SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ નાત્ર મહોત્સવનો હેતુ પકાર શ્રી અરિહંત પરમાત્માઓએ સ્થાપેલા ોક્ષમાર્ગનો છે. તેમણે મોક્ષમાર્ગ સ્થાપ્યો ન હોત, અનાદિથી મોક્ષમાર્ગ ચાલુ ન હોત તો આપણું શું ઘાત...? ભરત-ઐરાવત ક્ષેત્રો એવા છે જ્યાં સદાકાળ ગોક્ષમાર્ગ ચાલુ નથી રહેતો. કાળની યોગ્યતા આવે રોટલે શ્રી અરિહંત પરમાત્માઓ થાય છે અને ભરત-ઐરાવત ક્ષેત્રના જીવો માટે શાસન સ્થાપે છે. શ્રી જૈન શાસન (અઠવાડિક) ૭ વર્ષ ૧૪ ૭ અંક ૩-૪૭ તા. ૧૧-૯-૨૦૦૧ થાય ? જાગૃત થયેલો જીવો શું કરે તો બોક્ષે જાય તે માટે શ્રી અરિહંતોએ સમ્યક્ ચારિત્રનો પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ યુકત જે માર્ગ બતાવ્યો તેો દુનિયામાં શોધ્યો જડે તેવો નથી. આ વાત હૈયામાં બેસે ? તેની શ્રદ્ધા થાય ? અરિહંત તે જ લોકોત્તર . .! લોકના નાથ થવાને પણ તે જ લાયક.... નાથ થવું બધુ કઠીન છે. નાથ કોના થવાય ? જેને નાથનો ખપ હાય. નાથનો કોને ખપ હોય ? જેને મોક્ષનો ખપ હોય. મોક્ષનો કોને ખપ હોય ? મોક્ષ ખપ માટે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યક્ ચારિત્ર, સમ્યક્ તપનો ખપ હોય. નાવા જીવના ભગવાન નાથ છે. બીજા જીવોના નહિ. ૨ આ વાત બરાબર સમજાઈ જાય તો. અરિહંત સદા માટે પૂજનીક છે. તેમની જગ્યા અરિહંત વિના કંઈ આત્મા લઈ શકતો નથી. જગતના જીવોને સારથી બચાવી મોક્ષે લઈ જવાનો વિચાર અરિહંત સઘળા ય અરિહંતો અરિહંતના ભવમાં રાજકુળમાં જન્મે, ભોગોમાં ઉછળે પણ જળ કમળવત્ નિર્લેપ રહે. સારમાં સુકુમાળ એવા તે આત્માઓ સંયમ લે ત્યારથી વજ્ર કરતાં કઠોર બને. સંયમના ઘોર ઉપસર્ગો પરિષહો વેઠે, કઠોર તપથી આત્માને તપાવે, કેવળજ્ઞાન ન પામે ત્યાં સુધી પ્રાયઃ ક્ષણમાત્રનો પ્રમાદ કરતા નથી, નિદ્રા લેતા નથી, બેઠતાં ય નથી. સાત પહોર ધ્યાનમાં ૨ છે. ત્રીજા પહોરે આહાર - નિહાર કરે છે. જ્યારે કાળજ્ઞાન પામે પછી જ મોક્ષમાર્ગની સ્થાપના કરે છે. - સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યચારિત્ર ભેગા થાય એટલે મોક્ષમાર્ગ બને. આ વાતમાં કોઈ અરિહંતના શાસનમાં મતભેદ નહિ. સઘળા ય અરિહંતો કહેવાના કે મોક્ષ મેળવવો હોય તો સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યક્ચારિત્ર જોઈએ જ. આ ત્રીના પરિણામથી એકાકાર થયેલો આત્મા મોહને મારવા ક્ષપક શ્રેણિ માંડે, મોહને મારી, વીતરાગ થઈ કેમળજ્ઞાન પામે. આયુષ્ય બાકી હોય તો કેવલીપણે વિચરે. આયુષ્ય પૂર્ણ થાય ત્યારે શ૨ી૨ના સંગને છોડી, યોગી થઈ મોક્ષે જાય. અરિહંતોએ સ્થાપેલ મોક્ષમાર્ગની સરખામણીમાં જાતનો કોઈ માર્ગ ઉભો રહી શકે તેવો નથી. જગતના જ્યોને આત્માના સ્વરૂપનો ખ્યાલ નથી. આત્મા સંસારમાં ભટકે શાથી ? ભટકતો જીવા કયારે જાગૃત ४० અરિહંતનો ખપ કોને ફળે ? જેને મોક્ષ અને મોક્ષ માર્ગ જોઈતો હોય તેને. જગતમાં કોઈ જીવ એવો નથી જેના હિતની ચિંતા અરિહંતોએ ન કરી હોય ! લોકમાં ઉત્તમ મવ્ય જીવો. માટે અરિહંતોને નાથ કહેવા તો બીજાધાન દિને લાયક જીવોના નાથ. આ વાત મગજમાં ઉતરે તો કામ થાય. આ કાળ એવો છે કે આ વાત નહિ સમજનાર, નહિ જાણના૨, જાણવાની ઈચ્છા સરખી . નહિ તેવા જીવો જગતમાં મોટા ગણાઈ રહ્યાા છે. તે પોતે અજ્ઞાનમાં અટવાઈ રહ્યા છે અને અનેકને નજ્ઞાન તરફ દોરી રહૃાા છે. આપણું સદ્ભાગ્ય છે કે અરિહંતની ભકિત કરવાનું મન થાય છે. તેનું આ પ્રદર્શન છે. આપણા હૈયામાં અરિહંત અને અરિહંતના શાસનન, ભકિત જ કરવી છે તેવું છે ? તેના માટે જગત છોડવું પડે તો છોડાય પણ આ નથી છોડવું તેમ મનમાં હોત તો સાચી ભકિત જન્મે. પછી તો જગતના જીવો ઘેલા કહે તેની ય દરકાર કર્યા વગર, જગતના જીવો શું કહેશે તેની ય ચિંતા કર્યા વગર અરિહંતના ગુણ ગાવા જો એ. જે અરિહંતનો સાચો ભગત છે તેને અરિહંતની કોઈ અશાતના કરે તે ખમાય નહિ. તે માટે દુનિયાને ગમે કે ન ગમે પણ આશાતના અટકાવવા નો પુરુષાર્થ કર્યા વગર રહે નહિ. આપણે ભગવાનની આજ્ઞા મુજબ
SR No.537265
Book TitleJain Shasan 2001 2002 Book 14 Ank 01 to 18
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2001
Total Pages372
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy