________________
‘ન્દ્રિયાનાં ખયે શૂર:I
શ્રી જૈનશાસન (અઠવાડÔક) ૭ વર્ષ : ૧૪
અંક૪૪
3ન્દ્રિયાનાં ખયે શૂરઃ ।'
- પૂ. મુ. શ્રી પ્રશાન્ત દર્શન વિજયજી મ.
ભાગ : ૧લો
અનં ોપકારી શ્રી તીર્થંકર પરમાત્માના શાસનના પરમાર્થને ૫ મેલા મહાપુરૂષો મહામૂલા આ માનવભવને સફળ બનાવા અનેક પ્રકારના હિતોપદેશો આપે છે. તેમાંનો એક છે- ‘ઇન્દ્રિયોનો જય કરો’. ‘ઇન્દ્રિયોની આધીનતા એ અનાચાર અને અધ:પતનનો માર્ગ છે. ઇન્દ્રિયોનો જય એ સદાચાર અને ઉન્નતિનો માર્ગ છે. ‘ઇન્દ્રિયોનો સંયમ એ સદ્ગતિનો રસ્તો અને ઇન્દ્રિયોનો અસંયમ એ દુર્ગતિનો રસ્તો’- તારે જે રસ્તે જવું ત્યાં જા ! મહાપુરૂષો તો માર્ગદર્શક પાટીયાની જેમ માર્ગ બતાવે તે માર્ગે ચાલવું તો આપણે પણ જ પડે. ન ચાલીએ તો ઇષ્ટ સ્થાને કઇ રીતના પહોંચાય ? જ્ઞાનિઓ ઇન્દ્રિયોને મોહની દૂતી પણ કહી છે. દુષ્કરમાં દુષ્કર કામ હોય તો ઇન્દ્રિયોનો જય કરવો તે તેના પર થોડી પ્રાસાંગિક વિચારણા કરવી છે.
મોક્ષમાર્ગદર્શક આસ્તિક એવાં બધાં દર્શનો આ બાબતમાં એકમતી છે, એક અવાજવાળા છે. કહેવાની રીત જુદી હશે પણ દૃષ્ટિ તો અંતે ઇન્દ્રિયોના જયની છે.
મહા મારતમાં એક સ્થળે કહેવાયું છે કે
न रण विजयारो ऽध्ययनान्न पण्डि: । न वक्ता वा यटुत्वेन, न दाता चार्थदानतः ॥ १ ॥ इन्द्रियाण जये शूरो, धर्मं चरति पण्डित: । તિપ્રાયો મિર્વhા, વાતા સન્માનવાનત: IIII ભાવાર્થ: યુદ્ધમાં જય પામવાથી શૂર ગણાતો નથી, માત્રશાસ્ત્ર ભણવાથી પંડિત બનાતું નથી, વ્યાખ્યાન સભાને ગઠવવાથી માત્ર વાણીની પટુતા બતાવવાથી વક્રતા બનાતું નથી અને ધનનું દાન દેવા માત્રથી દાતા થવાતું નથી.
.
ઇન્દ્રિયોને જે જીતે છે તે જ સાચો શૂરવીર છે, ધર્મને જે નિષ્કામ ભાવે આચરે છે તે જ સાચો પંડિત
તા. ૧૩-૮-૨૦૨
છે, જે સ્વ-પર હિતકર વચનો ને કહે છે તે વક્તા છે અને જે બીજાઓને યોગ્યતા પ્રમાણે આદર-સત્કારસન્માનાદિ આપે છે તે સાચો દાતા છે.
દુનિયામાં પણ પ્રત્યક્ષ દેખાય છે કે, ‘વીર ચક્ર’ ‘મહાવીર ચક્ર’ ના સુવર્ણના ચંદ્રકોના’ ધારક શૂરવીરો પણ અબળા આગળ કેવા નબળા થઇ જાય છે તેના કટાક્ષથી કેવા વીંધાય છે તેના હાસ્યાદિમાં કેવા મૂંઝાય છે અને શું શું નથી કરતા તે જ નવાઇ !
આપણે ત્યાં પણ કહેવાયું છે કે
"सुचिय सूरो सो चेव, पंडिओतंपसंसिमो निच्चं इंदियचोरेहिं सया, न लुंटियं जस्स चरणधणं ॥ ભાવાર્થ: તેજ સાચો શૂરવીર છે, તે જ વાસ્તવમાં પંડિત છે અને તેની જ અમે નિત્ય પ્રશંસા કરીએ છીએ જેનું ચારિત્રરૂપી ધન, ઇન્દ્રિયો રૂપી ચોરો વડે લુંટાયું નથી.
વાસ્તવમાં સન્માન ચંદ્રકને પામવાને લાયક હોય તો તે પુણ્યાત્માઓ છે. સાચી શૂરવીરતા કે પંડિતાઇ પણ ઇન્દ્રિયોના વિકારોમાં વશ થવામાં નથી પણ તેને જીતવામાં છે. તે જ સાચો મનનો માલિક છે, બીજ બધા તો મનના ગુલામ છે. ઇન્દ્રિયો જે જે ખાવા-પીવા, પહેરવા-ઓઢવા, સ્પર્શવા, સૂંઘવા, જોવા, સાંભળવ માગે તે તે માટે પ્રવૃત્તિ કરે તે બધા ગુલામ કહેવાય ઇન્દ્રિયોનો વિજેતા સાચો પ્રશંસનીય છે. ઇન્દ્રિયોન ગુલામની પ્રશંસા તો સ્વ-પરના હિતની ધાતક છે. દુનિયાને ઉન્માર્ગે લઇ જનારા છે. અને ઇન્દ્રિયોને બહેકાવનારી છે. પછીનું પરિણામ આપણી આંખસામે છે. આજે ઇન્દ્રિયોની પાછળ બહુ બનેલા, પાગલ બનેલાના કારસ્તાનો મોટા મોટા અક્ષરોમાં વાંચવામાં જોવામાં આવે છે. માટે જ જ્ઞાનિઓ કહે છે કે(અનુ. પાના નં. ૭૧૨ પર
૭૦૧