________________
પ્રવચન – તેતા ીશમું
પ્રવચન
- તેતાલીશમ
-
પ્રકીર્ણક ધર્મોપદેશ
શ્રી જૈન શાસન (અઠવાડિક) ૨ વર્ષ ૧૩ ૦ અંક ૫/૬૭ તા. ૩-૧૦-૨૦૦૦
- પૂ. આ. શ્રી વિ. રામચન્દ્ર સૂરીશ્વરજી મહાાજા ૨૦૪૩, શ્રાવણ વદિ- પ્ર.૧૧, બુધવાર તા. ૧૯-૮-૧૯૮૭ શ્રીપાલનગર, જૈન ઉપાશ્રય, વાલકેશ્વર, મુંબઈ-૪૦૦ ૦૦૬. પ્ર. સર્પ તો ઓળખાય છે પણ કુગુરુ કઈ રીતે ઓળખાય ?
ગતાંકથી ચાલુ
શ્રાવકને સાધુ થવાની ઈચ્છા જોઈએ અને સાધુ થયેલાને યથાખ્યાત ચારિત્ર પામવાની ઈચ્છા હોવી જોઈએ. આ કાળમાં તે ચારિત્ર પમાય તેમ નથી પણ તે પામવાની મહેનત તો જોઈએ ને ? જેને મોક્ષે જવાની ઈચ્છા ન હાય તે સાધુ - સાધ્વી, શ્રાવક - શ્રાવિકા નથી. શ્રાવક કહેવરાવવું અને ઘરને સારું માનવું, વેપારાદિ મઝેથી કરવા, સંસારમાં લહેરથી રહેવું તે બને ? શ્રાવક એટલે ન છૂટકે સંસારમાં રહેનારો ! તમને માંદગી ગમે ખરી ? તેઞ ઘરમાં રહેલો ધર્મી હું માંદો છું તેમ માને, ધરમાં રહેવામાં પાપ ન માને તેનામાં શ્રાવકપણું કદી ન આવે. શ્રાવકપણું તે બાપનો માલ છે ? સાધુ અને શ્રાવક થવા સંસાર પ્રત્યે ભારોભાર દ્વેષ થવો જોઈએ. ધર્મીને દુનિયામાં સુખી થવાનું મન ન થાય પણ આગળને આગળનો ધર્મ પામવાનું મન થાય. ધર્મના પ્રતાપે દુનિયાનું સુખ માગવું તે મહાપાપ છે તે સમજાય છે ? લોક સર્પથી ડરે છે પણ કુગુરુથી ડરતા નથી. સર્પ કરડે તો એકવાર નૃત્ય થાય અને કુગુરુ કરડે તો અનંતા જન્મ - મરણ વધી જાય. જેને કુગુરુની વાત જચી જાય તેને કુગુરુ ગમ્યા કહેવાય. સંસારની પુષ્ટિ કરે તે કુગુરુ કહેવાય.
ભગવાનનો ધર્મ કરનારો જીવ મોક્ષનો જ અર્થી જોઈએ. જ મોક્ષનો અર્થ ન હોય તે ધર્મી જ નહિ આ વાત તમાડા મગજમાં ઘાલવી છે. પણ પેસવી કઠીન લાગે છે. કેમકે અમારામાંના પણ બીજાં બીજાં બોલતા થયા છે. બધા જ સાધુ ભગવાનની આજ્ઞા મુજબ એક સરખું બોલતા હોત, પ્રધાનપણે મોક્ષની જ વાત કરતા હોત તો આજનો ાળ જુદો હોત ! શ્રીમંતો પણ ઉદાર હોત તો ચિંતા હત. ? શ્રીમંતો ધર્મી હોય તો એક પણ સાધર્મિક દુઃખી હોય ? એક પણ જનાવરને પણ ભૂખે મરવા દે ? જે કાળમાં અભયદાનીઓમાં શિરોમણિ એવા શ્રી જિનેશ્વરદેવોના અનુયાયિઓ સુખી હોય તે કાળમાં સાધર્મિકો દુઃખી કદી ન હોય. આજે સાધર્મિકો દુઃખી છે, સીદાય છે છતાં પણ તેમના દુઃખને જોઈને તેમની ભકિત કરવાનું મન પણ થાય નહિ તેને ધર્મી કહેવાય ?
૫૧
ઉ. સંસારની, સંસારનાં કામોની પુષ્ટિ કરે, તેમાં સારાપણું બતાવે તેનું નામ કુગુરુ ! સંસારની ચિંતા કરે. સમાજના સંસારની ચિંતા કરે તે બધા કુગુરુ કહેવાય.
જે આત્માની ચિંતા કરે, આત્માના ધર્મની ચિંતા કરે તે સુગુરુ ! તમે દુનિયાનું ભણો, ગ્રેજ્યુએટ થાવ દુનિયામાં આગળ વધો આવું કહે તે કુગુરુ ! તમને કોણ ગમે ? તમારા આત્માની ચિંતા કરે તે કે તમારા શરીરાદિની ચિંતા કરે તે ?
જે મોક્ષનો કે મોક્ષસાધક ધર્મનો અર્થી ન હોય તેને અહીં આવવાની મના કરી છે. અહીં પથરા ભેગા નથી કરવાના. મંદિર - ઉપાશ્રયમાં પેસતાં નિ:સિહિ બોલમાનો વિધિ છે. મંદિર - ઉપાશ્રયમાં સંસારની વાત કરાય નહિ. ભગવાન પાસે જઈને પણ દુનિયાનું સુખ માગે, પૈસા - ટકા માગે, બાયડી છોકરા માગે, વેપારાદિ સારા ચાલે તેમ કહે તે બધાને કાન પટ્ટી પકડીને બહાર કાઢવા જોઈએ. પણ આજે કઢાય તેમ છે ? આજે અમે આવું કહીએ તો ય કહે છે કે- ‘આ મહારાજ નવા લાગે છે.' આજે તો આવું કરાવીએ તો કહે કે - ‘તારા બાપનું મંદિર છે.' મંદિર - ઉપાશ્રયાદિમાં આવી સંસારની વેપાર - ધંધાદિની વાતો કરે તો સમજી લેવું કે તે નાલાયક છે.
પ્ર. આપશ્રીની નિશ્રામાં આયંબિલ કરાવ્યા તો ઘણા કહે છે કે– સંસાર માટે ધર્મ કરાવ્યો.
ઉ. આવો પણ ર્થ કાઢનારા છે ? આયંબિલ કરાવ્યા તે શા માટે ખરાબ કાળ આવ્યો છે તેમાં ઉદારતા જીવતી રહે, અભયદાન કરતા રહીએ તે ભાવના મરી ન જાય, સુખી જીવો હાજર હોવા છતાં જનાવો ભૂખે - તરસે મરે તેવી દશા ન થાય, લોકોની દયાની બુદ્ધિ નાશ ન પામે, કામ પડે તો ઘર - બારાદિ છોડી દુઃખ દૂર કરીએ તેવી ભાવના બની રહે તે માટે આયંબિલ કરાવ્યા તો તે ભાવના સંસારની થઈ કહેવાય ? સાધર્મિકો ભૂખે ન મરે, દુઃખી ભૂખે ન મરે, જનાવરો ભૂખે ન મરે અને દયાની ભાવના મરી ન જાય તે માટે