SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ 骆驼驼驼驼驼驼驼 ચેત, ચે, ચેતન ! તું ચેત ! છઠ્ઠું શ્રી જૈનશાસન (અઠવાડીક) ૭ વર્ષ : ૧૪ ૭ અંક ૪૬ ૭ તા. ૨૦-૮-૨૦૦૨ જ પ્યાદા બને છે. માટે જો ગંભીરતા મેળવવી છેતો તેનો રસ્તો પણ જ્ઞાનિઓએ બતાવ્યો કે- ઉદાર અને વિવેકી બનો, ધીરતાથી સમજવાનો પ્રયત્ન કરો અને બધું પચાવતા શીખો. આ સ્થિતિ ત્યારે પેદા થાય જે જીવ પહેલા પોતાના જ દોષ જોતાં શીખે અને બીજા માટે દૃષ્ટિ દોષ અને દોષ દૃષ્ટિનો ત્યાગ કરે. ગુણાનુરાગિતા કેળવે. જ્યારે આજે દોષ છૂપાવવાની હોડ ચાલે છે, દોષિત છતાં નિર્દોષ દેખાવાનું અને ગુ ગી તરીકે પૂજાવાનું ઘણું મન છે. તેથી જ પરનિન્દા અને આત્મશ્લાધા તેના પર ચઢી તેને વિવેકહીન, ક્ષુદ્ર, છીછરો, અગંભીર બનાવે છે. આમાંથી જેટલા બ શું તેમાં જ આપણા સૌનું સાચું કલ્યાણ છે. સુજ્ઞેયુ કિં બહૂના? Bo 50 | આપણામાં કાંઇ ફેર ખરો ? કદાચ ઉકરડાને કે તેની દુર્ગંધને દૂર કરીશું પણ આપણા મનની ! મ્યુનિસિપાલીટી જો બે-ચાર દિવસ કચરો ન ઉપાડે તો તેની ફરિયાદ કરનારા આપણે આપણા મનની ગંદકી, સડેલા વિચારો, પરનિંદાની ચળ, સ્વશ્લાધાની આતુરતાને દૂર કરવા કોઇને ફરિયાદ કરી ? પારકાના નાના દોષોને જોવા આપણી નજર બાજ જેવી છે અને આપણા મોટા.... ! ઘણાને નિંદા કર્યા કે સાંભળ્યા વિના વું ભાવે તો નહિ પણ ખાધેલું પચે પણ નહિ. આવી ની દશા હોય તેની વાણી અને વર્તન દંભમય બને તેમાં પણ કાંઇનવાઇ ખરી ? આ દર્દ આત્માની ગંભીરતાનો અભાવ સૂચવે છે અને વાસ્તવમાં ગંભીર પણ છે. રક્તપિત્તિયા ચેપી રોગોને વટલાવે તેવું છે. ૐ ભીરતા તો આત્માનો સદ્ગુણ છે. ખરેખર ગંભીર તે જ કહેવાય જે બીજાના બધા દોષો-દુર્ગુણોઅપલક્ષણો-ખામીઓ જાણતો હોય તો પણ તેના હોઠ ક્યારેય ફ ફંડે નહિ પણ મૂંગો હોય, આંખ પરાયા દોષ જોવા આતુર ન હોય પણ આંધળી હોય, કાન બીજાના દોષ સાં મળવા સરવા ન હોય પણ બહેરા હોય. દોષ નજરે નિહાળે કે કાનથી સાંભળે તો ય મુખથી ક્યારેય ઉચ્ચારે નહિ. આપણે બધા પણ ‘સાગરવર ગંભીરા’ છીએ પણ આપણા દોષ માટે, હોને, નહિ કે પાછા ગુણગાન માટે ! ક્યારેક કોઇ દોષિતને બચાવવા કે બીજાઓ ને તે દોષિતથી બચાવવા તેના દોષને જણાવવા પડે તો તેમાં નિન્દારસિકતા ન હોય પણ હિતબુદ્ધિ હોય. શ્રી ઉત્તર ધ્યયન સૂત્રમાં પણ કહ્યું કે- ‘‘બીજાને ઉતારી પાડવા, ખરાબ ચીતરવા, હલકા બતાવવા, નીચા જોવરાવવા, જે કાંઇ પ્રવૃત્તિ કરાય તે બધી નિન્દા કહેવાય. અને સામી વ્યક્તિના હિતના માટે કદાચ કડક શબ્દો કે કઠોરતા બતાવાય તે નિન્દા ન કહેવાય.'' અનધિકારી આત્માઓ શિયાળના શરીર પર સિંહનું ચામડું ઓઢી આવી ચેષ્ટા કરવા જાય તો માર જ ખાય, સામાનું અહિત જ થાય. વાસ્તવમાં તો તેઓ નિન્દાના *જેના આત્મા ઉપરથી મોહનો અધિકાર ઊઠે તે આત્મા ‘અધ્યાત્મ’ ને પામે. આવા અધ્યાત્મ વેદી એ આપણા સૌના ભલા માટે, આપણા આત્માનીમોલ્બી નિદ્રાને ઉડાડવા અધ્યાત્મપદો બનાવ્યા છે. તેવા એક પરમહિતૈષી પુણ્યાત્મા ફરમાવે છે કે- રે નર ! ગ સપને કી માયા’. ખરેખર જો શાંતિથી વિચારીશું તો આ જ વાસ્તવિક નગ્ન સત્ય લાગશે. સ્વપ્નમાં ગમે તેટ્લા રાચીએ-માચીએ પણ આંખ ખૂલે ત્યાં તેમ જેઓ મત્ર સ્વપ્નોના સોદાગર બને તેઓ વાસ્તવિકતાથી દૂર રહે છે. સોહામણા સ્વપ્નોનું રંગીન આકાશ અનંતુ ભલે હોય પણ વાસ્તવિકતાની ધરતી તો બે પગ જ અનુભવે છે. જગતના પદાર્થોની માયા-મમતા-મૂર્છા ઉતારા આ વિચાર ખૂબ જ જરૂરી છે. મોહ-માયા-મમતામાં મૂંઝાઇ, મારું-તારું કરી આપણા આત્માએ આજસુધી મેળવ્યું કેટલું અને ગુમાવ્યું કેટલું ? તટસ્થતાથી વિચારીશું તો લાગશે કે માત્ર વૈર-વિરોધ, વૈમનસ્ય અને સંસારની વણથંભી રઝળપાટ ખરીદી !' ચીજ-વસ્તુની જરૂર પડવી તે વાત અલગ છે અને તેમાં મારાપણાની જ બુદ્ધિમાની મોહ-મમતા કરવી તે વાત અલગ છે. જરૂર તો ધૂળની પણ પડે તો તેને તિજોરીમાં ન ઘલાય | 933 DOO બે એરિ
SR No.537266
Book TitleJain Shasan 2001 2002 Book 14 Ank 19 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2001
Total Pages300
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy