતી
તંત્રી, મુદ્રક, પ્રકાશક : ભરત એસ. મહેતાએ – ગેલેકસી ક્રિએશનમાંથી
છાપીને રાજકોટથી પ્રસિદ્ધ કર્યું.