________________
શુભેચ્છકો
શ્રી જૈન શાસન (જૈનધર્મના પ્રતાપી પુરુષો) વિશેષાંક વર્ષ: ૧૫૦ અંક: ૮ ૦ તા. ૨૬-૧૧-૨૦૦૨
''
દરણાંર્નાિuિહાલારીજનતાના પરમ ઉપકારી પૂ. આ.શ્રી વિજયઅમૃતસૂરીશ્વરજી મહારાજનેકોટિdદન જેમનીપાથી પૂ. આ. શ્રી વિજયંજિનેન્દ્રસૂરીશ્વરજી મહારાજે જૈનસાહિત્યથી જનજાતને ઉદ્ધારકરી તેમની પ્રેરણાથી જૈનશાસનને જાગૃતિ આપતા
જૈન શાસનને હાડશુભેચ્છા. ધર્મ આ બધો પ્રતાપ ધર્મનો છે, એમ સમજાવવું છે. એક વાર ધર્મ જો ધર્મ તરીકે થઇ જાય, તો
આ સંસારમાં બધું સારું એને માટે સુલભ બની જાય અને મોક્ષ પણ એને માટે સુલભ બની જાય, ધર્મ નિરાશસભાવે થવો જોઇએ અને આશય હોય, તો તે મોક્ષ સિવાયનો કોઇ જ ન હોવો જોઇએ. કાં ધર્મનો આશય, કાં મોક્ષનો આશય, પણ બીજો કોઇ આશય નહિ.
હાથીના જીવમાં આપણે જોયું કે, મોક્ષનો આશય નહોતો, પણ એને ધર્મનો આશય તો હતો જ. કારણ કે એને દયાનો આશય હતો અને તેમાં કોઇ સ્વાર્થનો ખ્યાલ સરખોય નહોતો. એ ધર્મના આશયથી જ એણે કષ્ટ વેઠ્યું હતું. એટલે ધર્મમાં કાં ધર્મનો આશય જોઇએ, કાં મોક્ષનો આશય જોઇએ. પછી તો એવી દશા આવે કે, ભોગાદિમાં પણ મોક્ષનો આશય આવી
જાય. ભોગાદિમાંય ભોગનો આશય નહિને મોક્ષનો આશય, એ અવસ્થા પણ સંભવિત છે. એ મો ક્ષ
અવસ્થા ત્યારે આવે કે, જ્યારે એક મોક્ષ જ જોઇતો હોય અને મોક્ષને માટે ધર્મ જ જોઇતો હોય. ધર્મ સિવાયનું કાંઈ જ કરવાનું મન હોય નહિ. માગી માગીને ધર્મ કરે અગર ધર્મ કરીને
માગે, એ ધર્મ આવું પરિણામ નિપજાવી શકે નહિ. તો ધર્મ મુક્તિ માટે જ થાય, એવી શ્રદ્ધા છે ખાશ ? એ ધર્મજ્યાં સુધી પૂરો સેવાઇ શકે નહિ, ત્યાં સુધી તો ધર્મ સેવનારા જીવને મુક્તિ મળે નહિ
ને? અને જ્યાં સુધી ધર્મ પૂરો સેવાઈ શકે નહિ, ત્યાં સુધી મુક્તિ મળે નહિ, એટલે મુક્તિ મળે નહિ ત્યાં સુધી સંસારમાં રહેવું પડે, એ તો ખરું ને? એમ જીવને સંસારમાં રહેવું પડે, તો ધર્મ એની ચિન્તા કરે. સંસારમાં શું મળશે ને શું નહિ મળે, તેની ચિન્તા ધર્મ કરનારને કરવી પડે નહિ. ધર્મ જ એની ચિન્તા કરે. એવા ધર્મથી નિર્જરા થવા ઉપરાન્ત પુણ્યાનુબંધી પુણ્ય જ બંધાય અને તે જીવને સંસારમાં જ્યાં સુધી રહેવું પડે તેમ હોય, ત્યાં સુધી એ પુણ્ય સુખનીને સારપની સામગ્રી પમાડ્યા કરે. પણ એ જીવ કેવો હોય ? કશામાં મુઝાય નહિ એવો!
શ્રીમતી સરોજબેન શશીકાંત મેર લૈયા પરિવાર કાકાભા સિંહણ, હાલ લંડ.
The Stables Cardccore Lane, Bushy (U.K.) |
દ
८८८