SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ સમાચાર સાર શ્રી જૈન શાસન (અઠવાડિક) ૢ વર્ષ ૧૩ ૦ અંક ૧/૨ ૭ તા. ૨૯-૮-૨૦૦૦ સમાચાર સાર તકતીના લેખો મોકલવા વિનંતી શ્રી શેશ્વર હાલારી ધર્મશાળામાં નવી ધર્મશાળા ભોજનશાળા અને જલધારા તથા ૨૭ ફૂટના પ્રતિમાજી સહિત મંદિર સ્મૃતિ મંદિર બની રહ્યા છે. તેમાં જેણે જેમણે રૂમ, હોલ, તેમજ ટાઈટલ તથા દાન આપ્યા છે. : સ્મૃતિ મંદિરમાં જે લાભ લીધો છે. તેમણે પર્યુસણ સુધીમાં તક ! અને મૂર્તિમાં લખવાના લેખો મોકલી આપવા વિનંતી છે. શ્રી . વી. ઓ. શ્વે. મૂ. તપા. જૈન ધર્મશાળા ... શ્રુત જ્ઞાન ભવન, ૪૫, િગ્વિજય પ્લોટ, જામનગર - ૩૬૧ ૦૦૫. નાંદીયામાં દીક્ષા અને વડીદીક્ષા ૫. પ્ શાસન પ્રભાવક આ. દે. શ્રીમદ્ વિજય કમલરત્ન ર રીશ્વરજી મ. સા. અને પૂ. આ. દે. શ્રીમદ્ વિજય અજિતરાજ સૂરિશ્વરજી મ. સા. ની શુભ નિશ્રામાં નાંદિયા (નવર્ધનપુર) તીર્થે (રાજસ્થાન) જિલ્લા - સિરોહી માં લક્ષ્મીબે, સંતોકચંદજીની ભાગવતી દીક્ષા અષાઢ સુદ ૬ તા.૭-૭-૨૦૦૯ને થયેલ. તેમનું નામ સાધ્વીજી લબ્ધિપ્રજ્ઞા જી અને ગુરૂણીનું નામ સાધ્વીજી હર્ષિતપ્રજ્ઞા જી રાખેલ. અને આજે મુનિરાજશ્રી દીપકર વિજયજી, સાધ્વીજી ગિરીશપ્રજ્ઞાશ્રીજી, સાધ્વીજી વિનીતપ્રજ્ઞા પીજીની વડીદીક્ષા થયેલ. પૂજ્યશ્રીને ચાતુર્માસ પ્રવેશ અષ ઢ સુદ ૯ તા. ૧૦-૭-૨૦૦૦ને સિરોહીમાં થયેલ. વીઃ વાડા, ઝાડોલી, સિરોહી, પીંડવાડા આદિથી સેંકડો ભાઇ ઓ પધારેલ. શ્રી વીરચંદભાઈએ બોલી બોલી ગુરૂપૂજન ક .લ. તથા બિપીન સંતોકચંદજીએ સંઘપૂજન તથા કામલી ડોરવેલ અને સાધ્વીજી લબ્ધિપ્રશાશ્રીજીની વડીદીક્ષા પ ડવાડા રાખવા વિનંતી કરેલ. * ગાંધી. ગર - બેંગ્લોર - અત્રે પૂ. આ. શ્રી”વિજય સ્થૂલભદ્ર સુ રેશ્વરજી મ. ના શિષ્યરત્ન પૂ. મુ. શ્રી કૃપયશ વિજયજી મુ. શ્રી અમીતયશવિજયજી મ. નો ચાતુર્માસ 1 વેશ અષાડ સુદ ૧૩ ના ઠાઠથી થયો. સ્વાગત તથા પ્રવચ અને પૂજાનો કાર્યક્રમ સુંદર થયો. ૨૧ - જામનગર – ઓસવાળ કોલોનીમાં પૂ. આ. શ્રી વિજય જિનેન્દ્ર સૂરીશ્વરજી મ. આદિ તથા પૂ. પ્ર. સા. શ્રી સુરેન્દ્રપ્રભાશ્રીજી મ. આદિનો પ્રવેશ અષાડ સુદ ના ઠાઠથી થયો. ૩૦ – ૩૦ રૂા. નું સંઘપૂજન થયું. પૂ. મુશ્રી હેમેન્દ્ર વિજયજી મ. ના ૧૦૮ અઠ્ઠમ નિમિત્તે સામુદાયિક ૧૪૫ અઠ્ઠમ થયા. સુદ ૧૨ ના સંઘ તરફથી અટ્ટમના અત્તરવાયણા થયા. અષાડ સુદ ૧૩ શાહ જીવરાજ હંશરાજ ભાડલાવાળા રાજકોટ તરફથી પંચકલ્યાણક પ્રજા થઈ. સુદ ૧૫ શાહ લીલાધર રામજી બીડવાળા તરફથી ઠાઠથી સિદ્ધચક્રપૂજન ભણાયું. જીવદયાની ટીપ સારી થઈ. વિધિ માટે શ્રી નવિનભાઈ શાહ તથા વિમલ જિનેન્દ્ર સંગીત મંડળ પધારેલ. વદ ૧ ના તપસ્વીઓના પારણા શ્રીમતી પ્રમીલાબેન સુરેશચંદ્ર રાયચંદ વોરા તરફથી ખૂબ સારી રીતે થયા. તપસ્વી પૂ. મુ. શ્રી દિવ્યાનંદ વિ. મ. આદિ તથા પૂ. મુ. શ્રી મુકિતધન વિ. મ. આદિ પધારેલ હતા. વડોદરા - પૂ. આ. ભ. શ્રી વિજયરામચંદ્ર સૂરીશ્વરજી મહારાજના શિષ્યો પૂ. મુ. શ્રી મોક્ષરતિવિજયજી મ. અને પૂ. મુ. શ્રી તત્ત્વદર્શન વિજયજી મ. ની શુભ નિશ્રામાં લક્ષ્મીવર્ધક જૈન સંઘ અમદાવાદમાં ગઈ સાલની વિક્રમસર્જક ચૈત્રીઓળીના પગલે આ સાલે શ્રી કેશરીચંદ શનીલાલ શાહે પોતાના ધર્મપત્નીના એકાંતરા ૫૦૦ આયંબ્લિની અનુમોદનાર્થે ચૈત્રી ઓળી ઉલ્લાસ પૂર્વક આયોજી હતી પૂ. મુ. શ્રી મોક્ષરતિ વિજયજી મ. ના દીક્ષા જીવનના સત્તર વર્ષની પૂર્ણાહુતિ પ્રસંગે વૈ. વ. ૫ મંગળવારે ઉપરોકત પૂજ્યો અને પૂ. સા. શ્રી હેમલતાશ્રીની નિશ્રામાં વડોદરા અલ્કાપુરી જૈન સંઘના ઉપક્રમે સવારે ૬-૦૦ થી ૧૧૫ સુધી મનમોહક શ્રી શંખેશ્વર પાર્શ્વપ્રભુ સમક્ષ આયોજિત ‘‘સંગન સ્તુતિની, રંગત કિતની'' નામના મવ્ય કાર્યક્રમમાં ચતુર્વિધ શ્રી સંધે સંગીતકાર શ્રી કણિક શાહ સાથે મન ભરીને ભક્તિની મહેફીલને માણી હતી. બરાબર એક વર્ષ પછી દીક્ષા તિથિના જ પાવન પ્રસંગે આજ કાર્યક્રમ પુનઃ યોજાયો હતો અને પુનઃ સૌએ અનહદ આનંદ માણ્યો હતો ! ‘“સંયમ રંગ લાગ્યો'' વિષય પર પ્રવચન અને સત્તર *લાકના અખંડ નવકાર જાપથી આખો દિવસ ભક્તિમય બની રહ્યો. કુલ ૨૦ રૂા. અને શ્રીફળની પ્રભાવના થઈ.
SR No.537263
Book TitleJain Shasan 2000 2001 Book 13 Ank 01 to 25
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2000
Total Pages298
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy