________________
8710
300.
જરૂર હોય ત્યાં ૧૪ ડોલ વાપરે છે. જેથી ધર્મ તરીકે જલ રક્ષા નથી પણ જલની વિરાધનાથી બચવું તે છે. માટે જૈન ધર્મના સિદ્ધાંતોને જલ રક્ષા શબ્દ લગાડયે તે ધર્મના સિાંતનો દ્રોહ બની જાય છે.
શ્રી જૈન શાસન (અઠવાડિક)
તેવી રીતે પ્રથમ રક્ષા એ પણ ધર્મ શબ્દ નથી પણ ધર્મ વિરાધના મહારંભ આદિના શબ્દો છે.
|
વનસ્પતિ રક્ષા એ પણ ઉપર જણાવ્યા મુજબ વનસ્પતિની વિરાધનાથી બચવું એ ધર્મ છે. પરંતુ વનસ્પતિની રક્ષા કરવી તે તો આરંભ મહારંભ છે જે સર્વા ત્યાજય છે સાધુ તજે છે શ્રાવકો જરૂર પૂરતો તે પણ ન ઘટકે આરંભ કરે છે.
|
જલ રક્ષા, ભૂમિ રક્ષા, વનસ્પતિ રક્ષાની વાતો કે પ્રચાર વિ. થાય છે. તેઓ શું વાયુને જીવ નથી માનતા ? અનિને જીવ નથી માનતા ?
વનસ્પતિ અગણિત છે વરસાદ થાય ત્યારે લીલી વનાજી થઈ જાય છે તેની રક્ષા કેવી રીતે કરે ? શું ખાય નહિ ? ખાવા દે નહિ અને બધાને આરંભથી નિવૃત કરી દે. ?
પાણીની રક્ષા કેવી રીતે કરે ? પીએ નહિ ? પીવા દે નિં ? પાણી પીતા હોય તેમને અટકાવે ?
સંસારીઓના આરંભ સમારંભને બિરદાવવાના ન હોય ? પરંતુ તેમને જીવદયા માટે વિરાધનાથી શકય બચવાનો ઉપદેશ દેવાનો હોય સંસારીઓ પોતાના આરંભ કરવાના છે. તેમા અનુમોદન આપવું, પ્રેરણા કરવી કે ઉપદેશ આપવો તે અનર્થ દંડ થાય છે. સાધુ તો તેવું કહી શકે નહિ પણ શ્રાવક પણ તેવું કરે નહિ.
વર્ષ ૧૨ અંક ૪૩/૪૪ તા. ૪-૯-૨૦૦૦
|
છેવટે તીર્થંકર કહે મોટા ત્રસકાય પુત્રને છોડી દે ત્યારે કહે છે. તેમાં પણ કાળજી રાખીશ અને તેથી સર્વથા ત્રસકાય ન છોડતાં શ્રાવક દેશથી - અમુક અંશે ત્રસકાય છો છે.
-
તીર્થંકરોના ઉપદેશ સાભળ્યો માન્યો તે આ છ કાય રૂપ તીર્થંકરના પુત્રોના પુત્રોની હિંસા છોડી સાધુ બની જાય છે.
|
શ્રી તીર્થંકરના છ પુત્રની કથા આવે છે. તેમાં પૃથ્વીકાય, અપકાય, તેઉવાય, વાઉકાય વનસ્પતિકાય, ત્રસકાય આ છ પુત્રો છે. એ છ પુત્રો તીર્થંકર દેવોના છે.
જ્યારે શ્રાવકને તીર્થંકર કહે છે મારા છ પુત્રોને છોડ દે ત્યારે શ્રાવક ના પાડે છે મને પૃથ્વી, પાણી, અનિ, વાયુ, વનસ્પતિ અને ત્રસકાય વિના ચાલે નહિ.
પ્રભુજી તે પુત્રોને છોડવા કહે છે શ્રાવક ના પાડે છે. પ્રભુજી ચાર પુત્રોને એક, ત્રણ, બે પુત્રોને છોડવા કહે છે ત્યારે શ્રાવક કહે છે મને તેના આરંભ વિના ચાલે નહિ.
|
આ કથાથી પણ સમજાય કે શકય તેટલી જીવ વિરાધનાથી બચ્ચે તે શ્રાવક કહેવાય. પણ જીવ વિરાધનાના કાર્યો કરે, કરાવે અને ઉપદેશે તે મહાદોષ છે.
આથી આને જલરક્ષા, ભૂમિરક્ષા અને વનસ્પતિ રક્ષાના સિદ્ધાંતો જૈનોમાં જૈન સાધુઓમાં પ્રચાર માટે તે જૈન ધર્મના સિદ્ધાંતોનું નિકંદન કાઢનારું છે. ઉપરથી રળિયામણા શબ્દોથી કંઈ ભ્રમમાં પડે તે ખામી છે જીવે ી જિનેશ્વર દેવનો સિદ્ધાંત બરાબર સમજવો જોઈએ.
શ્રાવકો પણ પૌષધ કરે છે ત્યારે પૃથ્વી, પાણી, વાયુ, અગ્નિ, વનસ્પતિને અને ત્રસકાયની વિરાધન કરતા નથી જૈન શાસન સુવિહિત વાત છે.
કલ્પસુત્રમાં એક વૃદ્ધ સાધુની વાત આવે છે તેને ઈરિયાવહીના કાઉસ્સગ્ગમાં વાર લાગી. ગુરુએ પૂછયું તો કહે મેં દયા ચિંતવી ગુરુ કહે શું દયા ?
|
તે કહે છે હું ગૃહસ્થપણામાં હતો ત્યારે વરસાદ પહેલા વરસાદ પછી ઘાસ વિગેરે કાઢી નાખતો હતો તો સારૂ અનાજ પાકતું હતું. હવે મારા પુત્રો આળસુ છે તે વાસાદ પહેલા વરસાદ પછી ઘાસ બાવળીયા વિગેરે નહિ કાં તો અનાજ પાકશે નહિ અને દુઃખી થશે. આ દયા મેં ચિંતવી છે. ત્યારે ગુરુએ કહ્યું આ દયા નથી પણ દુર્માન છે. તે પાપ છે. તે સાધુએ પણ ભૂલની માફી માંગી અને સાચી દયા તરફ વળ્યા. સાચી દયા જીવની વિરાધના થાય તેવું વિચારવું નહિ કરવું નહિ, કરાવવું નહિ અને કરતા હોય તેની અનુમોદના કરવી નહિ.
માંસાહારનો ત્યાગ કરવાનો છે પણ શાકાહારમાં અનુમોદન આપવાનું નથી. માંસાહાર ત્યારે કરે તેમને શાકાહાર માટે પ્રેરણા કરવાની રહેતી નથી. શાકાહારની પ્રેરણા કરો તો તેમાં બાવીશ અભક્ષ્ય, બત્રી અનંતકાય આદિના પણ ભક્ષણની પ્રેરણા આવી જાય છે મ.ટે શાકાહાર તે પ્રચાર કે ધર્મ નથી પરંતુ માંસાહાર ત્યાગ એ ધર્મ છે. શાકાહાર કરનારા તે છોડે, પર્વ દિવસે તજે વિ ોરે ધર્મ છે. પણ શાકાહાર કરો તે પ્રચાર એ ધર્મ નથી
આટલી વિચારણા પછી સરંભ, આરંભ અને સમારંભના વિચારથી સૌ નિવર્તન પામે એ ભગવાન જિનેશ્વરના માર્ગને નિર્મળ ભાવે સેવી નિર્મળ બનો એજ અભિલાષા.