________________
IDADE
આરાધનામય જીવન દર્શન
શ્રી જૈન શાસન (અઠવાડીક) * વર્ષ ૧૪૪ અંક ૨૧-૨૨ તા. ૨૯-૧ ૨૦૦૨
સમ્યગ – સાધના સમર્પિત સુરેન્દ્રનમરતા શ્રાવિકા મધુબેનનું આરાધનામય જીવન દર્શન
શ્રી મહાવીર પ્રભુનું શાસન કલિકાલમાં પણ ઝળહળતું છે, તેના પ્રતિકરૂપે શાસનની સ્વયં આરાધના કરનારા અગણિત પુણ્યાત્માઓ, તેમજ અન્યને આરાધનામાં જોડવા ઉપરાંત નિજ પરિવારને ધર્મશ્રદ્ધાના અમૃતનું પાન કરવાનાર અનેકમાંથી એકનો ઉલ્લેખ કરવો હોય તો સુરેન્દ્રનગરના ધર્મનિષ્ઠ શાહ પ્રભુદાસ વીરપાળ પરિવારના મનહરભાઇના ધર્મપત્ની મધુબેનને યાદ કર્યા સિવાય રહેવાય નહિ. જે પરિવારમાં પૂ. સા. શ્રી ચારુલત્તાશ્રીજી - પુન્યોદયાશ્રીજી-નૂતનપ્રભાશ્રીજીરૂપેત્રણ ત્રણ બહેનોએ પ્રવજ્યાના પુનિત પ્રસંગે પદાર્પણ કરેલ, તે પરિવારના શ્વસુરગૃહમાં આવીને પૂ. સાધ્વીજી ભગવંતોના નિષ્ટ સાનિધ્યમાં આવતાં મધુબેનના જીવનમાં ધર્મઆરાધના પૂર્વક જ્ઞાન પ્રાપ્તિનો દીપક પ્રકાશિત થવા લાગ્યો, પરિવારનાં નિકટનાં ઉપકારી ધર્મદાતા પૂ. આ. શ્રીમદ્ રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાનાં અંતરના આશીર્વાદથી અને વારંવાર નિવાણી શ્રવણથી મધુબેનના જીવનમાં અનેરી ધર્મશ્રદ્ધા પ્રગટી હતી. ધર્મદાતા પૂજ્યશ્રીને જ્યારે વંદન કરવા જવાનું બનતું, ત્યારે પૂજ્યશ્રી યોગ્ય આત્મા જાણીતેમને ઉદ્દેશીને સમગ્ર પરિવારને કેમ ધર્મિષ્ઠ બનાવવો, તે અંગે હિત શિક્ષા આપ્યા વિના રહેતા નહીં. પૂદ્મશ્રીના અંતરના ઉદ્ગારો ‘“આ શ્રાવિકામાં પુણ્યશાળીનાં લક્ષણો દેખાય છે, એથી પરિવારને ધર્મ માર્ગમાં સ્થિર રાખી પ્રગતિ કરાવશે.’’ આવા ઉદ્ગારો પૂર્વક પૂજાશ્રી આશીર્વાદ આપતા. પૂર્વે પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિય કનકસૂરીશ્વરજી મહારાજાનાં આશીર્વાદ પામ્યા અને પૂ. આ. શ્રી ક્લાપૂર્ણસૂરીશ્વરજીમહારાજ, પૂ. સાધ્વીજીઓ, શ્રી ચતુરશ્રીજી મ., શ્રી ચરણશ્રીજી મ., શ્રી હેમશ્રીજી મ. અને શ્રી ચન્દ્રાનનાશ્રીજી મ. નું સતત ત્રણ વર્ષ એવું સાન્નિધ્ય પામ્યા કે, આ બધા પૂજ્યોની કૃપાના પ્રભાવે મધુબેનના જીવનમાં અદ્ભૂત ધર્મ-પરિણતિ, સમાધિભાવ જોવા મળ્યો. ધર્મ મુખ્ય અને સંસાર ગૌણ, એવી અસ્થિમજ્જામાં વ્યાપેલ
[
નિ
શ્રદ્ધાથી તપ-જપ આદિ અનેક સુકૃત કરણી દ્રવ્યથી અને ભાવથી સમગ્ર જીવનમાં તેઓ જે રીતે કરી ગયાં, તેની સ્મૃતિ થતા હૈયુ અનુમોદનાથી ઉભરાઇ ગયા વિના નથી રહેતું. માર્ગાનુસારીના ગુણો તો ધર્મ કરવાની યોગ્યતાનો પાયો ગણાય, તેવા ગુણો એમના જીવનની પ્રત્યેક પ્રવૃત્તિમાં પ વણાયેલા હતાં. પરમ શ્રદ્ધાવાન સસરાજી પ્રભુદાસ ભાઇની દ વૃદ્ધાવસ્થામાં એમણે જે સેવા કરી અને જે આ શીર્વાદ વ મેળવ્યાં, અગણિત સાધાર્મિકોની જેવી ભક્તિ કરી, તે તો િ ધો સુરેન્દ્રનગર ઉપરાંત પણ ઠેરઠેર દાખલા રૂપે યાદ કરાય છે. 空间 સં. ૨૦૫૮ ના માગશર સુદ-૪ મંગળવારના દિવસે સ્વર્ગવાસ પામનાર પુણ્યાત્મા મધુબેનની આરાધના, અંત સમયનો સમાધિભાવ સદ્ગતિની ખાત્રી આપે. તેઓ પોતે પણ એવી દૃઢશ્રદ્ધા વ્યક્ત કરતા હતા કે, મારી સદ્ગતિ નિશ્ચિત છે. માટે કોઇ શોક રાખતા નહિ. ખરેખ એમનું જીવન ઉજ્વળ અને મૃત્યુ અત્યુજ્વળ અને સમાધિમય બન્યું, આ જૈન શાસનની બલિહારી ગણાય.
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
ક્રીમ વાંચન
-જ્યારે વસ્તુપાલ મંત્રી સંઘ લઇ ગિરનાર જાય છે એ વખતે અનુપમા દેવી ભાવ વિભોર બનતા પોતાના ગળામાં રહેલા કર લાખના દાગીના પ્રભુને પહેરાવી દે છે. પછી ૧ કરોડ પુષ્પો વડે પૂજા ક છે. તેથી તેજપાલ મંત્રી નવા ૩૨ લાખના દાગીના " બનાવી આપે છે.
回间
alo
lo
ધ
ગિરનારથી શેત્રુંજ્ય જતાં અનુપમા દેવી = ૩૨ લાખના દાગીના આદીમાપને પહેરાવીદીયાતે * જોઇવસ્તુપાલની પત્નીએ પણ પોતાના ૩૨ લાખના દાગીના પ્રભુને પહેરાવી દીધા.
—પૂ. આ. શ્રી કકસૂરિએ કચ્છમાં વિચરી
લાખો અજૈનોને જૈન બનાવ્યા અને શ્રી જિનબિંોની પ્રતિષ્ઠા કરાવેલ.
યૂનિ નનનનનન
ज