SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ ન પૂજામૂલં ગુરોક્રમ: -પૂ. સા. શ્રી અનંતગુણાશ્રીજી મ. ભવસાગરમાં ભમતાએવા મને આપસમાનતારક ગુરુદેવમલ્યા, આપની છત્રછાયામાં કિલ્લોલ કરતાં અમો આરાધનામાં આગળ વધતાં હતા પણ કાળ અમારું સૌભાગ જોઈનશો અને આપનો વિરહથયો.સ્થૂલદેહે ભલેઅપવિદ્યમાન નથીપણસ્મરણદેહેતોઆપ અમારા શ્વાસોશ્વાસમાં વિદ્યમાન છો. આપની યાદીનયનોને ભીંજાઈ જાય છે. આપની યાદી અમારા મનમાં જેતાજની ઉમંગ-ઉત્સાહભરે છે, આપે આત્માની આપેલી સાચી મૂડીરયમૈકનિષ્ઠતા તેનું તો જીવની જેમ જતન કરું છું. આપની પાસે એક જ યાચના છે કે આપના ચરણોની સેવાભવોભવ મળે. આપના પ્રત્યે એવી ભક્તિ કરું જેથી આપની અનરાધારકપાના બળે હું ભવસાગર તરી જાઉં, મારોખા સંસારવાસ છૂટી જાય. જ કલ્પવૃક્ષ તો બહુ બહુ તો ભૌતિક સુખ-સામગ્રી જ આપે પણ આત્મિકગુણ સંપતિ-સમૃદ્ધિ તો આપજેવા તારક પાસેથી જ મળે. આપના ચરણોની સેવાથી મારે ( ઈચ્છાપૂર્તિ કઈચ્છાતૃપ્તિનથી કરવી પણ મારી મૂચ્છની મુક્તિ કરવી છે, પરિગ્રહ સંજ્ઞાથી બચવું છે, સર્વસંગનો જ સાચીયાગ કરવો છે. સંસારનો રસ અનંતકાળથી પીધો પણ તૃપ્ત ન થયો. હે ગુરુ મૈયા! મને હવે બધા રસોનો રાજા ઉપશમરસ તેનું આકંઠપાન કરાવો જેથી હું પણ અમૃતમય બની જાઉં. કષાયની પકડમાંથી મુક્ત થઈ ઉપમરસની મહેફિલ માણવાનું સૌભાગ્ય મળે. આ સંસારમાં ભમતાએવા મેંભવોભવઘણા પાત્રો-વાસણ આ વાપર્યા પણ હવે મારામાં એવી પાત્રતા પેદા કરવી છે.જેથી મારા આત્માની સાચી પાત્રતા વિકાસ પામે, ખીર કે સંયમ જીવન સુંદરઆરાધનાથી મધમધતું બની જાય પ્રમાદરૂપી ચોરો મારા પ્રાપ્ત આત્મધન-વૈભવને લુંટી નnય તેવી જાગૃતિ આપ. આપના શ્રીમુખે કરેલ જિનવાણીરૂપ અમૃતનાઓડકાર મારામાં એવું બળ આપે જેથી મારા કષાયો ભાગી જાય, મોહતો સરકર ના સિંહ જેવો પાળતુ કૂતરો બની જાય. જડતા-વક્રતા છે દૂર જ ચાલ્યા જાય. આપના સુપરિચયે મને સંસારના સ્વરૂપનું જે જ્ઞાન થયું, અજ્ઞાન અંધકારનું ભાન થયું, તે પાપનારે પછી મેં જે દુર્ગતિના સંતાપો અનુભવ્યા તેના થી બચવું છે. તે માટે આપ સૂર્ય જેવા બની મારા જીવનમાં સમ્યક-જ્ઞાનનો પ્રકાશ પાથરો, મારા મોહ તિમિરને હટાવો, કષાયોથી બચાવી, વિષયોથી વિરા પમાડી, મોક્ષમાર્ગમાં મારું અવિહડ પ્રયાણ બન્યું રહે તેવા આશીર્વાદ વરસાવજો. આપ મારા અંતરના અવાવરૂ જ ઓરડામાં દીપક બની અનાદિના અજ્ઞાન અંધકારને દૂર છે કરી અંતરને અજવાળનારાબનો જેથી હવે હું માર્ગભ્રષ્ટ 1 કે માર્ગવિમુખ ન બનું. આજ સુધી “અના” બની અવળી ચાલે’ચાલ્યો, માન-સન્માનમાં કુલાનાજી દેડકા જીવા બની મેંકષાયની વરમાળા પહેરીકષાયાને પોણા પણ મારો ઉદ્ધારન થયો. આપના પસાયે હવે તો મને લગની લાગી છે મુક્તિ કન્યાની વરમાળાની, મુક્તિ મહેલે પહોંચી મુક્તિ સુંદરીને વરવાની. તે માટે જરૂર છે આપના આશિષની અમીરાતની. આપ દૂર-સુદૂથી એવી આશિષની હેલી વરસાવો જેથી મારા જીવનમાં પણ એવું મંગલ પ્રભાત ઉગેજેથી આજ સુધી આપની પાસે શ્રવણ કરેલી જિનવાણીનો પરમાર્થ મારારોમેરોમમ પરિણામ પામે અને સાડાત્રણ કરોડ રૂંવાડામાંથી બા જ્ઞાનો અપ્રતિહત અનાહતનાદનીકળે અને એવી પા યવંતીપળ મારા જીવનમાં આવી જાય કે ભવોભવના કોભાંગીને ભુકકો થઈ જાય અને આપની અંતરની આર ઝૂને સફળ કરનાર બનું તેજ મારી અભ્યર્થના!
SR No.537266
Book TitleJain Shasan 2001 2002 Book 14 Ank 19 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2001
Total Pages300
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy