________________
રાખીપૂનમ જેવા લં કિક ધર્મની ઉજવણી જૈનોથી થાય ?
વાતમાં પોતાનો ફાવતી વાતોની પુષ્ટિ માટે નામ લેનારા ‘આર્ય’ શબ્દનો અર્થ પણ સમજે છે ખરા ?
આર્ય શબ્દનો અર્થ કરતાં મહાપુરૂષોએ કહ્યું છે કે‘આરાતા - પાપેભ્યઃ ર્મય: યાતઃ સ આર્ય: - આર એટલે દૂર, પાપકર્મોથી જે દૂર થયો છે તે આર્ય. બીજો અર્થ કરતાં પણ કહ્યું કે
आर्य: अर्यते अभिगम्यते इति आर्य :
શ્રી જૈન શાસન (અઠવાડિક) ૭ વર્ષ ૧૩ ૦ અંક ૫/૬૭ તા. ૩-૧૦-૨૦૦ આના પરથી સુજ્ઞ વાચકો સારી રીતના સમજી શકશે કે જૈન શાસનમાં લૌકિક પર્વોની ઉજવણી કરાય નહિ કે તેને માટેનો ઉપદેશ પણ આપાય જ નહિ. તેનો માટેનો ઉપદેશ આપનારાએ શા માટે દીક્ષા લીધી ? બધા ૫૨ સ્નેહભાવ જીવતો રાખવો હતો તો લીધેલી દીક્ષા સાર્થક બને કે નિરર્થક બને ? શ્રી આચારાંગ સૂત્રકાર કર્મધૂનન માટે સ્વજનધૂનન કરવાનું કહ્યું છે. કર્મ ધૂનનની ભાવના ન હોય તો સ્વજનધૂનન પણ નિરર્થક નુકશાનકારક જ બને. માટે લોકસંજ્ઞાથી પર બની, લોક હેરીમાં તણાયા વિના પરમાત્માના શાસનમાં કહેવા સન્માર્ગના પરમાર્થને સમજી, સન્માર્ગની અવિહડ શ્રદ્ધા કેળવી, શકિત પ્રમાણે આરાધના કરી આપણે આપણા આત્માની મુકિત નિકટ બનાવવી છે. તે માટેનો આ પ્રયત્ન છે. જે નહિ સમજવાનું જ નક્કી કરીને બેઠા છે. તે માટેનો પ્રયત્ન નથી. પણ સમજીને ચેતવવા બચાવવા માટેનો આ પ્રયત્ન છે.
-
જેની પાસેથી સમ્યજ્ઞાન પ્રાપ્ત થાય તે આર્ય. વળી શ્રી આચારાંગ સૂત્ર (સૂત્ર - ૭૩ની ટીકામાં પણ ) આર્ય શબ્દનો અર્થ કરતાં ટીકાકાર પરમર્ષિ પૂ. શ્રી શીલાંકાચાર્ય ભગવંતે પણ . હ્યું કે
आर्याः- आर्यैः आराद्याताः सर्व हेयर्मेभ्य इत्यार्याः । પાપથી અર્થાત સઘળાય હેય-ત્યાગ કરવા લાયક ધર્મોનો ત્યાગ કરી તેનાથી જે દૂર થયા છે તે આર્ય.
પ્રવચન તેતાલીશમું ... પાન નં. ૫૨ થી ચાલુ
જૈનોમાં કૃપણતા ન હોવી જોઈએ. કૃપણતા એ મોટો દોષ છે. જૈનો જો ઉદાર હોત અને ધર્મ પામેલા હોત તો એક કતલ ખાનું ન ચાલત. કતલખાનાને એક જનાવર ન મલત. આજે જૈન સંઘ ભલે નાનો હોય પણ ઘણો શકિતશાળી છે. જૈનસંઘમાં સારામાં સારા સુખી જીવો ઘણા છે. પણ તેમામાં ધર્મનો છાંટો ય દેખાતો નથી. લોકોને માંસાહાર પૂરો પાડવો જોઈએ તેમ બોલનારા જૈનો પાકી ચૂકયા છે ! આજે બધાની ભાવના મરી ગઈ છે. જૈનપણાનું લીગ્રામ થઈ રહ્યું છે.
બધાની સારી ભાવના જીવતી થાય, દયા ભાવના મરી ન જાય ! માટે આયંબિલ કરાવ્યા તો તે સંસાર માટે કરાવ્યા કહેવા ? માટે સમજો તો કલ્યાણ થશે. ભગવાન ખુદ કહી ગયા છે કે-‘સંસારનું સુખ માત્ર હેય જ છે, સંસારનાં સુખ માટે ધર્મ કરાય જ નહિ' અને ભગવાનનો સાચો સાધુ કદ તેવો ઉપદેશ આપે પણ નહિ.
સંસારનું સુખ છેય જ. જે જીવથી ધર્મ થઈ શકતો ન હોય અને ધર્મ થઈ શકે તેટલી અનુકૂળતા માગે તો તે દોષ નથી. અને ઈટલસિધ્ધિમાં આજ વાત કહી છે કે- ‘ઈષ્ટ ફળ તે મોક્ષ છે. તે મોક્ષને સાધક જેટલી ચીજ – વસ્તુ હોય તે બધી ઈચ્છાય પણ તે મોક્ષને બાધક - મોજ મઝાદિની
૩
એક ચીજ વસ્તુ ઈચ્છાય પણ નહિ કે મંગાય પણ નહિ. આ બધી વાતો ઉપકારી મહાપુષો, અનંતજ્ઞાનિ આપણા ભલા માટે કહી ગયા છે. તેના ઉપર વિચાર કર તો સમજાશે, માટે સમજી ગયા ને કે- ડરવાનું કુગુરુથી
અને મિથ્યાત્ત્વથી. અને ભગવનનો ધર્મ મોક્ષ માટે જ કરવાનો છે.
માટે ગાંડાઓ અમારી વાતમાંથી પણ ફાવતું લઈ જાય અને ઉલ્ટા પ્રચાર કરે તો તેમની વાતમાં આવ નહિ. તમને શંકા પડે તો પૂછો. બધાના ખુલાસા અને જવાબ આપવા તૈયાર છું. સાચું સમજો અને વહેલ કલ્યાણ કરો તે જ શુભાભિલાષા.
દાદાના દરબારમાં
જે યાત્રિકો ચોમાસામાં પણ તિર્થાધિરાજ શત્રુજય ગિરીરાજ ઉપર જાય છે. તેઓને આથી જાણ કરવામાં આવે છે, કે પૂજ્યશ્રી દાદાજીના દેરાસરના ગભારામાં તથા શ્રી દાદાજીની ટુંકમાં મુખ્ય જિનાલયોમાં ઓપ કામ તથા સફાઈ કામ ક૨વાનું હોવાથી ભાદરવા સુદ ૬ તા. ૪-૯-૨૦૦૦થી આસો સુદ ૬ તા. ૩-૧૦-૨૦૦૦ સુધી પૂજ્ય દાદાજીના દેરાસરમાં તથા મોટી ટુંકના અન્ય મુખ્ય જિનાલયોમાં યાત્રીકથી સેવા પૂજા થઈ શકશે નહિ. તેની આથી દરેક યાત્રીકોને જાણ ક૨વામાં આવે છે.