________________
૨૪
રાજી કરવા ય કરે. જે કામ કરવા છતાં લોક કદર ન કરે તો તે કામ કરવામાં મજા ન આવે. આ દશે સંજ્ઞા કેવી છે ? આ દશે સંજ્ઞાથી રહિત ધર્માનુષ્ઠાન આવે તે શુદ્ધ કોટિનું ધર્માનુષ્ઠાન કહેવાય. પરલોકના સુખની ઈચ્છા પણ તેના હૈયામાં ન હોય.
સમકિત પામવું હશે તો આ સ્થિતિ કેળવવી પડશે. આ સ્થિતિ નહિ કેળવો તો સમકિત મળે શી રીતે ? તમે વેપારાદિ કરો તો તે રીતસર કરો, દુનિયાની સ્કૂલ-કોલેજો તે માટે ચાલે. હોંશે હોંશે ભણે અને ભણાવે. પણ ધર્મ કરવા આપણે જાણવું જોઈએ તેવી ઈચ્છાવાળા કેટલા ? દુનિયાનું શીખવા માટે બાર-બાર વર્ષ, વીશ-વીશ વર્ષ સુધી અભ્યાસ કરે છે પણ આ શીખવ માટે ? આજે એવા સાધુ-સાધ્વી છે કે જેને પોતે જે કરે છે તે જાણવાની બિલકુલ ઈચ્છા નથી.
સંસારની પ્રવૃત્તિ અકરણીય છે તેમ આહારાદિ શરીરના ધર્મો પણ અકરણીય છે. કરણીય ક્રિયા ન કરે તો દોષ લાગે, તેમ આહારાદિ ન કરે તો દોષ લાગે ? આહાર અકરણીય છે ને ? આ વાત મગજમાં બેસી જાય તો ધર્માનુષ્ઠાન કરતાં બરાબર કાળજી-સાવગિરિ-૨હે. જે અકરણીય છે તે અકરણીય ન લાગે તો પછી તેમાં સાવેચતી પૂર્વક પ્રવૃત્તિ શી રીતે થાય ?
આજે લૂંટારા ઘણા છે, રક્ષક ઓછા છે. જગતમાં લુંટારા વધી ગયા તો પેઢી બંધ કરી ? તેમ અહીં પણ લુંટારા ઘણા વધી ગયા છે તો શું કરીએ ? જેને શાસ્ત્ર વિરુદ્ધ બોલવાનો ભય નથી તેને ય તમે સાથ આપો તો શું થાય ? નિંદા કોઈ કરવી નથી પણ માલ લેવા જાવ અને ગમે તેવો ખોટો પકડાવી દે તો તે પેઢી છોડી દો ને ? દુનિયામાં પણ સંબંધ કોની સાથે રાખવો અને ાની સાથે ન રાખવો તે આવડે છે ને ? ધર્મમાં તમે ઓઘ સંજ્ઞામાં છો. ધર્મમાં સમજવાની સંજ્ઞા જ ન આવવી જોઈએ તેવો તમારો મત છે.
તમને સંસારની સઘળીય પ્રવૃત્તિ અકરણીય લાગે છે ? અમને આહારાદિ અકરણીય લાગે છે ? બેંતાલીશ દોષથી રહિત આહાર લાવવાનો અને પાંચ દોષથી રહિત વાપરવાનો. સારું મળે તો ય ટેસથી નહિ વાપરવાનું; ખરાબ આવે તો મોઢું
શ્રી જૈન શાસન (અઠવાડિક)
બગાડીને નહિ વાપરવાનું. સારું મળે-આવે તો તેના વખાણ કરીને વાપરે તો ય ચારિત્ર સળગી જાય; ખરાબ આવે તો તેની નિંદા કરીને-વખોડીને ખાય તો ય ચારિત્ર કાળું થાય ! સાધુ એટલે તપસ્વી ! તપસ્વી તેનું નામ સાધુ ! તપસ્વી નહિ તે સાધુ નહિ. આહાર અકરણીય ન લાગે ત્યાં સુધી દોષની વાત કરવાની નહિ !
આ સંજ્ઞાઓ ચંડાલણી જેવી છે, તેનો સ્પર્શ થાય તો ય નુકશાન કરે. અમારે સદા આઘી રાખવાની, તમારે ધર્માનુષ્ઠાન વખતે આઘી રાખવાની, બાકીના વખતમાં તેને-સંજ્ઞાઓને દૂર રાખવાની મહેનત કરે તો ચારિત્ર મોહનીય કર્મ તૂટે ! આજે મોટો ભાગ ધર્મ કરે છે તો ય ચારિત્ર મોહનીય તૂટતું નથી તો સંસાર કરે તો કયાંથી તૂટે ? અવિરતિના રાગથી ય ચારિત્ર મોહનીય બંધાય ! દુનિયાના સુખ બહુ ગમે અને પાપ ન ગમે તો ય ચારિત્ર મોહનીય બંધાય. આ સંજ્ઞાઓ સાથે રોજ ઝઘડો કરો તો ચારિત્ર મોહનીય તૂટે.
-
રોજ વ્યાખ્યાન શા માટે ? સંસાર મા ખોટો છે, મોક્ષમાર્ગ સારો છે તે સમજાવવા માટે, મિથ્યાત્ત્વ કેટલું ભયંકર અને નુકશાનકારક છે તે બતાવવા અને સમકિત કેવું સુંદર છે તે સમજાવવા ! સમકિત કયારે આવે ‘’ સાચું ખોટું સમજાય તો. તમને સંસારની પ્રવૃત્તિ કેવી લાગે છે ? અમને શરીરની પ્રવૃત્તિ કેવી લાગે છે તેના પરથી આપણું માપ નીકળે. અમને પણ શરીરના ધર્મો અકરણય લાગવા જોઈએ, કરણીય નહિ. માત્ર શરીરને જ સાચવનારા અને શકિત મુજબ ધર્મ નહિ કરનારને આ શરીર દુર્ગતિમાં લઈ જશે. શરીર જ મોટામાં મોટો સંસાર છે. આહ રાદિ કરવા જેવા જ નથી, કરવા પડે તે નિરૂપાયે. સંસાર કરવા જેવી ચીજ જ નથી. નિષેધ મિથ્યાત્યાદિ વિહિત સમ્યક્ત્વાદિ. સંસાર ન વિહિત, ન નિષિધ્ધ, નિષિધ્ધ એટલા માટે નહિ કે તમે પાળી ન શકો, અને વિહિત એટલા માટે નહિ કે અકરણીય છે. આ વાત સમજાય તો જ સંજ્ઞા ઉપર કાબૂ આવે.