SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ સમાચારસ શ્રી જૈન શાસન (અઠવાડીક) * વર્ષ:૧૫ અંક:૧૧ તા.૨૪-૧૨-૨૦૦૨ સમાચારસાર “સુરેન્દ્રનગર તપગચ્છ મોટા સંઘમાં ધાર્મિકવિવિધ અનુષ્ઠાનોનું ભવ્ય આયોજન” | શ્રી આણંદજી કલ્યાણજીની પેઢી, જૈન શ્વેતાંમ્બર મૂર્તિપૂજક તપગચ્છ સંઘના આંગણે ચાર્તુમાસ બિરાજમાન શાસન સમ્રાટના સમુદાયના પરમ પૂજ્ય પ્રખર વ્યાખ્યાનકાર આચાર્ય ભગવંત શ્રી કુંદકુંદસૂરિધરજી મહારાજ સાહેબ તથા મૂનિરાજ શ્રી વિનય ધર્મ ધિયજી મહારાજ સાહેબની શુભ નિશ્રામાં અને પૂ. સાધ્વીજી મહારાજ સાહેબ શ્રી કાન્તગુણાશ્રીજી તથા શ્રી ઇન્દ્રયશાશ્રીજી મ.સા. ના સાનિધ્યમાં વિવિધ ધાર્મિક અનુષ્ઠાનોના અનોખા આયોજન ગોઠવાયા છે. પૂ. આચાર્યદેવ વ્યાખ્યાનમાં બે પ્રતિક્રમણ સૂત્રના અર્થ અને શ્રી જંબુસ્વામી ચરિત્રમધુર શૈલીમાં સુંદર રીતે ફરમાવે છે. જેનો લાભ સારી સંખ્યામાં ભાઇઓ અને બહેનો લે છે. તા.૨૮-૧૯-૩૦ સપ્ટેમ્બર એમ ત્રણ દિવસ માટે નાધ્વી શ્રી કલ્પ ગુણાશ્રીજી મહારાજના સંયમ જીવનની રુ નુમોદના માટે મહોત્સવનું આયોજન થયેલ છે. જેમાં શ્રી શત્રુંજ્ય મહાતીર્થની નવ્વાણું અભિષેકની મહાપૂજા થી સંઘ દ્વારા શ્રી ગજાનનભાઇ ઠાકુર અમદાવાદવાળા ભણાવશે. | | | શ્રીધરન્ધર જ્ઞાનવર્ધક પરીક્ષા નં.૪ નવકાર સૂત્રથી કહ્યાણકંદઞ સૂત્ર સુધીની લેખીત પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. રવિવારે સવારના ભવ્ય ચૈત્ય પરીપાટીનું આયોજન પર્યુષણ પર્વ અતિભવ્યતાપૂર્વક ઉજવાયા તે નિમિત્તે કરવામાં આવ્યું હતું. પર્યુષણ દરમ્યાન સપનામાં ઘીની બાર હજાર મણની બોલીનો લાભ શ્રી પ્રકાશચંદ્રભાઇ તોગાણી અને સંવત્સરી પ્રતિક્રમણમાં મોટી શાંતિની ઘીની બોલીનો લાભ તથા દર રવિવારે બપોરના સમુસામાયિકમાં પ્રભાવનાનો લાભ શ્રી જેચંદભાઇ વિઠ્ઠલભાઇરાજકોટવાળાએ ભક્તિભાવ પૂર્વક લીધો છે. શ્રી રાજેશભાઇકૈલાસભાઇ શાહે ૫૧ ઉપવાસની ભવ્ય આરાધના કરી તે સાથે સંઘમાં મોટી ( તપશ્ચર્યાઓ ૨૬૬ થયેલ છે. પાંચમના દિવસે તપસ્વીઓના સમુહપારણા અને વિશિષ્ટ બહુમાન તથા બપોરનારથયાત્રાનો ભવ્ય વરઘોડો ડીસાના સુપ્રસિદ્ધ અજન્તા બેન્ડ તથા ઘોડેશ્વારો, રથ, બગીઓ અને પાઠશાળાના ભુલકાઓ દ્વારા લહેરાવાતા શાસનના ધ્વજો સાથે જ્યારે સુરેન્દ્રનગરના રાજમાર્ગો પરથી પસાર થયો ત્યારે સર્વધર્મપ્રિય જનતા મોટી સંખ્યામાં દર્શન માટે ઉમટી પડી હતી. કલ્પસૂત્ર વાંચન તથા મહાવીર જન્મ-કલ્યાણક વાંચનના દિવસનો ઉત્સાહ અભૂતપૂર્વ હતો. ૬,૦૦૦ વ્યક્તિઓને શ્રીફળ અને પતાસાની પ્રભાવના કરવામાં આવી હતી. શ્રી સંઘનું ૮,૦૦૦ વ્યક્તિઓનું સ્વામી વાત્સલ્ય બુફેને તિલાંજલી આપી બેસાડીને ભોજનરૂપે કરવામાં આવ્યું હતું. શ્રીસંઘન પદાધિકારીઓ, ટ્રસ્ટીઓ અને ઉત્સાહી યુવકમંડળો મહિલા મંડળો, પાઠશાળાના બાલક-બાલિકાઓ વિગે સર્વેએ આ મહોત્સવને સફળ બનાવવા માટે તન-મન-ધનથી પ્રચંડ પુરૂષાર્થ વડે લાભ લીધો હતો જીવદયાની ટીપ તથા ૧૦૨ જીવો છોડાવ્યાનો શ્રી સંઘે લાભ લીધો હતો. આ રીતે શ્રી સુરેન્દ્રનગર તપાગ મોટા સંઘમાં શ્રી અમીઝરા વાસુ પૂજ્યદાદાની વિશાળ છત્રછાયામાં પર્વાધીરાજ મહાપર્વ અને તે પછીન અનુષ્ઠાનો ભવ્યાતાપૂર્વક ઉજવાઇ રહ્યા છે. પૂ. આચાર્ય ભગવંતશ્રી કુંદકુંદસૂરિશ્વરજી મ. સા. ની વાણીનો લાભ જૈન-અજૈન જનતા ભક્તિભાવના પૂર્વક લઇ રહેલ છે રમણીકભાઇનાનચંદભાઇ સલોત (પ્રમુખ કિશોરભાઇગીરધરભાઇ કુવાડીયા (મં ત્રી શ્રી જૈન શ્વેતાંમ્બર મૂર્તિપૂજક તપગચ્છ સંઘ સુરેન્દ્રનગર વિજય લબ્ધિસૂરિજી દીક્ષા શતાબ્ધિ ઉત્સવ અમદાવાદ: વિશ્વનંદિકર સંઘ ભગવાન નગર ટેકરે આ શ્રી વિજય વારિષેણ સૂરિ મહારાજ પાંચપાંડવની Love To Ji K મ વત્તા જ્યા તમે
SR No.537267
Book TitleJain Shasan 2002 2003 Book 15 Ank 01 to 21
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2002
Total Pages342
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy