________________
શ્રીજૈનશાસન(અઠવાડીક) * વર્ષ : ૧૪ * અંક : ૪૮ * તા. ૧૭-૯-૨૦૦૨ તપ-જપ-સ્વાધ્યાય-વૈયાવચ્ચાદિ ગુણો ઉતમ છે. પણ તેટલા માત્રથી મોક્ષ ન થાય. તેમાં જો ‘સમર્પણ ભાવ’ ભળે તો કલ્યાણ થાય. માલિ ભણેલો ખરો પણ સમપ્તિ નહિ માટે હારી ગયો. માસતુષ મહાત્મા હોશિયાર -ભણેલા નહિ પણ સમર્પણ ભાવથી તરી ગયા. ગુરુ હ કહે તે મારા સારા માટે, મારા હિત માટે જ કહે પછી તેમાં કોઈ સંકલ્પ-વિકલ્પ કે વાદ-વિવાદ કરે જ નડિ પણ ‘તહતી’ કરી સ્વીકારે તેનું નામ સમર્પણાભાવ છે?
ત્રણ પ્રકારના પણ જીવો કહેવાયા છે. ૧-૨ાખ જેવા. રાખ પાણીમાં પડે તો પાણીને બગાડે-બેસ્વાદ કરે. તેમ તેવા જીવો જ્યાં જાય ત્યાં વાતાવરણ બગાડે-કલુષિત કરે.
ચેત,ચેત,ચેતન ! તું ચેત !
મહાપુણ્યોદયે આવો દુર્લભ માનવભવ મળ્યો, બધા અંગોપાંગ સુંદર બન્યા. તો આ અંગોપાંગથી સંસાર સાધવો છે કે મોક્ષ ! હૃદયને કબૂતર જેવું નિર્દોષ, નજર બાજ જેવી ચપળ, પગ સાબર જેવા તેજ, કાન હરણ જેવા સરવા, ચાલ હાથી જેવી ઠંડી, મન શિયાળ જેવું સતર્ક, શરીર સિંહ જેવું પરાક્રમી બનાવ તો ધર્મારાધનામાં ઉલ્લાસનો અભાવ જોવા પણ નહિ મળે. મારે તો જીવન એવું જીવવું છે કે જે જીવનમાં ક્રૂરતા- કઠોરતા -કાવાદાવામાં રચ્યાપચ્યા રહેવું, અને સંકલેશને સ્થાન ન હોય. મારા જીવનમાં સ્થાન મલશે સરળતા, સૌજન્યતા, સહૃદયતા-સહનશીલતા-પરોપકારતા અને ઉદારતા-દાક્ષિણ્યતાને. પછી તો બેડો પાર છે.
સંમર્પિત ભાવ એ શિષ્યનો પ્રધાન ગુણ છે. વિનયગુણ એ શિષ્યપણાની સાચી મૂડી છે અને હૃદયની સાચી લાગણી એ જ શિષ્યની સાચી ઓળખ છે. લાગણીમાં ને માગણી ભળી તો સમજી લેવું કે બાવાના બે ય બગડ્યા. જેનો ત્યાગ કર્યો તે તરફ નજર પણ કરવાની નહિ અને તે યાદ પણ કરવાનું નહિ અને જેના ચરણે શીશ ઝુકાવ્યું તેના પ્રત્યે ક્યારે પણ કોઈફરિયાદ સરખી કરવાની નહિ અને શ્રદ્ધાદીપને હૃદયમંદિરમાં જીવંત રાખવાનો તે જ સાચું શિષ્યત્વ છે.
જો જીવનમાં સાચી શાંતિ જોઈએ છે તો વાંચવું થોડું-પાચન થાય તેવું અને વિચારવું વધારે-પરમાર્થ આત્મજ્ઞાન કરવો. બોલવું થોડું અને સાંભળવું વધારે.
દુ:ખનું ઔષધ દહાડા નહિ પણ વિવેક છે. વિવેકદૃષ્ટિ ખીલે તો સત્ત્વ પ્રગટે. વિવેકથી દુ:ખ પ્રકાશરૂપ બને, દુ:ખનુ મૂળ સમજાય, મૂળને કાપવા પ્રયત્ન પણ
કરાય.
દુનિયાના જડ કે ચેતન પદાર્થની અપેક્ષા તે જ દુ:ધનું મૂળ છે. અપેક્ષા રાખનારો ‘આંધળો’ છે. અધીરાઈતે મુશ્કેલીમાં મૂકે છે. અધૈર્યવાન ‘પાંગળો’ છે. આવેશ સારાસારનો વિવેક ભૂલાવે છે અને ‘પાગલ’ જેવો બને છે. તેમાં જો અધિકાર ભળે પછી શું બાકી રહે ! તારી દશા આવી નથી તેનો તું વિચાર કર અને તેનાથી
બચવા પ્રયત્ન કર.
૨-સાકર જેવા. સાકર દૂધમાં ભળે તો દૂધને સ્વાદીષ્ટ કરે. તેવા જીવો જ્યાં જાય ત્યાં વાતાવરણ સુધા, બધાને આનંદિત કરે.
૩-નદી જેવા. નદી સાગરમાં જાય અને સાગરમાં ભળી સાગર બની જાય. તેમ તેવા જીવો પરમાત્માની ભક્તિમાં એવા મળી-ભળી જાય કે ખુદ પરમાત્મા બની જાય.
આપણો નંબર શેમાં આવે તે આપણે વિચારવાનું જ્ઞાનિઓએ ત્રણ પ્રકારના જ્ઞાન કહ્યા છે, શ્રુત, ચિંતા, અને ભાવના. તેમાં શ્રુત જ્ઞાન શેરડી જેવું કહ્યુ ચિંતા જ્ઞાન શેરડીના રસ જેવું કહ્યું અને ભાવના જ્ઞાન શેરડીના રસના આસ્વાદ જેવું કહ્યું. આપણું જ્ઞાન કર્યા પ્રકારનું છે ! માત્ર ઉપર છલ્લુ, વાતોડિયું કે હૈયામાં પરિણામ પામી અમલમાં આવેલું ?
ore
નિર્માણક્ષો
* નિર્વાહલક્ષી ભ્રમણ છે.
* નિર્માણલક્ષી ગતિ છે.
* નિર્માણલક્ષી પ્રગતિ છે. * નિર્વાહલક્ષિતા પશુતા છે.
* નિર્માણલક્ષિતા પ્રાજ્ઞતા છે. * નિર્વાણલક્ષિતા પ્રબુદ્ધતા છે.