________________
પ્રવચન – પીસ્તાલીશમું
શ્રી જૈન શાસન (અઠવાડિક) ૭ વર્ષ ૧૩ ૭ અંક ૧૬/૧૭ ૭ તા. ૧૯-૧૨-૨૦૦૦
- પૂ. આ. શ્રી વિ. રામચન્દ્ર સૂરીશ્વરજી મહારાજા સં.૨૦૪૩, ભાદરવા સુદિ- ૧૨/૧૩, શનિવાર તા. ૫-૯-૧૯૮૭ ચંદનબાળા જૈન ઉપાશ્રય, મુંબઈ-૪૦૦૦૦૬.
પ્રવચન – પીસ્તાલીશમ
પ્રકીર્ણક ધર્મોપદેશ
ગતાંકર્થ ચાલું....
પ્ર.- સરસવ જેટલા ધર્મમાં તાકાત ખરી કે મેરૂ જેટલા અધર્મનો નાશ કરી શકે ?
જો તે સાધુપણાની તીવ્ર લાલસાવાળો
ઉ.- હા, હોય તો.
આ અ ધર્મ એવો છે જે આજ્ઞા મુજબ કરે તો તેને એક આપત્તિ ન આવે. આજે તો કહે છે કે- ‘ધર્મિને ઘેર ધાડ અને અધર્મિને ઘી - કેળાં' આવું બોલે તે વખતે કયું પાપ બંધાય ? ભગવાન શ્રી મહાવીર પરમાત્માને પણ કેટલી આપત્તિ આવી ? કેટલા દુઃખ આવ્યાં ? ભૂતકાળમાં ૫.૫ કરેલું માટે જ દુઃખ આવે આ શ્રદ્ધા છે ? દેવ – ધર્મને ન ઓળખે તે જ મોટામાં મોટું મિથ્યાત્ત્વ છે.
શાસ્ત્ર કહ્યું છે કે- સંસારી જીવોને ભય હોય તો મોહનો છે. તે મોહ ભૂંડો ન લાગે ત્યાં સુધી દેવ – ગુરુ ધર્મને ઓળખવાનું મન પણ ન થાય અને સાચી રીતે દેવ ધર્મ કરવાનું તો મન જ ન થાય.
પ્ર.- શ્રાવક કે સાધુને માંદગીમાં દવા કરવી પડે તે શ્રદ્ધાની ખાર્મ કે સત્ત્વની ?
ઉ.- આ કાળના જીવોની શક્તિ ઓછી છે. અસમાધિ થઈ જાય તો બહુ નુકશાન થાય. અસમાધિ ન થાય તે માટે વા કરે તે જુદી વાત છે. તે સત્ત્વની ખામી છે. બાકી એવા ધર્મી જીવો થયા છે કે જેઓએ ગમે તેવી માંદગીમાં દવા પણ લીધી નથી.
આજે તો ઘણા સાચી વાત કહેતા પણ ગભરાય છે. ધર્મી તા એવો હોય કે બીજાને સારું લગાડવા પોતાનો ધર્મ આઘો ન મૂકે. ઘર વેચીને વ્રરો થાય ? પોતાનો ધર્મ મૂકી લોકોને સારું લગાડવા ગમે તે કહે તે બેવકૂફનો આગેવાન છે. મઝેથી અધર્મ કરે તેની દુર્ગતિ થાય. તમે અધર્મ કરશો તો તમારી પણ દુર્ગતિ થશે. મઝેથી ઘર – પેઢી ચલાવે તે મરીને ક્યાં જાય ? ઘર - બારાદિ ચલાવવા પડે માટે ચલાવવાના પણ ચલાવવાં જેવા નહિ । ? ક્યો શ્રાવક પેઢી ખોલે ? જેની પાસે આજીવિકાનું સાધન ન હોય અને ભીખ માગીને ખાવું પડે તેવો વખત ન આવે તે. જેમ જેમ પેઢી મોટી થાય તેમ તેમ રાજી થાય તે બધા શ્રાવક કહેવાય ? શ્રાવક
જરૂર વગર વેપાર પણ કરે નહિ અને તેની તાકાત હોય તો ઘરમાં પણ રહે નહિ. તમે બધા ઘ૨માં મઝેથી રહ્યા છો ને ? ઘર છોડવાનું મન પણ છે ખરું ? ઘર નથી છૂટતું તેનું દુઃખ પણ છે ખરું ?
પ્ર.- ભૂતકાળના શ્રાવકો પણ પરદેશ જતા હતા ને ? ઉ. – તે શ્રાવકો કહેતા હતા કે અમે ભારે લોભી છીએ. તમે તો હોંશિયારી માનો છો.
જે શ્રાવક ધર્મ પાળવા ઈચ્છે તે જૂઠ બોલે ? ઘણા કહે છે કે- જૂઠ ન બોલીએ તો ઠગાઈ જઈએ. પણ પૂ. આ. શ્રી કાલિકસૂરીજી મહારાજા પણ ઠગાયા છે તો આપણે ઠગાઈએ તેમાં નવાઈ છે ! બનાવટી લોકો આપણને ય ઠગી જાય.
આ સંસારમાં મોહ નામના પાપનો મોટો ભય છે ધર્મને નહિ પામવા દેનાર મોહ છે. ધર્મ પામવાની આ આવનાર મોહ છે, મોક્ષને પણ યાદ નહિ આવવા દેનાર મોહ છે, ‘મોક્ષ જ કોને જોયો છે ? અમારાં પુણ્ય મળેલું સુખ અમે ભોગવીએ તેમાં તમારા બાપનું શું જાય છે ? આવું બોલાવનાર પણ મોહ છે, જેની પાસે ખાવા ન હોય તે તપ કરે તેમ બોલાવનાર પણ મોહ છે.
ભગવાને ધર્મ મોક્ષ માટે સ્થાપ્યો છે. વાસ્તવિક અને સાચું સુખ મોક્ષમાં જ છે. સંસારનું જે સુખ છે દુઃખ આપનારું છે. તે જેને ગમે તેનામાં મિથ્યાત્ત્વ હોય. મિથ્યાત્ત્વ તે જ મોટામાં મોટો મોહ છે. તે મોહન ભય છે ? તમને મળેલો બંગલો છોડવા જેવો લાગે છે પૈસા છોડવા જેવા લાગે છે ? તમે પાપમાં જેટલો પૈસ વાપરો છો તેના કરતા ધર્મમાં અધિક વાપરો છો ખરા ઘણા તો ના છૂટકે સારા દેખાવા ધર્મમાં પૈસા વાપરે છે અને પાછા ઉપરથી ગૌરવ લે છે. તેવું કરાવનાર પા મોહ છે ! જૈનસંઘમાં સુખી ગૃહસ્થો ઘણા છે. તે બધા જો ઉદાર હોત અને ધર્મ સમજ્યા હોત તો જૈનધર્મની જગતમાં જાહોજલાલી હોત. પણ આ વાત કેમ બનતી નથી ? તેનું એક જ કારણ છે કે, ધર્મની બાબતમાં શ્રીમંતો ‘ભીખારી' છે અને સંસારનાં કામમાં ‘માઉદાર' છે. ધર્મમાં નાક સાચવવાં પૂરતું આપવું પડે માટે આપે છે અને સંસારમાં લહેરથી ખર્ચે છે.
૩૧૧