________________
---- == = = = = = = = = = = = = = = = = = = = = = = = = =
ચૌવિકાર-પ્રતિક્રમણ વિષયો-વિષ
શ્રી જૈન શાસન (અઠવાડિક) ૧ વર્ષ ૧૩ ૦ અંક ૧૪/૧૫ ૦ તા. ૫-૧૨-૨૦૦૦
((( ચોવિહાર - પ્રતિક્રમણ ))) -શાસન રાગી
IT I
Lપs
અરિહંત પરમાત્માનું શાસન ભવ્યાત્માઓને મોને માર્ગે ચઢાવી સદા માટે જન્મ - મરણથી મુકત કરા શાશ્વત સુખને પમાડે છે. સૌ જીવો નિમિત્તવાસી
છે. મોટે ભાગે આત્માનું વિસ્મરણ થાય કર્મના બંધ થાય IT તેવી પ્રવૃત્તિ મોટે ભાગે જગતમાં ચાલતી હોય છે.
પરંતુ પ્રભુશાસનમાં સમ્મક્રિયાઓ, સઆચારો બહુજ વ્યવસ્થિત બતાવવામાં આવ્યા છે. સામયિક-પ્રતિક્રમણ બહુંજ ઉંચી ધર્મક્રિયાઓ છે. આ ક્રિયાઓને કારણે આત્મામાં સદૂભાવો, સવિચારો વૃદ્ધિ પામે છે.
| આગમપ્રજ્ઞ સ્વ. પ. પૂ. આ. કે. શ્રી માન કુંગસૂરીશ્વરજી મ. સા. કહેતા હતા જે પુણ્યકાળીના જીવનમાં પ્રતિક્રમણ આવી ગયું તે ખુબ ખુબ કમાઈ ગયો.
1 એકદમ ધર્મ ક્રિયાઓ ગમી જાય તેવું બનતું નથી. ગમી ગયા પછી તેનો સ્વાદ આવ્યા પછી તેમાં આત્માની ખૂબ કમાણી થાય છે. પછી તેનો જીવનમાં કાયમી અમન શરૂ થઈ જાય છે.
Jકલકત્તાની અંદર સંઘે એવી વ્યવસ્થા કરી છે જે પુણ્યનો સાંજે પ્રતિક્રમણ કરવા આપે તેને ચોવિહાર કરવાની વ્યવસ્થા કરી આપવી. આમાં કેટલો બધો લાભ ? પુણ્યશાળીઓ પ્રતિક્રમણમાં જોડાય,
રાત્રિભોજનથી બચી જાય. સાધર્મિક ભકિતનો લાભ મળે. પ્રતિક્રમણ જેવી પવિત્ર ધર્મ ક્રિય ઓ કરનાર વર્ગ સંઘમાં વધે.
ચૌદશના દિવસે પાઠશાળાના બાળકો સારી સંખ્યામાં પ્રતિક્રમણનો સારો લાભ લે છે. - જ્યારે ટી.વી. વિડીયોનો એકધારો મારો ચોમેરથી થઈ રહ્યો છે. ત્યારે સુખી – સંપન્ન, શાસન પ્રેમી આત્માઓએ ઉત્સાહી આત્માઓએ યૌવિહારની વ્યવસ્થા થઈ શકે ત્યાં કરી પુણ્યશાળીઓને પ્રતિક્રમણમાં જોડવા જેવા છે.
ઉપાશ્રયો પણ સ્વચ્છ રહેશે. રવિવારે બપોરે ૧ કલાક સૂત્રોના અર્થો વાંચી બતાવવામાં આવે તો વધુ લાભ થશે. એક આત્મા પણ ધર્મ પામી જાર, તે મહાન લાભ છે. - જે સંઘોએ આ લખાણ વાંચી પ્રેરણા પામી અમલ કર્યો હોય તેઓએ લખી જણાવવા વિનંતી છે. ચૌદશના દિવસે પ્રતિક્રમણ કરનારને ઘણીવાર સારી સારી પ્રભાવનાઓ પણ કલકત્તામાં અપાય છે.
પંચપ્રતિક્રમણ સૂત્ર અર્થ સહિત પ્રભુદાસભાઈ પંડિત દ્વારા તૈયાર થયેલ છે.
વિષયો - વિષ
- વિરાગ પ્રસારના જીવોને પાંચેય ઈન્દ્રિયના વિષયો વિષ જેવા લાગતા એ જ મુશ્કેલ છે. કદાચ એ વિષયો વિષ લાગી પણ જાય તો તેને છોડવા અતિ મુક નથી. સત્ત્વશીલ આત્માઓને માટે સંયમ પાળવું એ મુશ્કેલ નથી પણ સંયમ પાળવા જેવું છે એમ લાગવું એ અતિ મુશ્કેલ છે. આ
! સંસારી જીવો મુશ્કેલી વેઠી શકતા નથી સંસારી જીવોને જેની જેની જરૂર લાગી તેની તેની પ્રાપ્તિ માટે શું એ જીવોએ ઓછી મુશ્કેલીઓ વેઠી છે? ઈચ્છા પ્રાપ્તિ માટે પડતી મુશ્કેલીઓ મુશ્કેલી રૂપે લાગતી જ નથી. અર્થીપણાની જેમ જેમ તીવ્રતા વધી અને તેનો લાભ પણ થતો ગયો તેમ તેમ તેને મેળવવામાં પડતી મુશ્કેલીઓ ગોળના ગાડા જેવી મીઠી લાગવા લાગી. મુશ્કેલીઓ સહેવી એ બહુ મુશ્કેલ નથી પણ સહવામાં કલ્યાણ છે એમ લાગવું એ વધારે મુશ્કેલ છે. વિષયો વિષ જેવા છે એ બરાબર ઠસી જાય તો વિષયનો ત્યાગ એ બહુ મુશ્કેલ નથી.
વષયો વિષ જેવા છે એમ લાગવા છતાં પણ સત્ત્વની અલ્પતાદિના યોગે આત્મા વિષયોને તજી ન શકે એ શકય છે પણ એનું ધ્યે તો એ જ હોય કે જલ્દીથી વિષયો છોડી દઉં,
માવા વિષયોની ભૂતાવળ જલ્દી છૂટી જાય અને અનંત જ્ઞાનીઓએ બતાવેલ અનંત સુખના ધામને આપનારી ભાગવતી પ્રવજ્યાનો સ્વીકાર કરી પરમ પદના ભોકતા બનીએ એજ અભિલાષા.
- ૩oo )
: