________________
શ્રી જૈન શાસન (માનવતા કથા) વિશેષાંક * વર્ષ ૧૪ અંક૧૫/૧૬/૧૭/૧૮ * ૧૮-૧૨-૨૦૧ તપના ભંડાર પૂ. આ. શ્રી વિજય અમૃતસ્ીશ્વરજી મહારાજ ની परभ पाने
પૂ.આ. શ્રીવિજય જિનેન્દ્રસૂરીશ્વરજી મહારાજની પ્રેરણાથી नैन शासनभां ज्ञान उद्योत डरनार
શ્રી જૈન શાસનને હાર્દિક શુભેચ્છા
ધર્મનુંબળ
મથુરાના શંખરાજાએ દીક્ષા લીધી. તેણે ગજપુરમાં ગોચરી જતાં ગોખમાં બેઠેલા સોમàવ પુરોહિતને માર્ગ પૂછયો. તેણે કૌતુકથી અગ્નિમય માર્ગ બતાવ્યો. પણ તપના પ્રભાવથી મુનિને તે શિતળ થયો. તેથી આશ્ચર્ય પામી પશ્ચાત્તાપ કરી, મુનિ પાસે ક્ષમા માંગી દીક્ષા લીધી ને સંયમના આરાધના કરીદેવલોકમાં તેજસ્વી દેવ થયો. ત્યાંથી ચ્યવી ગંગા કિનારે રહેતા બળકોટ ચંડાળની ગૌરી સ્ત્રીને પેટે જન્મ્યો. મુનિપણામાં આરાધના કરેલી છતાં પ્રથમ જે કુળમઠ કરેલો, તેનો વિપાક ભોગવવા તેમને ચંડાલ જાતિમાં ઉત્પન્ન થવું પડયું. (પશુપક્ષીમાં જેમ જાતિભેદ સ્વયં સિદ્ધ છે. તે જ પ્રમાણે મનુષ્યોમાં પણ જાતિભેદ સ્વયં સિદ્ધ જ છે. અને દરેક પ્રજાઓમાં તે પ્રમાણે ભેદ છે. રાજા, રંક, ઉંચો ધંધો કરનારા, હલકો ધંધો કરનારા, વિગેરે જાતિભેઠ કુદરતી છે. માત્ર તેનો મદ દોષ રૂપ છે. અને તેવો મઠ કરી કર્મ ઉપાર્જન કરનારાઓને ઉત્ત્પન્ન થવા માટે ચંડાળાદિ હલક જાતિઓ પણ સ્વયં સિદ્ધ છે. તે કોઇએ કૃત્રિમ રીતે ચલાવેલ નથી, પરંતુ કુદરતના ધોરણે વ્યવસ્થિત કરી છે. ચાંડાળ જાતિ ન હોત તો હરિકેશિબળ મુનિ મનુષ્યપણામાં એ કર્મ ક્યાં વેદત ?) તેનું નામ હરિકેશિબળ રાખ્યું. લોકોએ સર્પને મારી નાંખ્યો અને અળશીયું બચાવ્યું. એ ઉપરથી બોધ પામી પોતાના તોફાનો છોડ મુનિરાજ પાસે સુ-ધર્મ સાંભળી દીક્ષા લીધી. તપશ્ચર્યાથી શરીર દુર્બળ થયું. વિહાર કરતાં વાણારસીના હિંદુક વનમાં ધ્યાનમાં રહ્યા. ત્યાંના બે યક્ષો તાપસોથી અસંતોષ પામી તેના ભક્તો થયા.
એક વખત રાજકન્યા ભદ્રા તે વનમાં રમવા આવી. યક્ષની પૂજા કરી. તેવામાં ધ્યાનમાં રહેલા સાધુને જોઈ તેના ઉપર ધૃણા કરવા લાગી. એટલે યક્ષે તેને ગાંડી કરી મૂકી અને તે જ સાધુને પરણવા ફરજ પાડી. રાજાએ છેવટે પુત્રીનો જીવ બચાવવા ધ્યાનમાં રહેલા નિ સાથે પરણાવી, ત્યાં મુકીને ગયો. રાત્રે યક્ષે તેને બહુ જ હેરાન કરી અ ને ઠપકો આપ્યો કે‘હવેથી કઢી મુનિનું અપમાન કરીશ, તો મારી નાખીશ. ’’ ભદ્રા ભય પામી અને મુનિને પતિ તરીકે સ્વીકારી, તેની સેવા કરવા લાગી. મુનિ ધ્યાન પૂર્ણ કરીને બોલ્યા ‘“બાળા ! અમારે રસ્ત્રી સાથે વાતચીત પણ ન હોય. આ બધી ઘટના યક્ષની છે. માટે તેમાં અમારે કાં 1 લેવા દેવા નથી, ‘ કહી અન્યત્ર ચાલ્યા ગયા. ભદ્રા રાજા પાસે આવા રાજાએ મંત્રીઓને ‘“ઋષિપત્નીનું શું કરવું ?'' એમ પૂછી સલાહ લઈ રુદ્રદેવ બ્રાહ્મણને પરણાવી. બ્રાહ્મણે યજ્ઞ શરૂ કર્યો. ફરતા ફરતા એ જ 'નિ ત્યાં ભિક્ષા લેવા આવ્યા. બ્રાહ્મણોએ ત્યાંથી કાઢી મૂકવા માંડયા. અને ‘અમારો યજ્ઞ અભડાવ્યો' કહી મારવા દોડયા. “બ્રાહ્મણો માટેનું બીજાને આપી ન શકાય.’’ એમ કહી કંઈપણ વહોરાવ્યું પણ નો. ભદ્રાએ આવીને સમજાવ્યા પણ બ્રાહ્મણો માન્યા નહીં. પછી યક્ષે બધાને જાતિ મદ ન કરવા સમજાવ્યા. છતાં જ્યારે તે ન સમજ્યા અને જયારે પૂરા હેરાન કર્યા ત્યારે મુનિને શરણે ગયા. મુનિએ જાતિ મઠ ન કરવા તેમજાવ્યું. બ્રાહ્મણનુ આધ્યાત્મિક સ્વરૂપ સમજાવ્યું. પોતે સમભાવમાં રહેલા હતા. તે જોઇ બ્રાહ્મણો તેના સેવક થયા. તેમને આહાર વ્હોરાવ્યો યજ્ઞ છોડયો. છેવટે મુનિ કેવળજ્ઞાન પામી મોક્ષમાં ગયા.
SAVITABEN SNANTILAL SHAH
9, Claremont Avenue, Kenton HA3 OVH (U.K.) હ. કિરણ શાંતિલાલ