________________
શ્રી જૈન શાસન (અઠવાડીક)
તા. ૨-૪-૨૦૦૨, મંગળવાર
પરિમલ
સ્વ. પ. પૂ. આચાર્યદેવેશ શ્રીમદ્ામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા
* જીવને સુખી કરવો હોય તો મોક્ષે મોકલવા સિવાય બીજો ચૈઇ ઉપાય નહિ, જીવ સુખી ત્યારે જ કાં તો એ મોક્ષમાં જાય અથવા તો સમક્તિની પ્રાપ્તિ કરે. સંસારમાં સુખી સમકિતી અને સમક્તિનો અર્થી.
♦ બોલો તમે બધા સુખી છો કે દુ:ખી ? સમક્તિનો અર્થી છુ:ખની ફરિયાદ જ ન કરે. ગમે ત્યારે પૂછો તો કહે આનંદમાં. કેમ આનંદમાં ? તો કહે કે દેવ-ગુરૂ-ધર્મ મલી ગયા છે. દેવ-ગુરૂ-ધર્મની જેને સામગ્રી મલી હોય તેને દુખ શું ? સંસારના સુખની સામગ્રીને સુખ માને તે પહેલા નંબરના દુ:ખી છે. આ સામગ્રી સુખરૂપ ન લાગી હોત તે તમે દુ:ખી હોત જ નહિ, સમક્તિનો અર્ધી પણ સુખી અને સમજુ હોય તે કોઈ દિવસ ખાવાની પૈસા ટકાની પહેરવા ઓઢવાની ફરીયાદ જ ન કરે.
* દ્વેષ રહીત જીવવું, અધર્મ રહિત જીવવું, ધર્મ સહિત જીવવું, મઝેથી મરવું તે આપણા હાથની વાત છે. આ રીતે જીવે તેની સદ્ગતિ નિયમા થાય અને તે પણ ધર્મવાળી હોય.
♦ સારની સાધના કરવી પડે તો ન છૂટકે કરે પણ તે કરવાનું તેનું હૈયું નહિ તેનું નામ ધર્મી !
♦ મમનો અર્થી અને સંસારમાં ન છૂટકે રહેનાર જીવ માટે દુર્ગતિ છે જ નહિ.
* આજે જે જીવો દુ:ખી દેખાય છે તે અસલમાં દુ:ખી નથી પણ તેમના મન ખરાબ છે માટે દુ:ખી છે. જો તેમની મોવૃત્તિ સુધરે તો કાલથી સુખી થઇ જાય.
રજી. નં. RJ ૪૧૫
♦ ઘણા નિર્ભાગી જીવોને ધર્મની સામગ્રી વધુ પાપ કરાવવા જ મળે છે.
♦ જે જીવોને સંસારમાં જ મઝા આવે છે, ધર્મ ક- વાનું મન જ થતું નથી, કદાચ ન છુટકે દેખાવે માટે કોડો ઘણો ધર્મ કરે છે તે બધાનું પુણ્ય પાપનુબંધી છે ! ♦ પૈસા કમાવવા એટલે નવાં દુ:ખ ઉભા કરવા.
♦ સંસારમાં અકલનો ઉપયોગ કરવો એટલે અનેક ને ઉન્માર્ગે દોરી સત્યનાશ કાઢવું.
♦ પુણ્યથી મળતી અનુકુળતા ભોગવવાથી આપણું પુણ્ય ખવાય છે અને એવા પાપ બંધાય છે કે ભવાંતમાં ભીખ માગતા ૫ ખાવા-પીવા પહેરવા-એઢવા ન મળે
♦ સંયમનું સારી રીતે પાલન કરવા માટે વિહાર છે
♦ કર્મસત્તા તો છુપી પોલીસ કરતા ય છુપી પોલી છે તે એવી રીતે જીવને પકડી લે છે કે જીવ ગમે તેટલી માયા-પ્રપંચાદિ કરે તો ય તેને તરત ચોટી જાય છે .
♦ સાધુપણાનો સ્વાદ પરિષહ વેઠવામાં છે.
♦ ભગવાન અરિહંત મોક્ષમાર્ગના દર્શક છે. મોઢે વું હોય તેને મોક્ષ માર્ગ જોઈએ મોક્ષમાર્ગે જવું હોય તો દોક્ષમાર્ગ બતાવનાર ઉપકારી લાગે. સંસાર ભયંકર અવી છે તે અટવી બંધાવનાર ભગવાન અરિહંત સાર્વવાહ જેવા છે.
♦ અનંતાનુબંધી કષાય સમકિતને રોકે, અપ્રાખ્યાની કષાય દેશ વિરતિને રોકે પ્રત્યાખ્યાની કષાય સર્વ વિરતિ રોકે સંજ્વલનના કષાય વિતરાગતા રોકે.
જૈન શાસન અઠવાડિક ૭ માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) C/o. શ્રુતજ્ઞાન ભવન, ૪૫, દિક્વિજય પ્લોટ, જામનમર વતી
તંત્રી, મુદ્રક, પ્રકાશક : ભરત એસ. મહેતાએ – મેલેકસી ક્રિએશનમાંથી
છાપીને રાજકોટથી પ્રસિદ્ધ કર્યું.