SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ પ્રકીર્ણક ધર્મોપદેશ પ્રવચન - સાડત્રીશમું ગતાંક થી ચાલુ ને પૈસાવાળો ઉદાર હોય કે કૃપણ હોય ? આજે ઘણા પૈસાઐ મહાપાપી બનાવ્યા છે. લુચ્ચા, જઠ્ઠા અને હરામખોર બનાવ્યા ! આજનો પૈસાવાળો એટલે જઠ્ઠો ! લુચ્ચો હરામખોર ! બધા જ દુર્ગુણોનો ધણી ! ! | સારા માણસને સારી ચીજ મળે તો સારી. ખોટા માણસને સારી ચીજ મળે તો તેને ય નુકશાન કરે, સાથે રહેનારને ય નુકશાન કરે અને તેના પરિચયમાં આવનારને ય નુકશાન કરે. આજે શ્રીમંતની પાડોશમાં રહેનારો વધારે દુઃખી હોય તેની પાસે આંટા ખવરાવે પણ ચાનો પ્યાલો પણ ન પીવરાવે. તેને કોઈથી કાંઈ કહેવાય નહિ. આવા શ્રીમંતની પાડોશમાં રહેવાની ઈચ્છા નથી કરતા તે તેની કેટલી બેઆબરૂ |છે ! આજનો શ્રીમંત પોતાના પાડોશી ગરીબને ઓળખતો હોય ખરો ? તે ગરીબ દુઃખી હોય તો ખબર લે ? માગળ એક શેરીમાં કે પોળમાં કે ગામમાં એક શ્રીમંત હોય તો ય બધા કહેતા કે તે કલ્પતરુ જેવો છે. જ્યારે આજનો શ્રીમંત તો શ્રાપરૂપ થયો છે. શ્રાવકને પૈસો કેવો લાગે ? તે અનીતિથી પૈસો મેળવે ખરો ? અનીતિના પૈસાથી શ્રીમંત કહેવરાવવા રાજી ડોય ખરો ? અનીતિના પૈસાની શ્રીમંતાઈ તો તેને ખટકતી જ હોય. પૈસો હજી ઉદારને મળે તો સારો. બાકી કૃપણનો પૈસો તો અનેકને પાપી બનાવે. તેનું જે ખાય તેની ય બુદ્ધિ બગડે. તેનું ખવરાવેલ કોઈને પચે નહિ. જે જીવ કૃપણ હોય ણ પોતાના દોષને સમજતો હોય તો તે ઊંચો છે. તે એવું દાનાંતરાય ઉ. - આવા ય હરામખોર અહીં છે ! આવા હોય તે તો બાંધીને આવ્યો હોય તો પોતે દાન ન દઈ શકે પણ એવા સાથી મહાપાપી છે. સભા : રોજ કહો છો છતાં ય કેમ લાગતું નથી ? ઉ. છતાં ય તે પૈસાવાળાઓને શરમ નથી આવતી. પૈસા માટે કોઈપણ ઈલ્કાબ લેવા તૈયાર છે ! આજનો મોટોભાગ પૈસા મેળવવા માટે ગમે તે પાપ કર્યા વિના રહેતો નથી. તેથી તે પૈસાવાળો મોટેભાગે દુર્ગતિમાં જવાન છે તેવું અનુમાન થઈ શકે છે. તેના માટે સદ્ગતિ | સુદુર્લભ છે. તેને તો કોઈ પાપ કરવામાં ભય પણ લાગતો નથી. તેવાને તો પૈસા ખરચવાની વાત આવે તો ના કહેતા પણ શરમ આવે નહિ. તે મોટો આગેવાન તરીકે બેઠો હોય અને મીપ આવે, તો સમજી લેવું કે તે ટીપ થાય જ નહિ. પૈસાને સદુપયોગ કરવામાં તે સાવ નકામો ! | સભા : ટીપ માટે આંકડા આપવા નહિ, જૈન શાસન (અઠવાડિક) - પૂ. આ. શ્રી વિ. રામચન્ત સૂ. મ. સા. ૨૦૪૩, શ્રાવણ વદિ-૪ બુધવાર તા.૧૨-૮-૧૯૮૭ શ્રીપાલનગર,જૈનઉપાશ્રય, મુંબઈ - ૪૦૦ ૦૦૬. સભા : જૈન સંઘમાં આવા જીવો પણ હોય ખરા ? ઉ. જે આવા હોય તેને હું ખરાબ કહું છું. હું તેમની નિંદા નથી કરતો કે તેમને ગાળ નથી દેતો પણ તેમને જો ચાનક ચઢી જાય તો ધાર્યાં કામ થઈ જાય. તેવાઓ જો રાખે જેને કહી રાખ્યું હોય કે ‘‘ટીપ થાય તો તું ખાટલે સુધી બોલજે, હું ભરી દઈશ. સાધર્મિક જમણ પણ તું કરાવી દેજે. હું આવીશ નહિ, હું આવીશ તો ખાનારને પચશે નહિ કેમકે મારી નજર લાગશે પણ રકમ આપી દઈશ.'' આવ રીતે જેને પોતાની કૃપણતા ખટકે તે હજી સારો છે. પણ આજે તો ઘણા કૃપણ પોતાની કૃપણતાથી રાજી છે, લક્ષ્મીનું રક્ષણ કરનાર છે. તે કૃપણ ન હોત તો લક્ષ્મી વધત નહિ. ઉદાર તો લક્ષ્મીને કાઢી મૂકે છે. જ્યારે કૃપણને તો કોઈ દાન દે તે ય તેને ગમતું જો જે શ્રાવકને ઘર-બાર, કુટુંબ-પરિવાર, વેપાર-ધંધા, પૈસા- કા આદિ છોડવા જેવા ન લાગે તે શ્રાવક, શ્રાવક જ નથી. પૈસાદિની પાછળ પડેલો શ્રાવક હોય નહિ. પૈસા માટે ગમે તે પાપ કરે તેને કયું વ્રત અપાય ? તમારી આવી દશા હોય તો તે બહુ ભયંકર વાત છે. | નથી. તે તો દાન દેનારની આ મને હલકો પાડે તેમ માને છે. તે તો દાતારની સાથે પણ જાય નહિ. માટે ક઼મજો કે - પૈસો પાપ જ છે. પૈસો મેળવવામાં પણ પાપ કરાવે, પૈસાની રક્ષા કરવામાં પણ પાપ જ થાય. તમને પૈસો મળ્યો છે તે પુણ્યોદય થોડો છે અને પાપોદય મોટો છે. તમે પૈસાવાળા કહેવાવ પણ કોઈના સુખમાં સહાયક થઈ શકો .િ જ્ઞાનિઓ શક્તિમુજબ દાન કરે તો ટીપ જ કરવી ના પડે. તેવા જીવ ટીપમાં કાંઈ ન આપે તો બીજા શું કામ આપે ? પછી તે ટીપનો જો આંકડી ફજેતી કરનાર જ થાય ને ?
SR No.537262
Book TitleJain Shasan 1999 2000 Book 12 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1999
Total Pages510
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy