________________
પ્રવચન - એકાવનમું
શ્રી જૈન શાસન (અઠવાડિક) – વર્ષ ૧૪ ૪ અંક-૧૧-૧૨ ॥ તા. ૬-૧૧ ૨૦૦૧
સં. ૨૦૪૩, ભાદરવા વદ-૬, રવિવાર, તા. ૧૩-૯૧૯૮૭ શ્રી ચંદનબાળા જૈન ઉપાશ્રય, વાલકેશ્વર, મુંબઈ - ૪૦૦ ૦૦૬. પૂ. આ. શ્રી વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા
પ્રવચન - એકાવનમું
પ્રકીર્ણક ધર્મોપદેશ
(ક) જિનાજ્ઞા વિદ્ધ કે સ્વ. પૂ. પ્રવચનકારશ્રીજી ના આશય વિરુદ્ધ કાંઈપણ લખાયું હોય તો ત્રિવિધે ક્ષમાપના. - અ.વ.)
माया यरियाय लुप्पइ, नो सुलहा सुगइ वि पिच्चओ । एमाई भाई पेहिया, आरंभा विरमिज्ज सुव्वए ॥
અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માના શાસનનાં પરમાર્થને પામેલા શાસ્ત્રકાર પરમર્ષિ આચાર્ય ભગવંત શ્રી મુનિસુંદર સૂરીશ્વરજી મહારાજા, મોક્ષનું સુખ એ ૬ સાચું અને વાસ્તવિક સુખ છે. તેનો ઉપાય શ્રી અરિ ત પરમાત્માઓએ પ્રરૂપેલો ધર્મ જ છે. એ વાત સારી રીત સમજાવી આવ્યા પછી હવે તે ધર્મ કરવામાં, ધર્મ નહિ સમજેલા અથવા તો ધર્મ સમજ્યા પછી પણ મોહમગ્ન બની ધર્મ ભૂલી ગયેલા માતા પિતાદિ અંતરાયભૂત છે તે વાત સમજાવી રહ્યાા છે. સંસારના જ પ્રેમી જીવો મોટે ભાગે આવા હોય તે પોતે તો ૨યં ધર્મ કરે નહિ પણ બીજા ય ધર્મ કરે તે ય તેને ફાવે નહિ. આવા જીવો તો ધર્મ કરવામાં શત્રુની ગરજ સારૂં છે. તે અંગે આપણે ભૃગુ પુરોહિતનું દ્રષ્ટાંત જોઈ રહ્યા છીએ.
બદ ને ખબર છે કે- મારે મરવાનું છે છતાં પણ મર્યા પછી ‘હું કાં જઈશ' તેની મોટાભાગને ચિંતા થતી નથી. તારા બધા જ પૂર્વજો ગયા છે, તમારે પણ જવાનું તો ‘હું કયાં જઈશ ? મારો પરિવાર કયાં જશે ?' તે ચિંતા થાય છે ? અનંત જ્ઞાનિઓ ફરમાવે છે કે- સમજવા છતાં પણ જેને આ સંસાર ઉપર અરૂચિ જન્મે નહિ અને મોક્ષની ઈચ્છા પણ પેદા થાય નહિ તે બધા ધર્મ કરી કરીને પણ સંસારમાં જ રખડે. થોડું સુખ પામીને પણ ઘણું ઘણું દુઃખ પામે છે. કેમ કે, તે સુખાના કાળમાં રું વાં એવાં પાપ કરે કે જેથી ઘણા કાળ સુધી દુઃખ ભો યા જ કરે.
ન
૧૨૩
જેટલા મનુષ્યો છે તેમાં પણ સુખી કેટલા છે ? મનુષ્યોમાં પણ સુખી થોડા છે અને જે સુખી છે તે તે, જે દુ:ખી છે તેના કરતાં પણ વધારે દુ:ખી છે. તેમનું જીવન કેવું છે ? કોઈપણ રીતે પૈસા મેળવવા છે અને મઝા કરવી છે. પણ પુણ્ય ન હોય તો જેની સાથે મઝા કરવી છે તે ય લાતો મારે છે. આ સંસાર બહુ વિલક્ષપ છે. જ્ઞાનિની આ વાત જો બરાબર સમજાઈ જાય તો કામ થઈ જાય.
બે ગોવાળો હતા. એકવાર મુનિનો યોગ થયો. તેમની પાસે ધર્મ સાંભળ્યો અને પ્રતિબોધ પામ્યું. તે પછી દીક્ષાને લઈને દેવલોકમાં ગયા. યાંથી ક્ષિતિપ્રતિષ્ઠિત નગરોમાં એક શ્રેષ્ઠીના બે પુત્રો થયા. ત્યાં બીજા ચાર શ્રેષ્ઠીપુત્રો સાથે મિત્રાચારી થઈ. તે છ યે મિત્રો સદ્ગુરૂના યોગે ધર્મને પામ્યા અને દીક્ષા લઈને, સારી રીતે આરાધીને પહેલા દેવલોકમાં દેવ થયા. ત્યાંથી ચાર જણા પહેલા ચ્યવા તેમાં એક રાજા થયા, એક તે જ રાજાની રાણી તરીકે ઉત્પન્ન થયા. એક તે જ રાજાનાં ભૃગુ નામના પુરોહિત થયા અને એક તે પુરોહિતની યશા નામની પત્ની તરીકે થયા.
હવે દેવલોકમાં તે ગોવાળના બે જીવો દેવ રીકે છે. દેવલોકમાં દેવોને પોતાનું આયુષ્ય માત્ર છ મહિનાનું બાકી હોય તો તેની ખબર પડી જાય છે. તેમાં જે દેવો સમ્યધર્મી નથી હોતા તેઓ ને મરણની ખબર પડે તો એવા દુ:ખી થાય છે. પછાડો ખાય છે. વિલાપ કરે છે તેનું વર્ણન થાય તેમ નથી. વિમાન પાસે, વાવડી પાસે, વૃક્ષો પાસે જઈ જઈને રૂવે છે અને રિબાઈ રિબાઈને મરે છે. જ્યારે આ બે ગોવાળાના જીવો તો ધર્મ કરીને આવ્યા હતા તેથી દેવલોકમાં પણ સાવધ હતા. જ્યારે ચ્યવવાનો સમય નજીક આવ્યો ત્યારે તે બન્નેએ અવધિજ્ઞાનથી જાણ્યું કે- આપણે ભૃગુ પરોહિતને ઘેર ઉત્પન્ન થવાના છીએ. ભૃગુ પુરોહિત તો મિથ્યાદ્રષ્ટિ છે. તેથી તે બન્ને દેવો સાધુઓનું રૂપ લઈને ભૃગુ પુરોહિતને
Ho Gail
POLLOY