________________
મહાભારતના પ્રસંગો
નાક્માળાઓ, હીન અંગવાળાઓ કે વિષમ અંગવાળાઓ કયા ય શાંતિ પામતા નથી. ક્ષમા કરતા નથી. આવાને મન થવાથી સર્યુ. હવે તો જે થવાનું છે તે જ થશે.’
ત્યાંથી ખિન્ન મનથી અમે પાછા ફર્યા. કૈપાયનનું નિયંણુ આખી નગરીને કહ્યું- આથી સ્વાભાવથી, મારા આદેશથી તથા પ્રભુના વચનથી સર્વ લોકો ધર્મકર્મમાં તલ્લીન બન્યા.
સમયજ્ઞ કૃપાળુ ભગવાને આવીને પોતાના માત પિતા - પ્રદ્યુમ્નાદિ કુમારોને તથા રૂકિમણી આદિ માર પત્નીઓને તથા અનેક નગરજનોને દીક્ષા આપી. ફરી મેં પૂછતાં પ્રભુએ કહ્યું- બારમાં વર્ષે દ્વારકાનો ક્ષય નિશ્ચિત છે. પ્રભુ અન્યત્ર વિચરી ગયા.
નગરજનો સતત ઉપવાસ - છઠ આદિમાં જોડાયેલા રહેતા ૧૧ વર્ષ તો સુખેથી વીત્યાં બારમું વર્ષ પણ થોડું વીત જતાં નગરજનો માની બેઠા કે અમારા ધર્મ તથા તપથી દ્વૈપાયન દેવ ભાગી ગયો છે. અને ફરી સ્વચ્છંદ રીતે મદ્યપાન શરૂ થયા. ખરે ભવિતવ્યતા દુર્ગંધ્ય છે.
અને... એકાએક ... ધરતી આંચકા લેવા માંડી. વીજળી પડવા લાગી. ગ્રહોમાંથી ધૂમાડા નીકળવા લાગ્યા. સૂર્યમાંથી અગ્નિના ભડકા નીકળતા રહ્યા. પૂતળીઓ હસવા લાગી. સૂર્યચંદ્ર અકાળે રાહુથી પ્રસાયા. લોકોને ભયાનક સ્વપના દેખાવા લાગ્યા. મારા ચક્રાદિ રત્ન કયાં ય ચાલ્યા ગયા. અને સંવર્તક વાયુ વાયો દૂર દૂરી ઉખડેલા વૃક્ષો નગરમાં પડવા લાગ્યા. મેં મારી નજરે જોયું કે- નગરીના ૭૨ અને બહારના ૬૦ યદુકુળની કોટિને એકત્રીત કરીને કોઈ કે મારા અને બલરામના દેખતા જલ્દીથી આગ ચાંપી. લાકડા ભરેલી દ્વારા ભડકે સળગી ઊઠી. મારા શોકનો પાર ન રહ્યો. પ્રચં. આગના લબકારા મારતી દ્વારકા નગરીમાંથી મેં અને બલરામે વસુદેવ - દેવકી તથા રોહીણી માતાને રમાં બેસાડીને ખેંચવા માંડયા પણ ઘોડા કે બળદો આગળ ચાલી જ ના શકયા. છેવટે મેં અને બલરામે ૨થ ખે તો નગરના દ્વાર સુધી તો રથ આવ્યો. પણ મારી નજર સામે જ કોઈકે નગર દ્વાર બંધ કર્યુ. બલરામે લાત મારીને દ્વાર ઉઘાડી નાંખ્યુ તો અમે રથ જમીનમાં ખૂંપી ગયેલો ખેંચી ના શકયા. આથી વિષાદ પામેલા અમને એક દેવે કહ્યું- હે વાસુદેવ ! શા માટે ફોગટ મહેનત કરો
છો ૧૧ - ૧૧ વર્ષ સુધી તમારા ધર્મ - તપ કર્મે મને અવકાશ મળવા દીધો ન હતો. બારમે વર્ષે પ્રમાદી બનેલા
શ્રી જૈન શાસન (અઠવાડિક) ૭ વર્ષ ૧૩ ૦ અંક ૧/૨ ૭ તા. ૯-૮-૨૦૦૦
નગરજનોને જોતા જ મેં દાહ લગાવ્યો છે હું તે જ દ્વૈપાયન મુનિ મરીને અગ્નિકુમારદેવ થયો છું. તમારા માત-પિતા આ અગ્નિદાહમાં જ મૃત્યુ પામવાના છે. માત્ર તમે બે જ બચી શકશો. આટલું સાંભળ્યા છત. જો માતા પિતાને બહાર કાઢવા પ્રયત્ન કર્યો પણ ૨થ આગળ ન ચાલતાં માતા પિતાએ જ કહ્યું- પુત્રો ! તમે તમારાથી બનતો બધોજ પ્રયાસ કર્યો પણ ભાવિ અન્યથા નથી. નહિ બનવાનું નથી જ બનતુ અને બનવાનું બન્યા વગર નથી રહેતું. માટે પુત્રો ! તમે હવે જાવ. તનારો માર્ગ કલ્યાણકારી રહો. તમે સદા વિજયી બ ી. અમને નેમિનાથ ભગવાનનું શરણ છે. આમ કહી પ્રભુનું શરણ સ્વીકારેલ તે માતા પિતાને ભાઈ ! શું કહું અમારી સગી આંખો સામે બાળી નાંખતા અગ્નિ લાચાર નજરે અમે જોતા રહ્યા. અને પાછું ફરી ફરીને જોઈ રહેલા અમે કેમે કરીને આગળ વધ્યા.
S
લોકો પોકારી રહ્યા હતા કે- જરાસંઘો વધ કરી જાણનારા હે કૃષ્ણ ! તારી નજર સામે અમે રળગી રહ્યા છીએ અમને બચાવો અમને બચાવો નગરી. સળગતા લોકોના આ પ્રલાપોએ અમારા હૈયા વિંધિ નાં યા પણ શું કરીએ ?
અમારી નજ૨ સામે ભસ્મસાત્ થતી ! નગરીને જોઈને અમે દુઃખી દુઃખી થઈ ગયા. ત્રણે ત્રણે ખંડને વશ કરનારો મારો હાથ નગરના દાહને નાથી ના શકયો. ગમગીન હૈયે દ્વારકા બળતી રહી અને અમે જીર્ણ ઉપવનમાં ચાલ્યા ગયા. હવે રાજચક્રો શત્રુ ન્યા હતા. ભાગ્ય રૂઠયું હતુ જઈએ તો કયાં જઈએ ?
6
આવી મારી વિષાદ દશામાં બલરામે મને કહ્યુંકૃષ્ણ ! ખેદ ના કરીશ. પ્રભુએ કહેલો સંસાર બાજે નજરે જોવા મલ્યો છે. કર્મ સૂત્રધાર બનીને આવા ન ટકો કરાવી રહ્યો છે. હવે તો આપણે પાંડવોની તે નગરી તરફ જ જઈએ તેઓ આપણા અપરાધને ભૂલી જઈ . આપણને સારી રીતે આવકારશે.
બલદેવના વચનથી અમે પાંડવોની પાંડુ તથુરા તરફ ચાલ્યા. રસ્તામાં થાકયા. ભુખ તરસથી ીડાતા મને જોઈને બલરામે ભોજન પાન માટે નગર તરફ પ્રયાણ ર્યુ. ત્યારે મેં કહ્યું - આ હસ્તિકલ્પ નગર છે. અહીં ધૃતરાષ્ટ્રનો એક બાકી રહી ગયેલો અચ્છદન્ત પુત્ર રાજા છે. આપણો શત્રુ છે કદાચ પરાભવ પમાડે ! સિંહનાદ કરજો. જેથી હું આવી જઈશ.