SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ *. પર અજ્ઞાન તિમિર દૂર થયું, એ સ્ત્રી જન શાસન (ઉનઘર્મના પ્રતાપી પુરુષી) વિશેષાંક વર્ષ: ૧૫૦ અંક: ૮ તા૨૩-૧૧-૨૦૦૨ 6 અજ્ઞાન તિમિર દૂર થયું. પત્રવ્યો જ્ઞાન પ્રકાશ કે) તો મ અજ્ઞાન મોહથી આંધળા બનેલા જીવોને | સન્માર્ગનો પ્રકાશ આપવાનું કામ સગુરુઓ કરે છે. આવા રાગુરુઓના પ્રતાપનો યશ ચારે બાજુ ફેલાય છે અને તેને બરાબર ઓળખનારા તેનો પૂરો લાભ લે છે અને નહિ સમજી શકનારા બિચારા બની ચોર્યાશીના ચક્કરમાં ચાલ્યા જાય છે. આવા જ એક મહાપુરૂષ એટલે માત્રજૈન દર્શન કે ભારતીય દર્શનમાં નહિ બલ્ક વિશ્વના સાહિત્યમાં પણ અજોડ રૂપક ગ્રન્થ ૬Oશ્લોક પ્રમાણ બનાવનાર શ્રી ઉપમિતિ ભવ પ્રપંચકથાના રચયિતા પૂ. શ્રી સિદ્ધર્ષિસૂરિજી મહારાજા. જે ગ્રન્થમાં ભાષાનું અજોડ લાલિત્ય, સાહિત્યનો શણગાર, દરેક પાત્રને ન્યાય આપવાની અપૂર્વ શૈલી વાચકને કથારસમાં તરબોળ રાખે છે, માત્ર ધર્મકથાનુંયોગ હોવા છતાં પણ તેમાં ન્યાય, દર્શન, આયુર્વેદ, જ્યોતિષ, શીલ્પ, સામુદ્રિક શાસ્ત્ર, નિમિત્ત શાસ્ત્ર, રસૈદ્ધાંતિક તત્ત્વોને એવી રીતના ગૂંથી લીધા છે કે જાણે કલકલરવના નાદથી ગુંજતું એવું ઝરણું અખલિત ભાવોના પ્રવાહને વહેવરાવી રહ્યું છે અને વાચકને સંવેગરંગના તરંગોમાં તરતો કરી મૂકે છે. જેના વાચનથી શ્રી સંઘે જેઓને ‘સિધ્ધ વ્યાખ્યાતા’ ની પદવી આપી હતી. તે મહાપુરૂષ અઠંગ વ્યસનીમાંથી કઈરીતના અભૂત યોગી બની ગયા તે પ્રસંગ તો ખૂબ જ પ્રસિધ્ધ છે. પોતાના પિતા શ્રી શુભંકર શ્રેષ્ઠિની સહર્ષ અનુમતિ લઈ પૂ. આચાર્ય શ્રી ગર્ગષિના વરદ હસ્તે દીક્ષિત થઈ પૂ. શ્રી દુર્ગસ્વામીના શિષ્ય બની દીક્ષાને અંગીકાર કરી મુ. શ્રી સિમ્બર્ષિના નામે પ્રસિધ્ધ થયા. સંયમ જીવનની સાધના સાથે આગમ ગ્રન્થોનું ગહન અવગાહન કરી તત્ત્વવેત્તા બન્યા, પ્રખર દાર્શનિક -ચિંતક બન્યા. અને એકવાર બૌધ્ધદર્શનના અભ્યાસની રત્નરાજ તીવ્ર ઈચ્છા થઈ. તારક પૂ. ગુરૂદેવે તે ના કરી પાગ તેના અભ્યાસ માટે મહાબોધનગરમાં બૌધ ાચાર્ય પારો ગયા. જતી વખતે તારક ગુરૂદેવે વચન લીધું “બૌદ્ધદર્શનના અભ્યાસથી બૌદ્ધ ધર્મના સ્વીકારની ઈચ્છા થાય તો, તે : પહેલા એકવાર આવી મને મલીવું.'' તીવ્ર પ્રતિભાના . યોગે બૌધ્ધદર્શનનો અભ્યાસ કર્યો પણ દુર્ભાગ્યે તેમને બૌદ્ધધર્મ સ્વીકારવાની ઈચ્છા થઈ. પગ વચનપાલનની અડગ ટેકવાળા હતા તેથી ત્યાંના આચાર્યની રજા લઈ પોતાના ગુરૂ પાસે આવવા નીકળ્યા. મારે તેની પ્રતિજ્ઞા પાલનના સત્તથી ખુશ થયેલા બૌધ્ધા વાર્યું પણ તેવું જ વચન લીધું કે - “પુન: જૈન મતની ઈચ્છા થાય તો એકવાર મને આવીને મલી જવું.” આથી પૂ. મુનિ શ્રી સિદ્ધર્ષિને પતાના તારક પૂ. ગુરૂદેવ પાસેથી બૌધ્ધાચાર્ય પાસે છે ને બધાચાર્ય પાસેથી પોતાના તારક પૂ. ગુરૂદેવ પાસે ૨૧ વાર આવાગમન થયું. તારક ગુરૂદેવેશને લાગ્યું કે હવે આને સમજાવવાનો અર્થ નથી તેથી યુક્તિ કરી ‘લલિત વિસ્તરા ગ્રન્થ મૂકી અન્યત્ર ગયા. તેઓએ તે ગ્રન્થ વાંઓ અને ન વાંચતા વાંચતા ‘અજ્ઞાન તિમિર’ ચાલ ગયું અને જ્ઞાન : પ્રકાશનો ભાનુ પ્રગટ્યો.” આંખમાંથી અશ્રુધારા વહેવા લાગી અને વિચારવા લાગ્યા કે - “આવું પરમ તારક જૈનશાસન, આવા હિતૈષી પૂ. ગુરૂદે પામવા છતાં પત્થર જેવા મેં આ શું કર્યું! ક્યાં કાચ અને ક્યાં મણિ! 2 ક્યાં સૂર્ય અને ક્યાં આગિયો ! ક્યાં મેરૂ અને ક્યાં સરસવ !'' ખરેખર આ ગ્રન્થના માધ્યમે મારી પ્રજ્ઞાને પ્રકાશ કરનાર, સન્માર્ગે વાળનાર-સ્થિર કરના પૂ. ગુરૂદેવનો ઉપકાર ક્યારે ય નહિ ભૂલાય ! તેમનો મતિ ભ્રમ દૂર થયો, પશ્ચાત્તાપના અગ્નિમાં હૈયાના મલિન ભાવો - કુદર્શનનો રાગ સળગી ગયો અને જૈનદાનની પ્રાપ્તિ - ને * 听听听听听听听听听听听听 * * * * * 明明明明明明明cs. 勇勇勇勇勇
SR No.537267
Book TitleJain Shasan 2002 2003 Book 15 Ank 01 to 21
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2002
Total Pages342
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy