SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન શાસન (અઠવાડિક) ૭ વર્ષ ૧૩ ૦ અંક ૫/૬ ૦ તા.૩-૧૦-૨૦૦૦ સુપ્રિમ કોર્ટનો ઓર્ડર ખસડાવ્યા. ન્યાયમૂર્તિ ‘મલિક'ની કોર્ટ સમક્ષ કેસની નોટિસ ઓફ મોશનની સુનાવણી ચાલી. ટ્રસ્ટીઓએ અનેક વાંધાઓ ઉઠાવ્યા. પરંતુ કોર્ટે એમનાં ખોટા મુદ્દાઓ ફગાવી દીવા અને બે તિથિ પક્ષને વચગાળાનો પ્રાથમિક ‘સ્ટે’ આપ્યો. આ બે તિથિ પક્ષની પહેલી જીત હતી. આ પછી આ કેસ ‘આગળ ચાલતા આ કેસ સિવિલ કોર્ટની અપત્યારીમાં આવતો નથી' એવી ટ્રસ્ટીઓની રજૂઆતને ફગાવતાં કોર્ટે પોતાની કોર્ટનો એ અધિકાર હોવાનું ઠેરવ્યું. જસ્ટીસ મલિક એ અંગેનો ચૂકાદો આપે, એ પૂર્વે જ એની સામે માટુંગાના ટ્રસ્ટીઓએ મુંબઈ હાઈકોર્ટમાં પિટીશન દાખલ કરી. જેની સુનાવણી જસ્ટીસ સાવંતની કોર્ટમાં થઈ અને તેમણે નીચેની કોર્ટનો અધિકાર માન્ય રાખી ટ્રસ્ટીઓની અરજી ફગાવી દીધી અને તેમની સૂચનાનુસા૨ કેસ ફરી નીચે ચાલ્યો. આ બે તિથિ વર્ગની બીજી જીત હતી ત્યારબાદ જસ્ટીસ મલિકે જુરીડિકશન અંગેનો ચુકાદી બે તિથિ પક્ષના ફેવરમાં આપતાં બે તિથિ વર્ગ ત્રીજી વાર જીત્યો. એ સામે ટ્રસ્ટીઓએ હાઈકોર્ટમાં રીટ પિટશન ચૂકાદા દાખલ કરી. જેની સુનાવણી જસ્ટીસ બામની કોર્ટમાં થઈ અને એમણે ટ્રસ્ટીઓની અપીલ કાઢી નાંખી, નીચેની કોર્ટના ચૂકાદાને મંજૂરી આપી. કેસ દાખલ કરવા ચેરિટી કમિધ્નરની મંજારીની જરૂર નથી, તેમ ઠેરવ્યું માત્ર ચેરિટી કમિશ્નરને એક પાર્ટી બનાવવાનો આદેશ આપ્યો. બે તિથિ પક્ષની આ રીતે ચોથી વાર જીત થઈ. હાઈકોર્ટના એ ચૂકાદાની સામે માટુંગાના ટ્રસ્ટીઓએ સુપ્રિમમાં એસ. એલ. પી. દાખલ કરી. એક તરફ મ તિથિ વર્ગ સાથે સમાધાનની વાર્તા ચલાવ્યે રાખી. અમો આગળ જંવાના નથી, એવી હવા ઉભી કરી બે તિથિ વર્ગને અંધારામાં રાખવાનો પ્રયત્ન કર્યો અને બીજી તરફ ચૂપકીદીથી બે તિથિ વર્ગની તરફેણમાં આવેલ હાઈકોર્ટના ચૂકાદા સામે સુપ્રિમમાં એસ.એલ.પી. કરી. બે તિથિ વર્ગના સક્રિય કાર્યકર્તાઓ પણ સાવધ હતા. આથી તેમણે પહેલેથી જ સુપ્રિમ કોર્ટમાં કેવિયેટ ફાઈલ કરી રાખી હતી. જેથી માટુંગા ટ્રસ્ટે સુપ્રિમ કોર્ટમાં કરેલી એસ. એલ. પી. ની સભ્યસ૨ જાણ થઈ ચૂકી. આ એસ. એલ. પી. ને પણ ચીફ જસ્ટીસ સહિતના ત્રણ જજોની બેન્ચે ક્ષણાર્ધમાં ફગાવી દીધી હતી. આ રીતે બે તિથિ પક્ષે પાંચમી વાર જીત અનુભવી. સુવિસ્તૃત પણે તેમણે બંને પક્ષને સાંભળ્યા બંને પક્ષના પુરાવાઓ તપાસ્યા અને બંને પક્ષના લેખિત સ્ટેટમેન્ટો પણ સ્વીકાર્યા. અંતે મેરીટના આધારે સુવિસ્તૃત ઐતિહાસિક ચૂકાદો આપતાં જણાવ્યું કે, વિદ્વાન ન્યાયમૂર્તિશ્રી કામડીએ માટુંગા ટ્રસ્ટના ટ્રસ્ટીઓની વિરૂદ્ધ બે તિથિ અને નવાંગી ગુરૂપૂજનના સમર્થનમાં આપેલા ચૂકાદાથી માટુંગાના ટ્રીઓ છળી ઊઠયા હતા અને પોતાની વિરૂદ્ધ આવેલા એ રિ.ટી સિવિલ કોર્ટના ચૂકાદા સામે મુંબઈ હાઈકોર્ટમાં A.O. દાખલ કરી. જેને પ્રારંભિક સુનાવણી બાદ કોર્ટે દાખલ કરી હતી. આ અપીલમાં ટ્રસ્ટે નીચેની કોર્ટનો ચૂકાદો ગે૨૨ીતિ અપનાવી, અસ્વચ્છ હાથે મેળવાયો' હોવા સુધીના અતિગંભીર કક્ષાના આરોપો બેધડક કર્યા હતા. ૪૦૦ થી ય વધુ પાના ભરી ભરીને તેમણે પોતાની હૈયાવરાળ હાઈકોર્ટમાં ઠાલવી હતી. આ અપીલ હાઈકોર્ટના વિદ્વાન જસ્ટીસ શ્રી રાજેન કોચરની સમક્ષ આવી. વેગતવાર સુનાવણી અને અનેક પુરાવા તપાસ્યા બાદ એમરે ૨જી મે, ૨૦૦૦ ના દિવસે એક મહત્વપૂર્ણ ચૂકાદો આ] નીચેની સિટી સિવિલ કોર્ટના તમામ આદેશોને માન્ય રાખી ટ્રસ્ટના વિવાદસ્પદ ઠરાવોને ‘ગેરકાયદેસર, ગેરબંધારણીય, વ્યર્થ અને શૂન્ય' ઠેરવ્યા હતા. નીચેની કોર્ટે બે તિથે પક્ષની મંજૂર કરેલી ત્રણેય માંગણીઓને પણ હાઈક ર્ટે મંજૂરી આપી હતી અને જણાવ્યું હતું કે જસ્ટીસ કામડીના ચૂકાદામાં હું કશુંજ ગેરકાયદેસર કે ખોટું જોતો નથી તેમજ જસ્ટીસ મલિક અને જસ્ટીસ બામ સાથે હું આદરપૂર્વક યાર બાદ નોટિસ ઓફ મોશનની સુનાવણી સિટી સિવિલ કોર્ટમાં જસ્ટીસ કામડીની બેન્ચ આગળ ચાલી. | જૈન ધર્મની તપાગચ્છની બે તિથિ અને નવાંગી સહમત છું. જેના અન્વયે માટુંગાના ટ્રસ્ટની મિલકતોમાં ૫ ‘“માટુંગાના સંઘને આવા ઠરાવો કરવાનો કોઈ જ અધિકાર નથી. એ ઠરાવો ગેરકાયદેસર, ગેરબંધારણીય, વ્યર્થ અને શૂન્ય છે.’' ‘બે તિથિ અને નવાંગી ગુરૂપૂજનને અજૈનપ્રથા ન કહી શકાય. પ્રાચીન જૈન શાસ્ત્રોમાં એ અંગેના અનેક ઉલ્લેખો છે, જે બે તિથિ પક્ષે મારી આગળ જુ કર્યા છે. બેતિથિ અને નવાંગી ગુરૂપૂજા એ જૈન તપાગચ્છ શાસ્ત્ર વિરૂદ્ધ છે, '' એવું બતાવવા એક પણ પુસ્તક માટુંગાના ટ્રસ્ટે રજૂ કર્યુ નથી. આ બધુ જોતા બે તિથિ પ કરેલી ત્રણ માંગણીઓ હું મંજૂર રાખુ છું.’ અને એ અં)નો આદેશ રજૂ કર્યો. કાનૂની જંગની બે તિથિ પક્ષની આ છઠ્ઠી જીત હતી.
SR No.537263
Book TitleJain Shasan 2000 2001 Book 13 Ank 01 to 25
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2000
Total Pages298
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy