________________
回
al
lo
પ્રક ર્ગકધર્મોપદેશ
શ્રીજૈન શાસન (અઠવાડીક) * વર્ષ ૧૪% અંક ૨૧-૨૨ તા. ૨ -૧-૨૦૦૨ સં. ૨૦૪૩, ભાદરવા વદિ-૯, બુઘવાર, તા. ૧૬-૩-૧૯૮૭, શ્રી ચંદનબાળા જૈન ઉપાશ્રય, વાલકેશ્ર્વર, મુંબઇ- :૦૦૦૦૬.
પૂ. આ. શ્રી વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા
પ્રવચન – બાવનમું પ્રકીર્ણક ધર્મોપદેશ
ગ કથી ચાલુ...
(શ્રી જિનાજ્ઞાવિરુદ્ધ કે સ્વ. પૂ. પ્રવચનકારશ્રીજી ના આશય વિરુદ્ધ કાંઇપણ લખાયું હોય તો ત્રિવિધ ક્ષમાપના. — અવ૦) माया य पिया य लुप्पाइ,
नो सुलहा सुगइ वि विच्चओ ।
एवाई भयाई पेहिया,
आरंभा विरमिज्ज सुव्व ॥ અનતં ઉપકારી શ્રી અરિહંતપરમાત્માના શાસનના પરમાર્થને પામેલા શાસ્ત્રકાર પરમર્ષિશ્રી મુનિસુંદર સૂરીશ્વરજી મહારાજા. આ ‘પ્રકીર્ણકધર્મોપદેશ’ નામના ગ્રન્થમાં ધર્મનું સ્વરૂપ સમજાવી રહ્યા છે. વાસ્તવિક ધર્મને નહિ સમજેલા એવા માતા-પિતાદિ પણ ધર્મમાં અંતરાય કર્યા વિના રહેતા નથી. તે સમજાવવા ભૃગુ પુરોહિતની કથા આપણે જોઇ રહ્યા છએ.
જે પુણ્યાત્માઓ ભગવાનના વચનથી આ સંસાર જેવો છેતેવો સમજી જાય તેને ગમે તેવા માતા-પિતાદિ મળ્યા હોય તો પણ તેમના મોહમાં મૂંઝાયા વિના કે તેમની લલચામણી વાતોમાં ફસાયા વિના પોતાના આત્માનો ઉધાર કરી શકે છે. તે માટે આ ભૃગુ પુરોહિતના બેય દીકરા દૃષ્ટાન્તભૂત છે. આપણે જોઇ આવ્યા કે, પુત્રના મોહથી શ્રાવકધર્મ પામેલો એવો પણ પુરોહિત ધર્મ જ ભૂલી ગયો. ખરેખર મોહ બહુ ખરાબ ચીજ છે. સંસારમાં મોહ બહુ ભયંકર છે તે મોહ સમક્તિ થયું હોય તેને પણ લુંટી લે છે, વ્રત-પચ્ચક્ખાણ પણ લુંટી લે, અને જીવને એવો ભયંકર બનાવે કે પોતે ય રખડે અને બીજાને ય રખડાવે. આ ભૃગુ પુરોહિત શ્રાવક બનેલો પણ પુત્રના મોહથી બધું ભૂલી ગયો એટલું જ નહિ પણ સાધુનો પરિચય ન થાય તેવા દેશમાં ગયો. છોકરાઓ સાધુના સંત્સર્ગથી બગડી ન જાય માટે સાધુઓને ખરાબ રીતે ઓળખાવ્યા. પણ આ બે આરાધક આત્મા હતા. ભૂતકાળમાં સુંદર આરાધના કરીને આવેલા માટે બચી ગયા. તે બેને ફસાવવા પુરોહિતે જે જે વાતો
|
કરી, તે બેએ તેના જે જે જવાબો આપ્યા તે બધી વાતો આપણે જોઇ આવ્યા. પ્રતિબોધ પામેલો પુરોહિતપોતાની પત્નીને કઇરીતે સમજાવે છે તે વાત કરવી છે.
જ્ઞાન સારું છે. જ્ઞાન આત્માનો ઉધ્ધાર રનારું છે, પણ ક્યા આત્માનો ઉદ્ધાર કરે ? હેય હોય તેને ડૅય માને, ઉપાદેયને ઉપાદેય માને, હેયને છોડવાની અને ઉપાદેયને સ્વીકારવાની ભાવના કરે, તે મુજબ સેવન કરે તો લાભ થાય ને? ભણેલા જે સારા થાય તો પોતાનું અને જગત નું કલ્યાણ કરે. પણ ભણેલા જો સારા ન હોય તો પોતાનું અને બીજાનું અકલ્યાણ કરે ! આજના વધારે ભણેલા શું કરે છે ? તમે તમારા સંતાનોને શા માટે ભણાવો છો ? તમે એ કહી શકો ખરા કે- ‘‘અમે અમારાં સંતાનોને એટલા માટે ભણાવીએ છીએ કે, ભણેલો છોકરો સાચું - ખોટું સમજે, ખોટું મરી જાય પણ ન કરે અને સાચું શક્તિ મુજબ કર્યાં ના ન રહે માટે ભણાવીએ છીએ.’’ આજે તો કહે છે કે - ‘ભણશે નહિ તો ખાશે શું ?’ ભણ્યા વિના દુ:ખીદુ:ખી થઇજશે તેમ અમને સમજાવે છે તો તે સાચું માનું ? ‘અધર્મી બચાય, ધર્મ કરાય, ધર્મ સારીરીતે કરી એવી રીતે જીવે કેજેવી આલોક ન બગડે, પરલોક ન બગડે અને વહેલી મુક્તિ થા।.’ તે માટે ભણાવનારા કેટલા મળે ? જ્ઞાન ગમે તેટલું મણે પણ જીવનમાં ન ઊતારે તો શું થાય ?
ધન - ભોગ માટે તમારે કેટલી વિટંબણા વેઠવી પડે છે. તેની ખબર નથી ? ધન - ભોગના અર્થી શું શું કરે છે ? ધન - ભોગ મળે કોને ? પુણ્ય હોય તેને. તે ભોગવાય પણ પુણ્યથી. ભોગવવાનું પુણ્ય ન હોય તો મળ્યા પછી પણ રિબામણનો પાર ન રહે. તે બે મેળવ્યા પછીસા ીસામગ્રી અનુકૂળ ન હોય તો શું શું થાય ? ગમે તેટલા દિકર થાય પણ તે ભલું જ કરે - તેવો કાયદો છે ? ઘણા દીકરા મા-બાપને ય હેરાન કરે છે તે રોજસાંભળવા - જાણવા મળે છે ને ? ધન - ભોગમાં જે ફસાય તેનો ઉદ્ધાર કદી થત નથી. જે િ
எ
નનનન
૪૪૨