________________
આત્મસંવેદના
આ સંસાર એ બાહ્યાત્માને ઠગનારા મોટામાં મોટું બજાર છે. જે બજારમાં રોજ-બરોજ નવી - નવી આકર્ષક મોહનીય ચીજ – વસ્તુઓ ચૌરેને ચૌટે જોવા મળે છે અને જેમાં મૂંઝાયેલો આત્મા આત્મધનથી ઠગાય છે અને પછી પસ્તાય છે. માટે હે આત્મન્ ! તું બાહ્ય ભપકામાં અંજાઈશ નહિ કે મૂંઝાઈશ મા, પણ આત્મધનને પ્રાપ્ત કરવામાં અને સાચવવામાં પ્રયત્નશીલ બનજે.
મારા હૃદયરૂપી પ્રાંગણમાં જ્ઞાનના દીપ જલો, જેમાં અજ્ઞાનનો અંધકારનાશ પામો. સહુ દુઃખીના દુઃખને દૂર કરવાની ભાવના બની રહો અને સૌ સાચા સુખી બતો આ કામના મુજ ઉરમાં વહો.
-
કોઈ મને ગમે તેટલા હેરાન - પરેશાન કરે, કટુ વચનોના વ્યંગબાણ છોડે તો પણ તેમના પ્રત્યે હૈયાથી મારા હૈયામાં ક્ષમાનું જ ઝરણું વહો. ગમે તેટલા કડવાશના, વેર-વિરોધના અણબનાવના પ્રસંગો બને તો પણ સૌનું ભલું કરવાની ભાવના મારા પવિત્ર હૃદયમાં વહ્યા કરો.
“જાતના સૌ જીવો જીવવાને ઈચ્છે છે, કોઈ મરવાને
ઈચ્છતું નથી, કદાચ કોઈને જીવાડી ના શકું પણ મારવાનો અધિકાર પણ મારે નથી જોઈતો. કોઈને સુખી ના કરું પણ દુ:ખી તો કરવા નથી સૌ જીવોને સયા જીવનની ભાવના મનમંદિરમાં રહ્યા કરે.
* મહાપુણ્યે આવું પરમતારક શાસન મળ્યું તો જ્યાં સુધી મારી મુકિત ન થાય ત્યાં સુધી આ જૈન શાસન' મુજને મલ્યા કરો એટલું જ નહિ એવી શકિત - સામર્થ્ય પ્રાપ્ત થાઓ કે સૌને હું પણ જૈન શાસનના સાચા અનુરાગી બનાવું. સૌ વહેલામાં વહેલા મુકિતને પામે તે ભાવનામાં રમ્યા કરૂં
# બજાના દુર્ગુણોનો ડાઘ તને ન લાગે માટે તું સાવધ બનજે. બીજાની બૂરાઈઓનો ચેપી રોગ તને ન લાગે માટે સાવધ રહેજે. ‘અહંકાર' અને ‘મમકાર’ ડગલે ને પગલે પાડનારા છે માટે સાવચેત બનજે. ઈર્ષ્યા, અભિમાન, અદેખાઈ અને વહેમ આ ચાર ચોરોની જાગલ જોડી જીવનને બરબાદ કરનારી છે. માટે
અ. સો. અનિતા આર. પટણી
તેનાથી જરાપણ ગાફેલ અને અસાવધ ન રહીશ જે તારા આત્માને બરબાદ કરે. બીજા દુશ્મન તો માત્ર એક ભવ પૂરતા હોય જ્યારે આ દુશ્મનો તો ભવોભવના વિનાશ કરનારા છે માટે તેન પકડમાં ફસાઈશ નહિ.
॥
હે આત્મન્ ! અહીંથી જવાનું નક્કી છે, કાયમ અહીં રહેવાનું નથી. ગાડીના મુસાફરો પોત પોતાનું સ્ટેશન - સ્થાન આવતા ઉતરી જાય છે. તેમ તારૂં પણ થવાનું છે. તો સુખ - સામગ્રીમાં મૂંઝાઈશ મા, વિલાસના વાયરામાં અટવાઈશ મા, મોહક - ચીજ - વસ્તુમાં મોહ પામીશ મા, તેમાંનું કશું તારું નથી, તે બધા તો તારા આત્મધનને લુંટનારા છે. માટે તે બધાથી સાવધ રહેજે. તેમની સાથે રહેવું ૫ તો પણ આસિકત તો ના જ કરીશ.
॥ ઘડાને નમાવ્યા વિના પાણીની પ્રાપ્તિ નરાય તેમ હૃદયરૂપી ઘડાને નિર્મલ કર્યા વિના, સર - નમ્ર બનાવ્યા વિના સદ્ગુણરૂપી પાણીની પ્રાપ્તિ ન થાય. સદ્ગુણ વિનાનું જીવન પશુ જેવું છે. માટે આત્મન્ ! તારે શું બનવું છે ? માનવ થઈને ભગવાન કે પશુ ?
જન્મેલાને જવાનું નક્કી છે તો કયાં જવું . વિચાર્યું છે ? નાશવંત શરીર અને પદાર્થો પાછ પાગલ બની ભાટાઈ અને ભાડાંઈ ક૨વામાં સમય સાર કરે છે પણ શાશ્વત એવા આત્મા માટે કાંઈ વિચાર્યું છે ? શરીરની ટાપ – ટીપ, સ્વચ્છતા માટે ઘણો ઘણો ભોગ આપ્યો પણ આત્માની નિર્મલતા - પવિત્રતા માટે કાંઈ સમય રાખ્યો છે ? મનમાની મોજમા કરવા ઇન્દ્રિયોના અનુકૂળ વિષયો પાછળ તું રાચી માચીને દોડે છે પણ તેનું પરિણામ વિચારે છે ? તો તને ડાહ્યો કહેવો કે પાગલ ?
”
હે આત્મન્ ! તારું ભાવિ ભદ્રંકર બનાવવા રોજ સાચા ભાવે ભગવાનની પ્રાર્થના કર. કોઈન, માટે તું ફલ ન બને તો કાંઈ નહિ પણ કોઈના જીવનમાં શૂલ ન બનજે. કોઈનું હિત ન કરી શકે તો કાંઈ નહિ પણ અનુસંધાન ટાઈટલ - ૩ ઉપર