________________
શ્રી જૈન શાસન (અઠવાડિક) ૭ વર્ષ ૧૩ ૦ અંક ૨૦/૨૧ અખબાશેનું ઝેર
દૂધ માંસાહાર કહેવાય કે કેમ ? તે પ્રસ્ને મુક્તિ ચંદ્રશેખરજી-મેનકા ગાંધી વચ્ચે તણખાં ઝર્યા
(નોંધ : રાજકારણીઓ આવે એટલે સહુ રાજી થાય, કેટલાક જોવા આવે ! પણ શું બફાટ કરે તે ખબરૂ પડે ત્યારે ધીંગાણાની શરૂઆત થઈ જાય ! છાપાવાળાને પણ છાપું ચલાવવા ોરાકની જરૂર તો પડે ને ! તા. ૨૬/૩ના ‘સંદેશ’ દૈનિકમાંથી)
બને છે તેથી જ દૂધાળુ પ્રાણીને સવાર - સાંજ એમ બેવાર દોહવામાં આવે છે. જો દૂધાળું પ્રાણીને દોહવામાં ન આવે તો તે દૂધ ઝેરમાં રૂપાંતર પામે છે અને તેથી પ્રાણી જલદી મૃત્યુ પણ પામી શકે છે.
અખબારોનું ઝેર
‘દૂધ એ માંસાહારી ખોરાક કહેવાય કે કેમ ? એ બાબતે મેનકા ગાંધી અને જૈનમુનિ ચંદ્રશેખરવિજયજી મહારાજ વચ્ચે જાહેરમાં તણખાં ઝર્યા હતા.
ઘટન ની વિગતો એવી છે કે વિનિયોગ પરિવારના સૌજન્યથી કોબા ખાતે જીવદયા અને જીવરક્ષા માટે એક સંમેલન યોજવામાં આવ્યું છે જેમાં મેનકા ગાંધી અને જૈનમુનિ ચંદ્રશેખરવિજયજી મહારાજ વચ્ચે દૂધ એ માંસાહારી ખો .ાક કહેવાય કે નહિ તેની ચર્ચાએ એટલું ઉગ્ર સ્વરૂપ પકડયું હતું કે અંતે સંમેલન ઉપસ્થિત શ્રોતાગણો એક સમયે કંટાળી જઈને ચર્ચાનો અંત લાવવા માગણી કરી હતી.
આ સંમેલનની શરૂઆતમાં ચંદ્રશેખરવિજયજી મહારાજે પોતાનું વકતવ્ય આ ના કહ્યું હતું કે ફક્ત ઢોરઢાખરને કતલખાનામાંથી જતા અટકાવવા અને પાંજરાપોળમાં સાચવવા એટલું જ પૂરતું નથી પણ હવે માનવજાતને ચાવવા પણ પશુઓને બચાવવા પડશે. ત્યારબાદ જ્યારે મેનકા ગાંધી પોતાનું કતવ્ય આપવા ઊભા થયા ત્યારે તેમણે કહ્યું કે ‘જો આપ સચ્ચે અર્થમેં બિનમાં ડાહારી હૈ તો દૂધ પીના બંધ કિજિયે કર્યોકિ દૂધ ગાય કે શરીરમેં બનતા હૈ ઈસ વયે દૂધ ભી એક માંસાહારી ખોરાક હૈ.'
મેનક ગાંધીના આ વાકયોનો જવાબ આપતા ચંદ્રશેખરવિજ્યજી મહારાજે કહ્યું તું કે આપણી સંસ્કૃતિ કે ઈતિહાસમાં કોઈપણ જગ્યાએ એવું નથી લખ્યું કે દુધ માંસાહારી ખોરાક છે અને જો દૂધ માંસાહારી જ ખોરાક હોય તો આપણા ઈ તહાસમાં તો ખૂબ જ વિદ્વાન વ્યકિતઓ, મુનિઓ, ધર્મરાજાઓ થઈ ગયા જેમ· । પાસે તર્કશકિત પણ એટલી જ વધારે હતી તો તે બધા શું નહી જાણતા હોય દૂધ ગાયના શરીરમાં બનવાથી તે માંસાહારી કહેવાય ? તેઓ પણ દૂધનો આ દાર આરોગતા જ હતા.
જ્યારે મેનકા ગાંધીનું એવું કહેવું હતું કે તેઓએ પાચ વર્ષ સુધી ઈતિહાસનો ૨ ભ્યાસ કર્યો છે જેમાં કોઈપણ જગ્યાએ એવો ઉલ્લેખ તેઓએ જોયો નથી કે મુનિઓ, સંતો કે સાધુઓ દૂધનો ખોરાક લેતાં હોય અને તેઓએ કરાવેલા એક વૈજ્ઞાનિક સંશોધન પ્રમાણે દૂધને પચાવવાની શકિત કોઈપણ માણસમાં નથ . દૂધમાં ભલે લાખ ગુણ હોય પરંતુ તે એસિડિક છે તેનાથી માનવીને ઘણાં રોગો થઈ શકે છે.
આ બાબતનો જવાબ આપતા ચંદ્રશેખરવિજયજી મહારાજે કહ્યું હતું કે, આપનું વૈજ્ઞા િક સંશોધન આ બાબતે ખોટું પૂરવાર થાય છે કારણ કે કોઈપણ પ્રકારના ખોર કમાંથી લોહી બનતા એક અઠવાડિયું લાગે છે અને ગાય કે કોઈપણ દૂધા॰ પ્રાણી જે ઘાસચારો ખાય છે. તેમાંથી દૂધ ફકત બાર કલાકમાં જ
તા. ૨૩-૧-૦૦૧
મેનકા ગાંધીનું એવું કહેવું હતું કે ગાયનું દૂધ વધારે ને વધારે મેળવવાની લાલચમાં ગાયને ઓકિસટોસિન નામનું ઈન્જેકશન આપવામાં આવે છે જેનાથી ગાયમાં ખૂબ જ અશકિત આવે છે. આ ઈન્જેકશન જે પહેલાં પંદર રૂપિયામાં મળતું હતું તે આજે નાની નાની જગ્યાએ માત્ર ૫૦ પૈસામાં મળી રહે છે. ગાય પહેલાં બે વર્ષમાં એક વાછરડાને જન્મ આપતી હતી તે આ ઈન્જેકશનના કારણે નવ નવ મહિને વાછરડાને જન્મ આપે છે જે જન્મતાની સાથે જ નિર્બળ પણ હોય છે અને તેને તરત જ કતલખાનાએ મોકલી આપવામાં આવે છે. તેથી ગાયની કતલખાનામાં તો હત્યા એક જ વાર થાય છે. પણ તેનું આરોગીને માંનવી તેની પળે પળ હત્યા કરે છે.
દૂધ
કે
‘દૂધ’ માંસાહારી કહેવાય કે નહિ એ ચર્ચા અંતે એટલી ઉગ્ર બની ગઈ ચંદ્રશેખરવિજયજી મ. સા. મેનકાજીને કહ્યું કે તમને અમે અમારા માનીને બોલાવ્યા અને તમે અમારી વિરૂદ્ધના પક્ષની જેમ વાતો શા માટે કરો છો ? આટલું કહીને તેઓ સ્ટેજ છોડીને પાછા ફર્યા હતા. ચર્ચાએ આ બાદ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા આ વિવાદના નિરાકરણ માટે આયુર્વેદના નિષ્ણાંત વૈદ્ય ભાસ્કરભાઈ હરણીક૨ને આ બાબતે પ્રકાશ પાડવાનું કહ્યું હતું.
સંમેલનના પ્રથમ ચર્ચાસભાના અંતે બધાએ એ વાતનો સ્વીકાર કર્યો હતો કે ભારત સરકારને માંસની નિકાસ બંધ કરવી જ જોઈએ. જ્યારે અન્ય જૈનમુનિ હિતરૂપી મુનિ મ.સા. મેનકા ગાંધીએ પાંજરાપોળને પંદર લાખ રૂપિયા આપ્યા તે વાતને બિરદાવતા કહ્યું કે પશુરક્ષા માટે કોઈ જ્ઞાતિ કે જાતિના વ્યકિતનો દોષ નથી પણ દેશની અને સરકારે કરેલી અર્થતંત્ર વ્યવસ્થાનો દોષ છે અને અંતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ધીરૂભાઈ શાહે જણાવ્યું કે આમ તો શનિવારે વિધાનસભા બંધ હોય છે. પરંતુ અહીંનું વાતાવરણ વિધાનસભા જેવું જ જોવા મળ્યું અને મને રજાનો દિવસ હોય તેવું લાગ્યું નહિ.
વિનિયોગ પરિવારના સંયોજનથી યોજવામાં આવેલો જીવદય અને જીવરક્ષા કાર્યક્રમમાં વિનિયોગ પરિવાર દ્વારા તૈયાર કરવામાં આવેલ ‘પાંજરાપોળની પ્રાણપ્રતિષ્ઠા' પુસ્તકનું વિમોચન ગુજરાત સમાચારના મેનેજીંગ તંત્રી શ્રી શ્રેયાંશભાઈ શાહે કર્યું હતું. પરિવારના સભ્યો દ્વારા શ્રેયાંશભાઈના સહયોગ બદલ તેમનું શાલ ઓઢાડીને સન્માન પણ કરવામાં આવ્યું હતું.
૩૮૩
(શાસન પ્રગતિ ૨૫-૪-૨૦૦૦) સંપાદક : રોમેશ શાહ સુધારો : વર્ષ ૧૩ અંક ૧૭ પેજ ૩૧૧ લીટી ૭ તેમાં ‘આ અધર્મ એવો છે' ત્યાં ‘આ ધર્મ એવો છે.' તેમ વાંચવું