SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકીર્ણ ધર્મોપદેશ તેમાં પાપ નહિ’-એવું મારી પાસે બોલાવવા માગો છો પણ હું બોલવાનો નથી. હું તો ભગવાનનો ધર્મ મોક્ષ માટે જ કરાય તે વાતની ડીમ ડીમ પીટવાનો છું. દુ:ખમાં રિબા પણ પાપ ન કરે તેને સારો કહેવાય. પૈસો અને પૈસાથી મળતાં સુખ માટે પાપ ન કરે, જૂઠ ન બોલે, ચોરી ન કરે, અનીતિ-વિશ્વાસઘાત ન કરે તેને સારો કહેવાય! પૈસા માટે પાપ કરનારા તે પણ મજેથીદુર્ગતિમાં જાય કે સદ્ગતિમાં જાય ? દરિદ્રી પણ સંતોષી હોય તો તે દુર્ગતિમાં ન જાય! ખૂબ પૈસાવાળો પણ જો તે અસંતોષી હેય તો દુર્ગતિમાં જાય! તમને સંતોષ ગમે કે અસંતોષ ગમે ? પૈસાની જરૂર પડે તે ખરાબ લાગે કે સારું લાગે? કેટલા પૈસા મળે તો તમને સંતોષ થાય? શાસ્ત્ર લખ્યું, અતિ ઊના ઘીથી ચોપડેલરોટલી, સાંધા વગરનું વસ્ત્ર અને રહેવાની જગ્યા-આથી અધિક ઈચ્છે તેવો માર્ગાનુસારી જીવ પણ ધર્મથી પડે. સમજાય છે?આટલું તો તમારા બધા પાસે છે ને? તમને આજીવિકાનું સાધન હોવા છતાં ય અધિક પૈસો મેળવવાનું મન થાય તે ખરાબ લાગે સારું લાગે? શ્રી જૈનશાસન (અઠવાડીક) * વર્ષ : ૧૪ * અંક : ૪૮ * તા. ૧૭-:-૨૦૦૨ સાચા સુખી થવાનો બીજો એક પણ ઉપાય નથી અને મોક્ષ સિવાય આ સંસારમાં કશે સાચું સુખ પણ નથી તેથીજે આત્માઓ ભગવાનની આજ્ઞા મુજબ મોક્ષને માટે જ ધર્મ કરે છે, તેમણે મોક્ષ ન મળે ત્યાં સુધી સંસારમાં રહેવું પડે તો જે જરૂરી હોય તે બધું મળ્યા કરે છે. મોક્ષને માટે જ ધર્મ કરનારની બધી ચિંતા ધર્મ જ કરે છે. તેનો આ લોક પણ સારો હોય, જીવતાં ય સુખી હોય, મરતાં ર માધિમાં હોય, પરલોક પણ સુંદર બને અને થોડા જ કાળમાં મોક્ષને પામી જાય. દરેક ભવમાં ધર્મ ચૂકાય નહ, મોક્ષ સાધક ધર્મની આરાધના ચાલુ રહે તેવી સામગ્રી લ્યા કરે. જ્ઞાનિઓ કહે છે કે, આ સંસારના જેટલા સ્નેહી - સંબંધી છે તે બધા ભયરૂપ છે. માતા-પિતાદિીમાંડીને રાજા-મંત્રી આદિ પણ. સંસારના સુખનો-મોજ-જાદિનો જેટલો પ્રેમ હોય છે તેવો ધર્મનો પણ નથી હો તો. ‘ધર્મ જ કરવો જોઇએ’ તેવી તો રૂચિ પણ નથી. કદ ચ તે ધર્મ કરે તો પણ સ્વાર્થ માટે.તમારો જ સગો દીકરો ધર્મ કરતો હોય અને કામમાં આડે આવે તો ધર્મ કરવા દો ખરા ? ભણેલો છોકરો, વેપારાદિ કરતો બંધ થઈ જાય અને માત્ર ધર્મ કરતો થાય તો તે તમને ગમે ? તમને પણ બંધ કરવાનું કહે તો ગમે ? જીવ ધર્મ ન પામે ત્યાં સુધી તેને મગવાન સમજાતા નથી, આજ્ઞા સમજાતી નથી, આજ્ઞા મુજબ ધર્મ કરવાનું મન પણ થતું નથી. ન ધર્મની આડે આવનાર પિતાના દૃષ્ટાન્ત માં ભૃગુ પુરોહિતનું દૃષ્ટાન્ત જોઈ આવ્યા.માતાના દૃષ્ટા તમાં શ્રી વસ્વામિજી ભગવાનની માતાનું, શ્રી ચંદ્ર રાજાની માતાનું દૃષ્ટાન્ત જોઈ આવ્યા. હવે બ્રહ્મદત ચક્રીની માતા ચુલનીદેવીનું દષ્ટાન્ત કહે છે. બ્રહ્મદતચક્રીના પિતા શૂલ રોગથી અચાનક દેવલોક પામ્યા. મિત્ર રાજા બાલ એવા આ માટે મારી તો ભલામણ છે કે, તમે બધા જૈનકુળ અને જૈન જાતિમાં જન્મ્યા છો તો સાચા જૈન બની જાવ. પછી ધર્મની આડે આવનારાની વાતો કરું તો મજા આવશે. પછી તમને જ થશે કે, ધર્મમાં કોઈને ય અંતરાય કરવો નહિ. આપણે ધર્મ સમજ્યા નહિ તે ભૂલ કરી. તમે સાધુ નથી થયા પણ તમારા છોકરા સાધુ થયા વિના ન રહી જાય તેની ચિંતા છે ખરી ? છોકરા સાધુન થાય તો સાધુ થવાની શક્તિ આવે માટે શ્રાવકપણાના વ્રત વિના પણ રહી જાય તે પસંદ પડે ખરું? આપણને બધાને સામગ્રી સારી મલી છે તેમ છતાં ય જો આપણે દુર્ગતિમાં જઈએતે આપણી ભૂલના પ્રતાપે. આપણા ખોટાપણાના પ્રતાપે માટે શાણા થઈ જાવ વિશેષ અવસરે. n અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માના શાસનના પરમામને પામેલા શાસ્ત્રકાર પરમર્ષિ આચાર્ય ભગવંત શ્રી મુનિસુંદરસૂરીશ્વરજી મહારાજા ફરમાવી રહ્યા છે કે - જેણે સમ્યગ્દર્શન પેદા થઈ ગયું છે. જેની સમજમાં આવી ગયું છે કે, ધર્મની આરાધના પણ મોક્ષની સાધના માટે જ કરવાની છે, ધર્મની આરાધના સિવાય, આ જગતમાં બ્રહ્મદતનું રક્ષણ કરે છે. ચુલની તે રાજાની સાથે અનાચાર સેવવા લાગી. બ્રહ્મદતને ખબર પડી ગઈ કે, મ રી માતા ખરાબ આચરણ કરે છે. તે બેને કહે છે કે - હું તમને બેને મારી નાખ્યા વિના રહીશ નહિ. તેથી તે રાજા ચુલનીને કહે છે કે, હવે આપણો જીવ જોખમમાં છે માટે આને મારી નાખવો જોઈએ. તે વખતે ચુલની કહે કે -આ તો મારો જ દીકરો છે, રાજયને લાયક છે, શીરીતે મારી નાખું. રાજા કહે કે-મારા થકી પણ તને અન્ય પુત્રો થશે. મોહાંથ બનેલી એવી તે પોતાના દીકરાને મારી નાખવા co
SR No.537266
Book TitleJain Shasan 2001 2002 Book 14 Ank 19 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2001
Total Pages300
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy