________________
શ્રી જૈન શાર ન (અઠવાડિક)
પૂજ્ય
કહેતા હતા કે
મંગળવાર તા. ૨૧-૧૧-૨૦૦૦
પરિમલ
પૂ. આ. શ્રી વિ.
રામયન્દ્ર સૂ. મ. સા.
જે મારું ન હોય તેને મારું માનવું તે મોટો વ્યભિચાર છે. અત્મા, આત્માના ગુણ વિનાની કોઈપણ વસ્તુને પતાની માને તે ભયંકર વ્યભિચારી છે.
સંસારનો અણગમો અને ધર્મનો ગમો ધર્મ પામવાનો પ્રાન ગુણ છે.
॥ સંસાર ન ગમે, ધર્મ ગમે તે સમકિતનો સામાન્યાર્થ છે. ધી ગમે એટલે સાધુપણું ગમે.
# બહારનો ધર્મ જાદો છે. અંતરનો ધર્મ જુદો છે. બહારનો ધર્મ અધર્મ પણ હોઈ શકે. પણ અંતરનો ધર્મ તો ધર્મ જ હોય.
॥ શ્રવક સંસારમાં રહે ખરો પણ સંસારને રહેવા જેવો મને નહિ. વેપાર કરે ખરો પણ વેપારને ધર્મ મતે નહિ.
”, ભગવાનની વાત ગમે તે જ ભગવનાની કૃપા !
દુનિયાનું કોઈપણ સુખ ધર્મથી જ મળે, પણ આ બધા મ ય ધર્મ થાય તેમ શાસ્ત્રમાં કશે લખ્યું નથી. ‘ધર્મથી જે ઈચ્છે તે મળે' તેમ લખ્યુ તો ગમે તે માટે ધર્મ કરવાની ભગવાને છૂટ આપી તેમ બોલાય ? તેમ બોલે તે ભણેલો કહેવાય કે અભણ કહેવાય ? ધર્મથી મળે બધું પણ શા માટે ધર્મ થાય તે સમજવું પડે.
#દુ િયાને પૈસો પ્રાણ લાગે છે. ધર્મી આત્માને તે મોટામાં મોથી શત્રુ લાગે છે. દુનિયા પૈસાને ભૂષણ સમજે છે, ધર્મ આત્મા પૈસાને વળગાડ સમજે છે. ભકત ભગવાનની કરવી અને ભગવાને જે મેળવવાનું કહ્યું તે જોઈતું નથી તો ભગવાનને ઠગ્યા જ કહેવાયને ? ॥ તમને બજારમાં ભટકતા જોઈને અમને તમારી દયા ન આવે તો અમારામાં ગુરૂપણું નથી. અમારામાં સા પણાંની શંકા છે ! અમારે તો આત્માના સુખની ચિંતા કરવાની છે આ દુનિયાના સુખની નહિ.
ન શાસન અઠવાડિક
રજી. નં. GJ ૪૧૫
શ્રી ગુણદર્શી
જે વસ્તુ જેવી હોય તેવી રીતે નિરૂપણ કરવું તેનું નામ સમ્યવાદ છે.
॥
જે આત્માની ચિંતા કરે નહિ અને આ શરીરની જ ચિંતા કર્યા કરે તેનામાં સમ્યક્ત્વ કદિ આવે નહિ.
ધર્મ નહિ કરનારા કરતાં ધર્મની આશાતના કરનાર ભૂંડો છે. અનાદિકાળથી કર્મે ફસાવીને સંસાર વળગાડયો છે તેને ભૂલાવી દે તે જ મોટો ચમત્કાર છે. આખા સંસારને સળગાવી દેવાની શકિત ભગવાનના ભગતમ હોય !
#
આ સંસારના સુખનું મારણ તેના ત્યાગ વિના બીજાં નથી કાં સુખ ભોગવવું પડે તો મન વગર ભોગવવું ! સંસારના સુખ મળવાના ધર્મીને જ બીજાને નહિ. કસાઈ પણ સુખી હોય તો ધર્મના ફળથી. ધર્મી પણ દુ:ખી દેખાય તો અધર્મથી જ. શ્રી વીતરાગ ૫ માત્માનું શાસન જ નિષ્પાપપણે આ વાત સ્પષ્ટ જાહેર કરે છે. સંસારના સુખમાત્રને જે ભૂંડાં માને તેનું નામ ધર્મી ! આ સુખ જેને સારા લાગે તે ગમે તેટલો ધર્મ કરે તા ય તેના ધર્મીપણામાં શંકા ! કેમકે દુનિયાનું સુખ ભલભલાને ભૂલાવનાર છે.
જાતિ-કુલના સંસ્કાર પણ જીવને જાગૃત બનાનાર છે. કદાચ હૈયામાં ખરાબ વિચાર આવી પણ જાય તો ય આ મારાથી ન થાય તેમ તેને ડંખ રહ્યા જ કરે.
ધર્મ અને ધર્મક્રિયામાં ઘણો ફેર છે. જેને ધર્મ જોઈતી ન હોય તેની ધર્મક્રિયાને જ્ઞાનીઓએ ધર્મ જ કહ્યો નથી. જો માત્ર ધર્મક્રિયા જ ધર્મ હોત તો અનંતીવાર સાધુપણું પામવા છતાં જીવ સંસારમાં રખડતો ન હોત ! વિપરીત હેતુથી ધર્મક્રિયા કરે તો તેની ધર્મક્રિયા અનર્થકુ વાળી જ કહી છે. મોક્ષના હેતુથી જ ધર્મક્રિયા કરે તો તે ધ ર્મ બને. મને ભગવાન ગમ્યા, ભગવાનનો મોક્ષ મા ગમ્યો, સંસાર ઝેર જેવો લાગ્યો તે જ ભગવાનની પ્રસ તા !
॥
માલિક શ્રી મહાવી૨ શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ C/o. શ્રુતજ્ઞાન ભવન, ૪૫, દિગ્વિજય પ્લોટ, જામનગર વતી
તંત્ર, મુદ્રક, પ્રકાશક : ભરત એસ. મહેતાએ ગેલેકસી પ્રિન્ટર્સમાં છાપીને રાજકોટથી પ્રસિદ્ધ કર્યું.