________________
શ્રી જૈન શાસન (અઠવાડીક) તા. ૩૦-૭-૨૦૦૨, મંગળવાર
પરિમલ
- સ્વ. પ. પૂ. આચાર્યદેવેશ શ્રીમદ્ામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા
* આજે અમે તમારા જેવા શ્રોતાઓની આગળ વ્યાખ્યાન તો કરીએ છીએ, પણ અમારે બહુ સાચવી-સાચવીને બોલવું પડે છે. અમને એમ થાય છે કે, તે ભગવાન ! જે લોકોમાં જિજ્ઞાસા નથી, એવાની સાથે બેસીને અમારે વ્યાખ્યાન કરવાનું ક્યાં આવ્યું ? પરંતુ પાછું ભગવાનનું વચન યાદ આવી જાય છે કે, શ્રોતાને લાભ થાય કે ન થાય, પરંતુ હિતબુદ્ધિથી પ્રભુ આજ્ઞા મુજબ બોલનારને તો એકાંતે લાભ જ છે. ઘણામાંથી એકાદ પણ પામી જાય, તો અમારી મહેનત સફળ ! એવી આશાએ અમે વ્યાખ્યાન કરીએ છીએ.
* આજે ભણતર વધ્યું છે, એવી ડંફાસ બહુ હાંક્વામાં આવે છે. ડીગ્રીધારીઓનો તો આજે રાફડો ફાટ્યો છે, પણ એ ભણતરનું પરિણામ શું ? આ સભામાં બેઠેલો કોઇ પણ બાપ છાતી ઠોકીને એવું કહી શકે એમ છે કે ‘મારા ભણાવેલા દીકરામાં મને પૂરો વિશ્વાસ છે ! કોઇ પણ ભૌતિક સ્વાર્થ ખાતર મારો દીકરો મારી સામે કોઇ કાળે થાય એમ નથી ! આવી ખાતરી આપનારો કોઈ બાપ આ સભામાં હોય, તો મારે એના દર્શન (!) કરવા છે, અને જે ન હોય, તો મારે કહેવું પડે કે, ધૂળ પડી આજના ભણતરમાં!'
* જીવતા રહીને પણ જેને ધર્મ જ કરવાની ભાવના હોય, એ જીવવા માટે એવું તો કઇકરે જનહિ ને કે જેથી ધર્મ લાજે ! ધર્મ નિંદાય, એવા ઉપાય અને માવીને જીવવા કરતા ધર્મ ન નિંદાય, એ માટે સમાધિથી અનશન કરી દેવું, એ એને વધુ ઉચિત
જાગોય.
રજી. નં. GR J ૪૧૫
-
Ο
* કાયદાની કલમનો આધાર લીધા વિના આજે મોટામાં મોટો ગણાતો બેરીસ્ટર પણ કોઇ વાત કરતો નથી. કોર્ટમાં બધા કેસો કાયદાના આધારે જ ચાલે છે. આજના ખરાબ કાળમાં પણ ચોપડા અને લ ખાણના આધારે જ દુનિયાનો બધો વ્યવહાર ચાલી હ્યો છે. પરંતુ ફકત ધર્મની જ વાતમાં અમને શાસ્ત્રોને આધા મૂકવાની સલાહ અપાઇ રહી છે. ભગવાનની આજ્ઞાને ઉડાવી દેનારી આ સલાહ તો સત્યનાશ નોતરે મેવી છે. આજે સરકાર પણ ટોળાંશાહીને આગળ કરી રહી છે, તો તેના ખરાબ પરિણામ નજરે દેખાઇ રહ્યા છે. ટોળું કહે તેમ કદી ન કરાય. ટોળું ગધેડાને હાથી જાહેર કરે, તો એની પર સવારી કરશો ? જગતમાં ભલે ક્યાંક ટોળાશાહીનો અન્યાય ચાલી રહ્યો હોય, પરં ધર્મમાં તો આવી ટોળાંશાહી કદીજનનભી શકે.
* પોતાના ઘરમાં કોઇ ઘૂસી ન જાય, એની ભારે તકેદારી રાખનારાં કેટલાક લોકો આજે ભ વાનનાં સંઘમાં બધાને ઘાલવાની વાતો કરીને એક ના અને સમભાવની સૂફિયાણી સલાહ આપી રહ્યા છે. મગવાન જેવા ભગવાને પણ ‘સવિ જીવ કરું શાસન રસી’ની ભાવના ભાવવા છતાં પોતાના ચતુર્વિધ સંઘમાં ગણ્યા-ગાંઠ્યા માણસોને જ સ્થાન ાપ્યું. અબજો લોકોને જતા કરીને એ તારકે લાખોને જ સંઘમાં ભેળવ્યા. એ ભગવાન કરતાં ય આજના પા લો વધુ વિશાળ દિલ (!) ધરાવનારા નીકળ્યા છે. પણ એ નામદારો પાછા પોતાના ઘરમાં તો કોઇને ઘાલવા માંગતાજનથી.
જૈન શાસન અઠવાડિક ૭ માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) C/o. શ્રુતજ્ઞાન ભવન, ૪૫, દિગ્વિજય પ્લોટ, જામનગર વતી
તંત્રી, મુદ્રક, પ્રકાશક : ભરત એસ. મહેતાએ – ગેલેકસી ક્રિએશનમાંથી
છાપીને રાજકોટથી પ્રસિદ્ધ કર્યું.