________________
રાજકોટ શહેરમાં શ્રી ઋષભ જિનેન્દ્ર બાવન જિનાલય તીર્થનું શિલા સ્થાપન
શ્રી જૈન શાસન (અઠવાડિક) ૦ વર્ષ ૧૩ ૦ અંક ૧૬/૧૭૦ તા. ૧૯-૧૨-૨જી
રાજકોટ શહેરમાં શ્રી ઋષભ જિનેન્દ્ર બાવળ
જિનાલય તીર્થ શિલા ૨-થાપી
કાલાવડ રોડ શક્તિનગર મેઇન રોડ ગાયત્રી મંદિર પાસે શ્રી પ્રાણલાલ તથા શ્રીમતી લીલાબેન દ્વારા પ્રાણ લીલા જૈન ટ્રસ્ટને આપેલ ૧૦૦ વાર જમીન તેમના સુપુત્રી શ્રીમતી પ્રમીલાબેન શાંતિલાલ વ્યાસે પૂ. આ. શ્રી વિજય જિનેન્દ્ર સૂરીશ્વરજી મ. ના ઉપદેશથી શ્રી હર્ષપુષ્પામૃત જૈન જ્ઞાન ભંડાર ટ્રસ્ટ જામનગરને અર્પણ કરીને એક વિરાટ કાર્યનું સર્જન કર્યું છે.
પૂ. આચાર્ય દેવશ્રીના ઉપદેશથી બાવન જિનાલયનું પ્લાન થયું. યોજના પ્રગટ થઇ અને ભાવિકો તેમાં લાભ લેવા માટે ઉત્સાહિત બના કારતક વદ ૭ ના પૂ. મુ. શ્રી પ્રશમાનંદ વિજયજી મ. ની શુભ નિશ્રામાં શ્રીમતી પ્રમીલાબેન શાંતિલાલ વ્યાસ તેવા શ્રી પ્રાણલીલા જૈન ટ્રસ્ટના ટ્રસ્ટીઓના શુભ હસ્તે ખનન મુહૂર્ત થયું. સારી સંખ્યા પણ થઇ.
પૂ. આચાર્ય દેવશ્રી વિજય જિનેન્દ્રસૂરીશ્વરજી મ. આદિ માગશર સુદ-૩ ના રાજકોટ પધાર્યા યુનિવરસીટી રોડ, શ્રોફ રોડ, વર્ધમાનનગર, રણછોડનગર વિચરીને માગશર સુદ ૮ સોમવાર તા. ૪-૧૨-૨૦૦૦ ના કાલાવડ રોડ પધાર્યા. શિલાસ્થાપન આજે ૧૨-૩૦ કલાકે હતું. બાવન શિલાઓનું પૂજન વ્યવસ્થિત થાય તે રીતે દાતાઓ અને બાકીના શિલાની આદેશ લેનારા ગોઠવાઈ ગયા હતા. મંડપ ભરાઇ ગયો હતો.
સંગીતરત્ન થી અનંતરાય નગીનદાસ શાહે ભાવવાહી રીતે સ્નાત્ર ભણાવી. વિધિકાર સુરેશભાઇ હીરાલાલ શાહ નવગ્રહાદિ પૂજન કરાવ્યા. અને પૂ. શ્રી ના મંગલ મંત્રોચ્ચારથી શિલાઓની અષ્ટ પ્રકારી પૂજા વિ. થયા.
મૂલ મંદિરની નવ અને બાકીના મંદિર શિલાઓનું પૂજન થયું. વસ્ત્ર વીટીને કુલહાર કરી શિલાઓ તૈયાર થઇ.
શ્રી પ્રાણલીલા જૈન ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રીમતી પ્રમીલાબેન, શ્રી શાંતિલાલભાઇ વ્યાસ, શ્રી બિપિનભાઇ, શ્રી હરસુખભાઈ તંબોલી, શ્રી એમ. ડી. મહેતા, શ્રીમતી આશાબેન પારેખનું શ્રી હર્ષપુષ્યામૃત જ્ઞાન ભંડાર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ શ્રી કાનજી હીરજી શાહ, શ્રી કાનજી જેઠાભાઇ નાગડા, શ્રી દેવચંદ પદમશી ગુઢકા તથા આ કાર્ય સંભાળતા શ્રી મનસુખલાલ જીવરાજ, શ્રી હેમેન્દ્રકુમાર મનસુખલાલ, શ્રી જયસુખલાલ કાનજી, શ્રી જિતેન્દ્રકુમાર જગજીવન, શ્રી રમણલાલ નંદલાલ
| આદિ ભાવિકોને હસ્તે શ્રીમતી પ્રમીલાબેનને ચાંદીનો પૂજાનો
સેટ તથા બીજા ટ્રસ્ટીશ્રીઓને ચાંદીના શ્રીફળ આપવા પૂર્વક થયું અને જયજયકાર થયો.
શિલાઓ તૈયાર હતી મંત્રોચ્ચાર અને ઢોલના નાદ સાથે વિશાળ મંદિરના મેદાનમાં શિલા સ્થાપન કરનારા ચાલ્યા. દશ હજાર ફુટ જેટલી જગ્યા ૪-૪ ફુટ ખોદીને પત્થરાળ જગ્યાએ શિલાઓ મુકનારા ગોઠવાઇ ગયા. અને ઓ પુણ્યાહના નાદ સાથે શ્વાસ રોકીને બધી મુખ્ય ૮+૪૯ શિલાઓ હર્ષોલ્લાસ સાથે સ્થાપિત થઇ. મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડયા હતા.
મંત્રોચ્ચાર અને વાસક્ષેપ થયા. પૂ. આ. શ્રી, પૂ. પ્રવર્તક મુ. શ્રી યોગીન્દ્ર વિ. મ., પૂ. મુ. શ્રી હેમેન્દ્ર વિ. મ., પૂ. બાલ મુ. શ્રીનગ્નેન્દ્ર વિ. મ., પ્રવર્તિની પૂ. સા. શ્રી સુરેન્દ્રપ્રભાશ્રીજી મ., પૂ. સા. શ્રી સ્વયંપ્રભાશ્રીજી મ. આદિ દ્વારા શિલાઓ ઉપર વાસ નિક્ષેપ થયો.
પૂ. શ્રી એ મંગલ શિલાની મંગલ ગાથાઓ અર્થ પૂર્વક સંભળાવી, અક્ષતના થાળમાંથી ખોબે ખોબે શિલા ઉપર કસુમાંજલી કરી. અને અનેરા ઉત્સાહથી આ મહોત્સવ સમાપ્ત થયો.
શ્રી જગજીવનદાસ જીવરાજ, શ્રી રાયચંદ પ્રેમચંદ, શ્રી નંદલાલ જીવરાજ, શ્રી મનસુખલાલ જીવરાજ, શ્રી હેમેન્દ્રકુમાર મનસુખલાલ તરફથી શ્રીફળની પ્રભાવના થઇ તથા તેમના તરફથી આમંત્રિતો તથા શિલા સ્થાપનમાં પધારેલાનું સાધર્મિક વાત્સલ્ય થયું. - પૂ. શ્રી વર્ધમાનનગર મૌન એકાદશી માટે પધાર્યા. શ્રી હર્ષપુષ્પામૃત જ્ઞાનભંડાર ટ્રસ્ટ તરફથી બાકી રહેલા શ્રી પ્રાણલાલ જૈન ટ્રસ્ટના ટ્રસ્ટીઓનું તથા શ્રી વર્ધમાનનગર શ્રી સંઘ તરફથી પ્રાણલીલા જૈન ટ્રસ્ટના બધા ટ્રસ્ટીઓનું તથા વાંકાનેર મુકામે ઉપધાનનો લાભ લેનાર શ્રી લાભુબેન જયંતિલાલ હીરાચંદ વસા પરિવારનું સન્માન થયું. '
પૂ. શ્રી માગશર સુદ ૧૨ વિહાર કરી શંખેશ્વર મુકામે ૨૭ ફુટ ૯ ઇંચ (૩૩૩) ઇંચના પંચધાતુના પદ્માસન સ્થ શ્રી પુરુષાદાનીય પાર્શ્વનાથ પ્રભુજીની અંજનશલાકા પ્રતિષ્ઠા માટે પધારે છે.