SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ ગુરૂની ચરણસેવા ગતાર્કથી ચાલુ... પછી રાજાએ મુનિ-વેશધારી પુરુષોને ત્યાં મોકલા. તેઓ અનાર્યોને આ પ્રમાણે કહેવા લાગ્યા કે- ‘તમારે અમને આ બેંતાલીશ દોષોથી રહિતવસ્ત્રઅન્ન અને પાન આપવું. એ દોષો તમે બરાબર ધારી રાખજો. એમ કશો તો સ્વામી તમારા પર પ્રસન્ન થશે. નહિ તો તે કોપષ્ટમાન થશે.’ આથી તે અનાર્યો પણ તે પ્રમાણે કરવા વાગ્યા. એ પ્રમાણેતેમને યતિજનોના આચારમાં કુશળ બનાવ્યા પછી સંપ્રતિરાજાએ આર્યસુહસ્તી મહારાજને વિજ્ઞપ્તિ કરી કે - હે ભગવન ? મુનિઓ અનાર્મીમાં કેમ વિચરતા નથી ?'' ગુરુ બોલ્યા - ‘તેમનામાં અજ્ઞાનતા હોવાથી જ્ઞાનાદિ ગુણો વૃધ્ધિ પામી શકતા નથી.' રાજાએ કહ્યું કે હે ભગવન્ ? અનાર્થીમાં પગ મુનિઓને મોક્લો.' ત્યારે ગુરુએ આંધ્ર અને દ્રવિડ પ્રમુખ દેશોમાં સાધુઓને મોક્લ્યા. તેઅનાર્યો મુનિઓને જોઇ ‘આ રાજાના સુભટો છે.’ એમ માનતા તેઓ પૂર્વાક્ત શિખામણ પ્રમાણેતેમને ભક્ત પાનાદિક આપવા લાગ્યા. પછી મુનિઓએ આવીને ગુરૂ મહારાજને જણાવ્યું કે- ‘સંપ્રતિ રાજાએ પોતાની શક્તિથી અનાર્યોના દેશને પણ યતિજનોને વિચરવા યોગ્ય બનાવી દીધા છે. વે પૂર્વભવને યાદ કરતાં સંપ્રતિ રાજાએ નગરીમાં દાનશાળાઓ કાવી. તેમાં સ્વપરની અપેક્ષા વિના લોકો શ્રેષ્ઠ ભોજન પામી શક્તા હતા. તેમાં જે કાંઇ ભોજન વધતું, તે રસોયા લઇ જતા હતા. ત્યારે રાજાએ તેમને કહ્યું કે ‘તમે વધેલ ભોજન બધું સાધુઓને આપજો. તે બદલ હું તમને દ્રવ્ય આપીશ, એટલે તે રસોયા વધેલ ભોજન સાધુઓને આપવા લાગ્યા. તેમજ કંદોઇ અને વણિકોને રાજાએ આ પ્રમાણે સુચના આપી કે- ‘તમે માંડા, મોદક, ઘી વસ્ત્રાદિક સાધુઓને આપજો. તેનું મૂલ્ય તમને આપીશ.’આથી તે લોકો પણ સાધુઓને પ્રેષક: પૂ. સાધ્વીશ્રીસુવર્ણપ્રભાશ્રીજીમ. દરેક વસ્તુ મુક્ત હાથે આપવા લાગ્યા. આ બધું આર્યહસ્તી જાણતાં છતાં તેરાજાના શિષ્યપણાને લીધે બહું સહન કરતા હતા. એટલે આર્યમહાગિરિએ તમને કહ્યું કે- ‘હે સુહસ્તી ! આ બધું તમે રાજાનું ભકા કેમ ગ્રહણ કરો છો ? સુહસ્તી બોલ્યા- ‘હેમુનીન્દ્ર! એમાં અશુધ્ધ શું છે ? કેમકે રાજાના અનુવર્તનથી આ લોકો આહારાદિ આપે છે.’ એટલે ‘આ તો માયાવી લાગે છે’ એમ સમજી કોપાયમાન થતા મહાગિરિ બો યા કે આજથી તમે મારા સંભોગી નથી. કારણ કેસરખા બોની સાથે સંગ ઉચિત કહેલ છે.’ ત્યારે બાળકની, જેમ ભયભ્રાંત થતા સુહસ્તી મહાગિરિને કહેવા લાગ્યા કે હે ભગવન્! એ મારો દોષ ક્ષમા કરો. હવે ફરીવાર એમ નહિ કરૂં. ’” મહ ગિરિ બોલ્યા- ‘એમાં તમારો દોષ નથી. કારણ કે વીર • ગવંત કહી ગયા છે કે ‘“સ્ફુલિભદ્ર પછી મારા તીર્થમાંસ ધુઓ ગુણોલ્કર્ષથી યતિત થશે.’ એ કથન સત્ય થયું.' એમ કહી તેમને ‘અસંભોગમાં રાખીને આર્ય મહ ગિરિ ઉજ્જ્વર્યાનથી નીકળીને ગજપદ તીર્થમાં ગય . ત્યાં અનશન-વિધિથી શરીરનો ત્યાગ કરીનેસ્વર્ગેગયું અને અનુòનિર્વાણ-સુખને પણ પામ્યા. -કુમારપાલ પ્રબોધતાંથી જ્ઞાનાચાર એ ખોરાક છે. દર્શનાચાર એ પાચન શક્તિ છે, ચારિત્રાચારએ લોહી છે. તપાચાર એ ઓજસ છે. વીર્યાચાર એ હાડકાં આદિને મજબૂત બનાવે છે. આત્મિક/સાત્ત્વિક/તાત્ત્વિક/સહજ આનંદ પ્રાપ્ત થાય છે. શ્રાવકના નવ અલંકારો છે. નિવૃતિમય અલંકાર (૧) સામાયિક (૨) પ્રતિક્રમણ (૩) પૌષધ પ્રવૃત્તિમ (૧) જિનેશ્વર દેવની પૂજા-તીર્થયાત્રા- સ્નાત્ર આવૃતિમય (૧) દાન (૨) સમ્યજ્ઞાન પ્રાપ્તિ (૩) સમ્યકૃતપ
SR No.537266
Book TitleJain Shasan 2001 2002 Book 14 Ank 19 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2001
Total Pages300
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy