________________
ZZ ZZZZZZZZZZZZZZ
ચેત, ચેત, ચેતન તું ચેત!
શ્રી જૈનશાસન (અઠવાડીક)
પણ અંતે તો તેનીરાખ જ થવાની છે. ‘કાયા રાખ સમાન રે, એ ઋદ્ધિ અથિર નિદાન રે ? અને તારે દુર્ગતિના ખાડામાં પડવું પડશે. તો હજી પણ ચેતી જા...ચેતી જા... સાધી લે. નહિ તો પોક મૂકતાં, પસ્તાવા છતાં તને કોઇ બચાવશે નહિ.
મારા પ્યારા ચેતનજી ! જન્મ્યા પછી આજ સુધી તમે શું કર્યું ? ક્યા ક્યા સ્વપ્નોની હારમાલા સજાવી. શું ગ્રહણ કર્યું, શું ત્યાનું અને શું જાણ્યું ? માત્ર મોજ માઓ, ખાવા-પીવા-પહેરવા-ઓઢવાના અમન ચયનો, મહેફીલો-પાર્ટીઓમાંથી તું ઊંચો ન આવ્યો ! પણ તમે જાણતા નથી કે મોહનો મોટો મોહક હિંડોળો છે જે તને સુખ-દુ:ખની મીઠી-કડવી છાંયાઓમાં મૂંઝાવી ક્યાંય નાખી આવશે કે તમો શોધ્યા પણ નહિ ડો. અનિચ્છાએ પણ ઇષ્ટ વિયોગ અને અનિષ્ટ સંયોગ કરાવી તમને તડપતા જોઇ તાબોટા પાડશે. જમાનાનો કેફ એવો ચઢાવશે કે તમો સન્માર્ગથી વ્યુતપતિત થશો. મતિથી ભ્રષ્ટ થશો અને માર્ગ વિભ્રૂણો બનાવી ચારે બાજુ ભમાવર્શે. માટે હજી પણ ચેતો તો સારું છે... બાકી ભાવિ અંધારું છે... !
મારા પ્રાણ પ્યારા આતમરાજ ! માંડ માંડ દશ દર દૃષ્ટાંતે દુર્લભ એવો આ મનુષ્યભવ મલ્યો છે તો હવે મોહનિદ્રાને ઉડાડો... ધર્મરાજાને શરણે જાઓ... કામવિલૢતા અને વિષયાભિલાષિતાની આંધીમાં અવાવ નહિ. તત્ત્વની જ્યોતિ પ્રગટાવો. અજ્ઞાનના અંધારાને દૂર કરો. મોહના અંધાપાને તિલાંજલિ આપો. આત્માના અનુપમ ખજાનાને નજરે નિહાળો. આત્માનું સાચું નૂર અને શૂર પ્રગટાવો. શહેનશાહોનો પણ શહેનશાહ તું આવી કારમી કંગાલિયતમાં કેમ મૂંઝાય છે ? તારી જાતને જો કેવા કિંમતી અલભ્ય ગુણરત્નોથી ભરેલી છે. પણ મોહની મતિથી તું સાવ જ દૃષ્ટિહીન બન્યો છે. અને દુનિયાની ગુલામી કરે છે ? તારી ગુલામી સ્વીકારવા દેવો અને દેવેન્દ્રો તૈયાર છે. પણ તું તારી
વર્ષ: ૧૪ * અંક૪૨ * તા. ૩૦-૭-૨૦૦૨ દૃષ્ટિ બદલ, તારી દિશા ફેરવ પછી જો તું આશા-તૃષ્ણા, લાલસા-વૃદ્ધિ-આસક્તિ-લોભનો દરિયો ક્ષણવારમાં તરી જઇશ. સામે કિનારે મુક્તિ વધુ સ્વયંવર નાલા લઇ તારી તહેનાતમાં હાજર છે. તો આ જીવન ને સફળસાર્થક કર. જેથી પુનરપિ જન્મ-મરણના ફેરા ન ફરવા પડે, કર્મના નાચ ન નાચવા પડે, ચોર્યાશીના ચક્કરમાં ન અટવાયા કરવું પડે. વિરહની વેદનામા ન ઝૂરવું પડે. તો હજી પણ તું ચેત... ચેત... મા મૂંઝ વ... !
મારા કામણગારા કંથજી ! વિષયોની વૈષમતા, કષાયોની કાલીમતા-કઠોરતા સ્વરૂપ સંસારમાં જરા પણ ન રાચો ન માચો ! આ સંસાર સ્વાર્થનો સપ્નો છે. હું કોઇનો નથી, કોઇ મારું નથી, મારું-મારું કરી ન મરો. ‘ન કોઇ કોઇનો સંસાર રે, સ્વારથિયો પરિવાર રે.' તમારા વિના એક ક્ષણ પણ નહિ રહી શકું કહેનારા પણ ગયા. ‘વાલેશર વિના એક ઘડી નહિ સોહાતું લગાર રે, તે વિણ જનનારો વહી ગયો, નહિ કાગળ-સમાચારરે.’ તેને પણ સૌ ભૂલી ગયા. કુડ-કપટ, માયાથી ભરેલો આ સ્વાર્થમય સંસાર છે. જીવનની દોરી ક્યારે તૂટી જશે તે ખબર નથી. જોત જોતામાં જીવનનો ખેલ ખતમ થઇ જશે અને ક્યાં ગયા તેનો પત્તો પણ નહિ લ ગે. માટે જલ્દી ચેતીજા. આ દેહ અશુચિમાંથી પેદા થયો છે, અશુચિથી ભરેલો છે અને અશુચિમય આ દેહની અશુચિમાં ન રાચ. તને ખબર નથી કે દુનિયાની ફેકટરીનો કાચો માલ જોવો પણ ગમતો નથી પણ તેનું પ્રોડકશન-ઉત્પાદન આંખે ઉડીને વળગે છે. જ્યારે આ કાયાનું કારખાનું સુંદર-મનોહર પદાર્થોને અ રોગે છે. અને તેનું પરિણામ અંતે અશુચિમાં આવે છે છતાં તું તેમાં કેમ મૂંઝાય છે ? અશુચિ શરીર પર લાગે તો તું પાણીથી સાફ કરે છે અને દેહની અશુચિને રમાડવામાં પાગલ બને છે. સુંદર રૂપ-રંગ પાછળ તારી હાલત
તું
|
કઇ થાય છે ? તેનાથી બચવા તારા જીવનને જિનાજ્ઞાથી સુવાચિત કરી દે. દાવાનલ રૂપ સંસારમાં બરવા તારા માટેશ્રી જિનરાજ જ શરણ છે. ‘શ્રી જિનરા ને શરણે અનુ. પાના નં. ૬૯૧ પર
૬૮૯