SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ છે શુભેચ્છા શ્રી જૈન શાસન (જૈનધર્મના પ્રતાપી પુરષો) વિશેષાંક વર્ષ: ૧૫૦ અંક: ૮ ૦ તા. ૨૬-૧૧-૨૦૦૨ પરમ નિપૂણી તપસ્વી પૂ. આ. શ્રી વિજય અમૃત રસૂરીશ્વરજી મહારાજની કૃપાથી હાલાર અને હાલારીઓ જાગૃતિને કારણ પૂ. આ. શ્રી વિજય જિનેન્દ્ર સૂરીશ્વરજી મહારાજે હાલારી અને વિશ્વને જાગૃત કરી તેમના માર્ગદર્શનથી વિકસિત શ્રી જૈન શાસન અઠવાડિકને હાર્દિક શુભેચ્છા શાંતિપ્રિય, નિરાભિમાની સદ્ગણોથી શોભતા સમર્થશાસનરત્ન પૂ. મુનિરાજશ્રી વૃદ્ધિવિજયજી (વૃદ્ધિચંદજી) મહારાજ ગઈ કાલનાતેમ જ આજના કેટલાય પ્રખર આચાર્યો તેમજ મુનિવરોનું ગુરુપદ શોભાવનાર પરમ શ્રી વૃદિચંદજી મહારાજ તેમ ક્રિયા-તત્પરતા, શાંતિપ્રિયતા અને નિરાભિમાનિતાને લીધે જૈનશાસનમાં જાણીતા છે. ] તેઓશ્રીનો જન્મ પંજાબમાં લાહોર જિલ્લામાં રામનગર શહેરમાં વિ. સં. ૧૮૯૦ના પોષ સુદ ૧૧ને દિવસે થયો હતો. પિતાનું ના ધર્મજશ અને માતાનું નામ કૃષ્ણાદેવી હતું. તેમનું પોતાનું સંસારીનામ કૃપારામ હતું. જ્ઞાતિએ ઓરાવાલ હતા. કૃપારામ ગામઠી નિમળે અભ્યાસ કરી ચૌદ વર્ષની ઉંમરે દુકાને બેઠા. એ સમયે પંજાબમાં ઢંઢક મતનું પ્રાબલ્ય હતું. ધર્મવૃત્તિવાળા કૃપારામ પણ તે મન ની ક્રિયાઓ કરવા લાગ્યાદરમિયાન કૃપારામનું વેવિશાળ કરવામાં આવ્યું હતું પણ કોઈ કારણસર તે તૂટ્યું. બીજે ઠેકાણે વાત ચા તી હતી, પણ તે મુલતવી રહી. આ વખતે સં. ૧૯૦૩માં પૂ. બુટેરાયજી મહારાજે મુનિ મૂળચંદજી તથા શ્રી પ્રેમચંદજી સાથે ઢંઢક મન નો ત્યાગ કર્યો. કૃપારામમાં વૈરાગ્યભાવના જાગી. સં. ૧૯૦૫માં દીક્ષા લેવાનો વિચાર કર્યો, પણ તે પાર પડ્યો નહીં. પરંતુ બઢયજી મહારાજે . ૧૯૦૮માં અષાઢ સુદ ૧૩ને દિવસે દિલ્હીમાં દીક્ષા આપી તેમને શ્રી વૃદ્ધિચંદ્રજી નામે ઘોષિત કર્યા. શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજે દીક્ષા ગ્રહણ કરીને અભ્યાસ અને ભક્તિમાં ખૂબ ધ્યાન આપ્યું. પછી તેઓ ગુજરાતમાં આવ્યા. અને તેઓશ્રીની પગપ્રતિભા ખૂબ વિસ્તરી. સં. ૧૯૧૨માં અમદાવાદમાં શ્રી બુટેરાયજી મહારાજ, શ્રી મૂળચંદજી મહારાજ અને શ્રી વૃરિચંદજી મહારાજનીવડી દીક્ષા પં. શ્રી મણિવિજયજી દાદા પાસે થઈ. શ્રી વૃદ્ધિચંદજીનું નામ મુનિશ્રી વૃદ્ધિવિજયજી ખવામાં આ મું. આ પછી તેઓશ્રીએ ગ્રામાનુગ્રામ વિહાર કરીને ધર્મોપદેશ આપવા માંડ્યો, તેમ જ શારાનહિત માટે અનેક કાર્યો કરવા માં. તેમની વાણી અતીવ મધુર અને પ્રભાવી હતી. વળી તેઓશ્રી એટલા નમ્ર હતા કે કોઈની સામે સહેજ પણ ક ક વલણ દાવતા નહીં. શ્રી બુટેરાયજી મહારાજના સ્વર્ગવાસ પછી શ્રી મૂળચંદજી મહારાજ, કે જેઓ તેમના ગુરુભાઈ હતા તે ને વડીલ મા- મા. અને તેમના ભક્તિવિનયમાં પોતાની મહત્તા સમજી, શત્રુંજય અંગેની લડતમાં તેઓશ્રીએ આગવું કાર્ય કર્યું. ભાવનગરમાં રાંઘ વચ ચાલતા ઝગડા મિટાવ્યા. ‘જેનધર્મ પ્રસારક સભા' તથા જૈન ધર્મપ્રકાશક માસિક પણ તેઓશ્રીની સભાવનાનું ફળ છે. | | પૂજ્યશ્રીદીક્ષા લીધા પછી પંજાબમાં ત્રણ વર્ષ રહ્યા. સં. ૧૯૧૧માં ગુજરાતમાં આવ્યા. પછી પંજાબ ગયા જ નહીં. ગુજરાતમાં ૩૮ચોમાસામાં અડધોઅડધ તો ભાવનગરમાં જ કર્યો. બાકીનાં વલ્લભીપુર, પાલીતાણા, અમદાવાદ વગેરે સ્થાને કર્યા. જીવનની છેદી ઘડી સુધી જૈન વિદ્યાશાળા તેમ જ પાઠશાળા માટે ચિંતા સેવ્યા કરી. | સં. ૧૯૪૯માં વ્યાધિએ જોર કર્યું. ‘અરિહંત સિદ્ધ સાહુ” ના ધ્યાનમાં વૈશાખ સુદ ૭ની રાતના ૯-૩૦કલાકે ભાનગરમાં દેહ સર્ગ કર્યો. તેમનાથી દીક્ષિત થયેલા ૫. શ્રી ગંભીરવિજયજી, શ્રી ધર્મસૂરિજી (કાશીવાળા), શ્રી વિજયનેમિસૂરિજી આદિ ૧૦ સા ઓ હતા, જેમાં કેટલાક પ્રખર પ્રતાપી મુનિવરો અને સૂરિવરોનો સમાવેશ થાય છે. આજે પણ તેઓશ્રીના નામ પાછળ સેંકડો પરંરા છે. (સંકલન : ‘શ્રી તપાગચ્છથમાણવટવૃકામાંથી સાભાર) પદમશી વજપાર મારૂ શ્રીમતી કસ્તૂરબેન પદમશી મારૂuરિવાર, લાખાબાવળ વાળા. ૪-ઓસવાળ કોલોની, જામનગર
SR No.537267
Book TitleJain Shasan 2002 2003 Book 15 Ank 01 to 21
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2002
Total Pages342
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy