SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ હજી માનવતા જી છે શ્રી જૈન શાસન (માનવતા કથા) વિશેષાંક * વર્ષ ૧૪* અંક ૧૫/૧૬/૧૭/૧૮ * તા. ૧૮-૧૨-૨૦૦ સાહજી -અ.સૌ. જયાબેન છે. ક્લ્યાણભાઇ શાહ - અમદાવાદ, લાગી. જે છોકરો અમારી રૂમથી ખસતો ન હતો તેને બધા પક્ડી મારતા હતા. તો મને દયા આવી, મેં પૂછયું તો કહે કે આ કાં ઇક લઇને ભાગતો હતો તેથી અમે પકડયો. મેં તેને પાસે બોલાવી પૂછયું તો તે રડતો રડતો કહે કે- “બા ! તમે મને ખાવાનું આપ્યું હું ખાતો હતો ત્યાં એકદમ એક કૂતરૂં આવ્યું અને રૂમ બહાર પડેલા જોડામાં થી એક નવું જોડું સુંદર જોઇ, ભક્ષ્યની બુદ્ધિથી લઇને એકદમ ભાગ્યું. અને તેથી તે પાછું લેવા હું તેની પાછળ દોડયો અને આ બધા મને યોર માની પકડીને મારવા લાગ્યા.’’ તપાસ કરતાં તેની વાત સાયી નીકળી તે જોઇ બધાને પોતાની ભૂલ અને ઉતાવળ માટે ક્ષોભ થયો. અમે કલ્યાણક ભૂમિઓની યાત્રાએ સપરિવાર ગયેલા. બિહાર પ્રદેશની ગરીબી ભલભલા દિલવાળાને દ્રવિત કરે તેવી છે. ગરીબીની સાથે ભૂખમરો. ખરેખર સ્ત્રી, પુરૂષો અને બાળકોને જોઇએ તો થાય કે માત્ર હાડપિંજરો ાલે છે, વસ્ત્ર પણ માત્ર લાજ ઢાં કવા પૂરતા. આ બધી વાતોનો ખ્યાલ હતો તેથી અમે થોડા જૂના કપડા પણ લઇગયેલા. ગરીબી ત્યાં ભયાનક હશે અને ગરીબીને બદનામ કરવામાં આજે રાજકારણીઓએ પોતાના સ્વાર્થની અને મતબેંકની સલામતી માટેબાકી રાખ્યું નથી. ગુના મોટા લોકો કરે અને સજા આવા નિર્દોષ ગરીબોને સહવાની. પછી માનવતાના મૂલ્યો ન દેખાય તેમાં આવા લોકોનો વાંક પણ થો દુનિયામાં પણ કહેવાય કે ભૂખના જેવું દુઃખ બીજું એક નથી. ભુખ્યો માણસ ક્યારે શું ન કરે તે કહેવાય નધિ અમે શ્રી સમેત શિખરજી પહોંચ્યા. ત્યારે એક દશ-બાર વર્ષનો ગરીબ છોકરોકાંઈને કાંઈ ખાવા - પીવાની આશાથી અમારો કેડો મૂકતો ન હતો. અમે ના પાડીએ તો પણ અમારું કાં ઇને કાં ઇ કામ વગર કહે પણ કરતો. તેની હાલત જોઇ અમને પણ દયા આવી અને મારી પૌત્રી પાસે તેના હાથે ખાવાનું અપાવ્યું. શાળા બાળકમાં જેવા સંસ્કારપાડીએ તેવા પડે. ભીખારીઓને હડે હડે કૂતરાની જેમ કરીએ તો આજના ઈંગ્લીશ મીડીયમમાં ભણતા આપણા પૌંત્ર - પૌત્રી પણ શું શીખે ? તેમના હાથે કાં ઈને કાં ઇ ભૂખ્યાને અપાવરાવીએ તો તેમના જીવનનું ઘડતર પણ સારું થાય. અમે પણ નાસ્તો કરતા હતા અને એકદમ બહાર કોલાહલ મચ્યો. યોર... યોટ... ની બૂમાબૂમ થવા હું તેને સમજાવી મારી રૂમ પાસે લઇ આવી તેને ફરીથી થોડો નાસ્તો આપ્યો, જૂના કપડા આપ્યા તો તેની આંખો એકદમ આનંદિત થઇ ગઇ. તે કહે- ‘બા ! લોકો કેવા છે. અમે ગરીબ જરૂર છીએ પણ જૂઠા, યોર તો નથી જ. પણ અમ્માનું કોણ સાંભળે ? તમારો સ્વભાવ કેટલો સારો છે !' મારી આંખમાં પણ ઝળઝળયાં આવી ગયા કે, શરીફ એવા આપણે માણસો ઓળખવામાં કેવી થાપ ખાઇએ છીએ અને નિર્દોષ ઉપર આપણો બધો ગુસ્સો ઉતારીએ છીએ. અમે બે દિવસ રહ્યા તો ઘરમાં યરો કાઢવાનું, પાણી લાવવું તે બધા કામ મજેથી કર્યા અને નીકળ્યા તેના હાથમાં પયીશ રૂપિયા મૂકયા ત્યારે તેના યહેરા પરની ખુથાલી, તેની નિર્દોષતા હજી પણ ભૂલાતી નથી. થાય છે કે, ના માનવતા હજી મરી પરવારી નથી. ૨૪૫
SR No.537265
Book TitleJain Shasan 2001 2002 Book 14 Ank 01 to 18
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2001
Total Pages372
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy