SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ -- - - - - - - - -- - - ''''''''' - - - ' - ' -- - 'EEE EEEE - -- - -- - કૌન બનેગા કેવલજ્ઞાની? શ્રી જૈન શાસન (અઠવાડિક) વર્ષ ૧૩ ૦ અંક ૩/૪૦ તા. ૯-૯-૨OOO CHHHHHHEART ભૂલ ધનાર છે, વિવેકને વેચી આપનાર છે. વાચકો ! વિચારો ૨૫૦૦ની રાષ્ટ્રીય ઉજવણી વખતે જે કારણે જે રીતના વિરોધ કરાયેલ ત્યારે તો સબલ નેતૃત હતું આજે ! આજે આવી અશાસ્ત્રીયતા સામે જલદ જેહા જગાવવામાં નહિ આવે તો ત્યારનો કરેલો વિરોધ Eવું ઇતિહાસમાં કેવો લખાશે ? વડિલોના કર્યા કારવ્યા પર Eવું કાળી શાહીનો કૂચડો ફેરવવા સમાન થશે. આજ્ઞા પ્રેમી ! ધર્મપ્રેમી ! જૈનો જાગો. જો સવેળા નહિ જાગો તો પરિણામ શું આવશે તે આ કલમનો પણ વિષયનથી. પાછળથી પસ્તાવું ન પડે, હવેલી લેવા જતાં ગુજરH ખોવાનો વારો ન આવે તે પૂર્વ જાગૃત થવાની જરૂર છે. જે સરકાર આપણા પોતાના જ તારક તીર્થોમાં બીન જરૂરી હસ્તક્ષેપ કરી રહી હોય, જેમાં દરેક વખતે આપા વિજયની વરમાળા વરી છે તેવા તીર્થોમાં પણ આપા તારક દેવાધિદેવ ભગવાન અપૂજનીક રહેતા હોય તેવી સરકારને સાથ આપવો કેટલો ન્યાય સંગત છે તે સુજ્ઞજનો વિચારી લો ? મુરખ માણસ પણ ઘર વેચીને વરો ન કરે તો બુદ્ધિશાળી બડેખાઓની બુદ્ધિ શું નહેર મારી માં ગઈ છે ! નીતિ શાસ્ત્રમાં પણ કહ્યું કે - પોતા ની ભૂલથી શીખે તે પહેલા નંબરે ડાહ્યો, બીજાની ભૂલદો શીખે તે પણ ડાહ્યો, પણ જે પોતાની કે બીજાની ભૂલોથી - અનુભવોથી જાગે નહિ કે શીખે નહિ તેને કેવ કહેવો તે વયં ન જાની મહે.” ધર્મની બાબતમાં આજ સુધીના ૨ નુભવોનો બોધપાઠ લઈ આપણે આપણી શાસ્ત્રીય મયદા મુજબ ઉજવણી કરીશું પણ શાસ્ત્રીયતાના ઓ પાછળ અશાસ્ત્રીયતાને જ પોષનાર આવી ઉજવણ માં ભાગ લઈશું નહિ. વિદ્વાનો વિચારે કે આ ઉજવણી શાસ્ત્રીય છે ખરી ? વિશેષ હવે પછી.... કૌન બૉમા કેવલજ્ઞાની ? કોન બનેગા શ્રવજ્ઞાની ? કિવઝ કોન્ટેસ્ટ એક ઉભાઇ કૌન બનેગા કેવલજ્ઞાની અને કૌન બનેગા શ્રુતજ્ઞાની - આ કવીઝ - કોન્ટેસ્ટ શિબિર આ. વિ. હેમચન્દ્રસૂરિજી, મુ. કમાણબોધિ વિજયજી તથા સા. દર્શનરત્નાશ્રીજીની F3 નિશ્રામ, મુંબઈ - ઘાટકોપરમાં રાખવામાં આવી છે. પણ એની જગ્યા-યોગ્યતાનો વિચાર કરવો ખૂબ જરૂરી છે. જનશાસનના રસાયણતુલ્ય જ્ઞાનનું દાન કે ધર્મનું દાન કરવાની રીતભાતનું અથવા તો શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાનું ભાન, જૈનશાસનના દરેક આચાર્યાદિ સાધુને તથા સાધ્વીને હોવું જોઈએ. દુનિયામાં વપરાતા શબ્દોનું અનુકરણ કરી એને જૈનશાસનના કેવલજ્ઞાન કે કેવલજ્ઞાની, શ્રુતજ્ઞા કે શ્રુતજ્ઞાની સાથે જોડવા એ શબ્દોનો નર્યો ૩ વ્યભિચર છે! જનશાસનના કેવલજ્ઞાન અને કેવલજ્ઞાનીની મેગ્ને પણ વામણો બનાવી દે તેવી ગરિમાનું ભાન હોય તો આ રીતે નું ડી-વેલ્યુએશન ન થાય. આ રીતે થઈ રહેલી કેવલજ્ઞાની કે શ્રુતજ્ઞાનીની ઘોર આશાતના છાતીમાં ખંજર ભોંકાતું હોય તેવી લાગે છે. સામાન્ય કોટિના ૧૫ પ્રશ્નોનો જવાબ આપી દે એટલા માત્રથી એને કેવલજ્ઞાની કે શ્રુતજ્ઞા નું બિરૂદ આપી દેવું એ સાચા અર્થમાં ઘોર અજ્ઞાન છે. એક પ્રકારનો ઉન્માદ છે. શ્રી ઉપદેશપદ ગ્રંથમાં સમર્થશાસ્ત્રકાર મહર્ષિ શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાના ફરમાવ્યા મુજબ સૂક્ષ્મ અને તીક્ષ્ણ બુદ્ધિવાળો લઘુકર્મી આત્મા જ આ વાત સમજી શકે. જાણે - અજાણે પણ આ જૈનશાસનના ઉચ્ચ તમ રીતે પૂજનીય - વંદનીય જ્ઞાન - જ્ઞાનીની ઘોર આશાતના છે. લાગતા – વળગતાઓએ જૈનશાસનની ઘા નક આવી પ્રવૃત્તિને છૂટો દોર મળતાં પહેલાં ડામી દેવી હિતાવહ લાગે છે. સક્ષર સંનિપાતિની લબ્ધિના ધારક મહાજ્ઞાની ગણધર ભગવંતો કયા શબ્દનો કયાં ઉપયોગ કરવો, કયા શબ્દનું કયાં જોડાણ કરવું એની કાબેલિયતવાળા હોય છે, તેમ એ જ મહાજ્ઞાનીની પરંપરામાં આવેલા, જવાબદારી ભર્યું સ્થાન ધરાવતા સાધુ-સાધ્વીમાં તો એ કાબેલિયત ખાસ હોવી જોઈએ. તો જ એ શાસનરક્ષક ગીતાર્થ કહેવાય તો જ એ શાસન સંચાલન માટે અધિકારી ગણાય નહીંતર એ રક્ષક બિરૂદનો અનધિકારી બની જાય. કેવલજ્ઞાન અને કેવલજ્ઞાનીની ઠંડી મશ્કરી રવરૂપ આ હરીફાઈનો વિરોધ કરવાની પ્રત્યેક જૈનની ફરજ છે એમાટે વિરોધનો પત્ર લખવો જોઈએ. –આ. વિજય મિત્રાનંદસૂરિ - - 30 DEGRE,,,, - I | TALAT T , GPSC, - C T1 - CCC - TT TT TT TT TT -
SR No.537263
Book TitleJain Shasan 2000 2001 Book 13 Ank 01 to 25
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2000
Total Pages298
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy