________________
હાલાર દેશોદ્ધારક પૂ. આ. શ્રી વિજયઅમૃતસૂરીશ્વરજી મહારાજાની પ્રેરણા મુજબ શાસન અને સિદ્ધાન્ત રક્ષા તથા પ્રચારનું પત્ર
તંત્રીઓ
પ્રેમચંદ મેઘજી ગુઢક (મુંબઈ) ભરત સુદર્શનભાઈ “હેતા (રાજકોટ) હેમેન્દ્રકુમાર મનસુ ખ્યાલ શાહ (રાજકોટ) પાનાચંદ પદમશી ગુ · કા (થાનગઢ)
વર્ષ: ૧૯) વાર્ષિક રૂા ૧૦૦
સંવત ૨૦૫૭ કારતક વદ ૧૧ આજીવન રૂ।. ૧૦૦૦
પ્રવચન – ચુમ્માલીશમ
પ્રકીર્ણક ધર્મોપદેશ
ગતાંકથી ચ લું...
ત્યાં ભાગી છૂટયો અને માર્ગમાં મુનિને જોયા. મુનિને જોતાં જ પગે લાગ્યો અને પોતાની વાત કરીને કહે મારા જેવા પાપીને બચવાનો માર્ગ છે ? મુનિ કહે ભગવાનનું સાધુપણું લે. તો તે કહે મને દીક્ષા આપો. સાધુએ તેન માં યોગ્યતા જોઈ અને દીક્ષા આપી તેજ વખતે તેણે અભિ હ કર્યો કે- ‘‘હે ભગવાન ! હું આજ પ્રદેશમાં વિચરીશ અને જે દિવસે જે કોઈ મને મારું પાપ યાદ કરાવે કાં મને જ મારું પાપ યાદ આવે તે દિવસે સૂરે ઉન્ગે ચોવિહાર ઉ વાસ કરીશ.'' તેને જોતાં જ લોકો કહેતા કેઆ ઢોંગી છે પાપી છે મારા દિકરાને કે મારા બાપને માર્યો છે. વગેરે કહી તેને પત્થર, ઈંટો, ઢેખાળા મારતા. આમ લોકોના આક્રોશને મઝેથી સહન કરતાં એવા તે શ્રી દ્રઢપ્રહારી નિને છ મહિનાના ચોવિહાર ઉપવાસ થયા અને અંતે કેવળજ્ઞાન પામીને મોક્ષે ગયા. પાપી જીવો પણ સાચા ભાવે ધર્મને સ્વીકારીને મોક્ષે ગયા છે અને દેવ - ગુરુ ધર્મને વિ રીત રીતે કરીને ઘણા જીવો સંસારમાં રખડયા છે અને રડે પણ છે. કેમકે, દૈવ - ગુરુ - ધર્મને પૂજ્યા ખરા પણ હૈયાથી સાચા ભાવે માન્યા નહિ.
આ મનુષ્યજન્મને શા માટે કિંમતી કહ્યો છે ? મોક્ષે જવા માટે જે સાધુપણાની જરૂર છે તે સાધુપણું આ મનુષ્યજન્મમાં જ મળે છે માટે આ જન્મને કિંમતી કહ્યો છે. સભા : શ્રી નવકાર નહિ ગણનારો માનનારો હોઈ શકે ખરો ?
ઉ. શ્રી નવકારમહામંત્ર નહિ ગણનારો પણ જો સાચી રીતે સમજી જાય તો તે માનનારો પણ થઈ જાય. પછી
आज्ञाराद्धा विराद्धा च. शिवाय च भवाय च
જૈન શાસ
(અઠવાડિક)
મંગળવાર તા. ૨૧-૧૧-૨૦૦૦ પરદેશ રૂા. ૫૦૦
(અંક : ૧૩ આજીવન રૂા. poo
૨૬૧
- પૂ. આ. શ્રી વિ. રામચન્દ્ર સૂરીશ્વરજી મહારાજા સં. ૨૦૪૩, શ્રાવણ વદિ- દ્વી.૧૧, ગુરૂવાર તા. ૨૦-૮-૧૯૮૭ શ્રીપાલનગર, જૈન ઉપાશ્રય, વાલકેશ્વર, મુંબઈ-૪૦૦૦૬.
તો તે જીવ શ્રી નવકાર મહામંત્રનો ગુલામ થઈ જશે.
રાજા - મહારાજાપણું, ઈન્દ્રપણું ખોટું છે અને સાધુપણું જ સાચું છે તેવું માનનારા મહાપાપી પણ મહાસાધુ થયા. ‘સાધુપણું જ સાચું છે.' તેમ જે નહિ માને તેનો મોક્ષ નહિ થાય. તેવો જીવ અનંતીવાર અનંતા શ્રી અરિહંત પરમાત્માની સેવા કરે તો ય તેનું ઠેકાણું નહિ પડે.
પ્ર.- અન્યલિંગમાં મંદ મિથ્યાદ્રષ્ટિ જીવ શ્રી નવકાર માનનાર કહેવાય?
ઉ. - જે જીવ મોક્ષને માને તે ભગવાનને માનનાર કહેવાય. ભગવાનના સ્વરૂપને જેમ જેમ સમજે તેમ તેમ ખોટાનો ત્યાગ કરે અને સાચાનો સ્વીકાર કરે.
શાસ્ત્રે કહ્યું છે કે- જે જીવ ભગવાનને હીરાના કાર ચઢાવે પણ મોક્ષને ન માને તો તે ભગવાનને માનતો નથી. અને જે જીવ ગમે તે દર્શનમાં રહ્યો હોય પણ જો તે મોક્ષને માનતો હોય તો પણ ભગવાનને જ માનનારો છે.
સાધુપણા વિના કોઈ જીવની મુક્તિ થઈ નથી કે થવાની પણ નથી. ગૃહિલિંગમાં કે અન્યલિંગમાં ભાથી સાધુપણાંને પામીને કેવળજ્ઞાન પામેલા પણ દ્રવ્યથી સાધુલિંગનો સ્વીકાર કરે જ છે. તમે બધા દેવ - ગુરૂ - ધર્મને માને છો ? તમારે પરમાત્મા થવું છે ? મોક્ષે જવું છે ? તો સાધુ થવું જ પડશે. સાધુ ન થવાય તો તે પાપનો ઉપય છે તેમ માનવું પડશે.
પ્ર.- શ્રી કૂર્મપુત્ર કેવલજ્ઞાન પામ્યા પછી ય છ
મહિના ઘરમાં રહ્યા તે ભવિતવ્યતા કહેવાય ?
ઉં.- હા ભવિતવ્યતા તેઓની તેવી જ હતી. અનંતજ્ઞાની શું કરે તે પૂછાય નહિ. તેઓને તેમના જ્ઞાનમાં