________________
'
I
'
'
'
'
I
'
I
I
I
'
ગુરૂ પૂજન અભવિના કાલથી છે ?
Bottomles
શ્રી જૈન શાસન (અઠવાડિક) ૭ વર્ષ ૧૩ ૦ અંક ૧૪/૧૫૭ તા. ૫-૧૨-૧૦૦૦
ગુરુ પૂજ્ડ અભવિના કાલથી છે ?
- ભદ્રંભદ્ર
અને બીજી વાત ગુરૂની મૂર્તિ કે ભગવાનની મૂર્તિનો પણ આવો જ અવગ્રહ છે તો લોકો ભગવાનની કે ગુરૂની અંગપૂજા સાડાત્રણ હાથ કે બાર હાથ દૂર રહીને કેશરને ઉછાળીને કરે ત્યારે તે દ્રશ્ય જોવાની બહુ મજા પડે હોં.
લેખાંક : ૨
મને ઘણા વખતથી શું ઘણા જનમથી થયા કરતું હતું કે તમને બધાને એક વાત કરૂ. પણ મને એમ થયા કરતું તમે કોઈને કહી દેશો તો ? એટલે નો'તો કહેતો હવે તો મારામાં સાગર જેવી ગંભીરતા આવી હશે એટલે કહું છું. પણ કોઈને કે'તા નહિ.
ગુરૂપૂજન સિદ્ધ કરવા માટે અમારે કોઈ શાસ્ત્ર પાઠ આપવાની જરૂર જ નથી રહેતી તમે જાણો છો ? અભવી જીવો. દીક્ષા શું કામ લે છે ? એમણે ચક્રવર્તીએ થી પૂજાતા ગુરૂ ભગવંતોને જોયા છે એટલે તે દીક્ષા લે છે. સમજ પડે છે કંઈ આમાં. ગુરૂપૂજન જેવું અનુષ્ઠાન અભવી જેવા અભવીને કે જે કોઈ કાળે મોક્ષમાં જવાના નથી. અને સંસારના ચોરાશી લાખમાં ભટકતા ૪ રહેવાના છે એવાને પણ સંયમ સુધી ગુરૂપૂજન, દર્શન પહોંચાડે છે. આપણે તો અહીં ફકત ગુરૂપૂજન આજકાલનું નથી પણ અભવીના કાળથી છે અવિ જીવો અનાદિકાળથી છે માટે તે પૂજન અનાદિકાળથી છે તેમ સિદ્ધ થાય છે'' આટલું જ સાબિત કઃ વાની જરૂર છે એટલે લખી દીધું.
આ સિવાય ગુરૂપૂજનનો નિષેધ કરનારા એવી પણ દલી આપે છે કે - ‘‘ગુરૂનો અવગ્રહ સાડા ત્રણ હાથનો છે એટલે કે ગુરૂથી સાડા ત્રણ હાથ દૂર રહેવું જોઈએ હવે આમાં વાસક્ષેપથી કે બરાસથી નવ અંગે પૂજન કર જ ના શકાય ને ?’' વિરોધિઓએ આ તર્ક સારો શોધ કાઢયો છે બિચ્ચારા છે તે લોકો.
ગુરૂપૂજાના વિરોધિઓ એવું માને છે કે- ‘‘ગુરૂને ગોચરી વોરાવવી એ ગુરૂપૂજા છે'' તો અહીં આપણે ગુરૂના અગ્રહનો વિચાર કરીએ તો ગુરૂથી સાડા ત્રણ હાથ છેટા રહીને રોટલી/દાળ/ભાત/શાક વહોરાવવાના થયા ને મજા આવે હોં આ રીતે વહોરાવવાની. પાત્રામાં સાડા ત્રણ હાથ દૂરથી રોટલી નાંખીએ ત્યારે ગુરૂને બોલ-બાસ્કેટમાં પડે તે રીતે પાત્રુ બરાબર પકડી રાખવું પડે અને રોટલીને કેચ કરી લેવી પડે. રોટલી તો ઠીક છે. દાળ/દૂધ/ચા વહોરાવતી વખતે શું થાય ? અને ગુરૂના ૫ દબાવવા એ પણ ગુરૂ પૂજા જ છે. તો સાડા ત્રણ હાથ દૂર રહીને હવામાં હાથ હલાવ્યા કરવાથી ગુરૂના પ દબાઈ ગયા કહેવાય.
=========
એટલે ગુરૂપૂજાના વિરોધિઓ કેવી રીતે ગોમરી વહોરે છે કે વહોરાવે છે તે જોવા જેવું છે હોં. પર્યુષણમાં કલ્પસૂત્રને વહોરતી વખતે વહોરાવનારને સાડા ત્રણ હાથ દૂર રાખીને વહોરાવાનું કહેતા હશે ને ?
પ્રશ્ન : ‘ભદ્રંભદ્ર ! જો એક ચોપડીમાં એવું વાંચ્યું કે - એક સાધ્વીજીનું ગુરૂપૂજન યુવાને કર્યુ પછી તેના આવેલા ૪૫ રૂા. માંથી તે સાધ્વીજીએ પોતાની સાથે રહેલા માણસ પાસે કેરીઓ મંગાવીને ખાધી પછી તેમના આચાર્ય મહારાજે તેમને પ્રાયશ્ચિત આપ્યું.'' તો આવું અનિષ્ટ કરનાર ગુરૂપૂજનના કરાય તો શું વાંધો છે?
જવાબ : હે વત્સ ! તારી ‘અનિષ્ટ ન થાય તો સારૂ'' તેવી ભાવના સારી છે પણ તે વિવેક વગરની હોવાથી નક્કામી છે નરકમાં પણ લઈ જનારી છે. કયારેક તો કર્મબંધ કરાવનારી બને છે. તું આવા અનિષ્ટનું રહસ્ય બરાબર તપાસ કરીને વિચારીશ તો તને તેમાં સં. ૨૦૪૪ ના સંમેલનનો ગુરૂપુજનનો ભરાવ જ કારણ લાગશે જો હોભઈ સં. ૨૦૪૪ પહેલા સંમેલન વાળાઓ ગુરૂપૂજનને દેવદ્રવ્યમાં લઈ જતાં હતા પછી તેમણે એવું વિચાર્યુ કે - ભગવાનની પાસે આવેલા પૈસા ભગવાનના ગણવાના અને ગુરૂ પાસે આવેલા પૈસા ગુરૂના ગણવાના આના કારણે ભયાનક અનિષ્ટ એ આવ્યું કે સંમેલનવાળાઓમાં જે લોકો ગુરૂપૂજન નહિ કરાવતા હોય તે કરાવતા થયા હશે. અને પછી ગુરૂપૂજનમાં આવેલા પૈસા દેવના ગણાવા જોઈએ તેની જગ્યાએ તેના ઉપર નજર બગાડીને ગુરૂના ગણવા માંડયા. આ જ મોટી ભૂલથી ૪પ રૂા. ની કેરી આવી લાગે છે. આચાર્ય મહારાજે પ્રાયશ્ચિત આપ્યું. તે સંમેલનના ઠરાવની વિરૂદ્ધ જઈને આપ્યું કે સંમેલનના ઠરાવની અનુસારે આપ્યું તેવી ઝંઝટમાં આપણે પડવાની જરૂર નથી. પણ પાછા તે લોકો આવા અનિષ્ટકારી
૩૦૩