________________
શ્રી જૈન શાસન (અઠવાડિક) જ માથામાં પાંચ ચોટલીથી મુંડાયેલા વિચિત્ર હાસ્યાસ્પદ બનેલા જયદ્રથે કહયું-મારા માથાની પાંચ શિખાઓ તમારા પાંચેની અગ્નિશિખાના મોતની આગાહી છે.
ભીમે કહયું. જતો રે’ને છાનો માનો. માતા કુંતી વચનો તારા પ્રાણની રક્ષા બન્યા છે. તારા પ્રાણોને પીંખી નહિ નાંખવાની માતા કુંતીના વચનોની અમને પરવા ન હોત તો મગતરાની જેમ ને તો જીવતો જ ચોળી નાંખ્યો હોત. દુઃશલ્યાના સૌભાગ્યને ખંડિત નહિ થવા દેવાની માતા કુંતીની ઈચ્છાએ તને જીવતો છોડયો છે. જા, તારો રસ્તો પકડ.
હવે એક વખત નારદર્ષિએ આવીને પાંડવોને ચેતવણી આપતા જણાવ્યું કે આજથી સાતમા દિવસે કન્યા રાક્ષસીનો પ્રાણાંત ઉપદ્રવ થશે. સંભાળીને રહેજો.
| | પણ... સિંહભર્યા આ વનમાં મુનિવર ક્યાંથી?
|
]
(પ્રકરણ-૧૪)
અસ્ત્રો કે શસ્ત્રોથી સાત રાત સુધીમાં જે કોઈ પાંડવોનો સંહાર કરી નાંખશે, દુર્યોધન તેને વિશાળ સામ્રાજ્યનો અર્ધો ભાગ ભેટ ધરશે.'' .
હસ્તિનાપુરમાં આ રીતે પડદો વાગી રહ્યો હતો તેને પુરોચનના ભાઈ સુરોચને ઝીલી લે ધો.
રાજભવનમાં આવીને સુરોચને કહ્યું – “મેં કૃત્યા રાક્ષસીને વશ કરેલી છે માટે આજથી સાતમે દિવસે હે રાજન ! તમને પાંડવોના મૃતદેહો જોવા મળશે.” મારા ભાઈ પુરોચનને લાક્ષાગૃહ માં સળગાવી દીધો હોવાથી પાંડવોના મૃત્યુની આગ મારા હૈયાંમાં સળગતી જ રહી છે.
આ સાંભળી અત્યંત હર્ષ પામેલા દુર્યોધને સુરોચનને ઘણું પારિતોષિક આપ્યું. દ્વૈતવનમાં પાંડવોને નારદઋષિ દ્વારા કૃત્યા રાક્ષસીના ઉપદ્રવનો ખ્યાલ આવી ગયો હોવાથી તેઓએ ત્યારથી જ ઉપવાસ શરૂ કર્યા હતા. અને કાઉસ્સગ્નમાં લીન બની ગયા હતા
સાતમો દિવસ થતાં દરેક પાંડવો સજાગ હતા. થોડીવારમાં જ ભયાનક ધૂમાડાથી આખુ તવન ધૂંધળુ થઈ ગયું. ભયાનક અટ્ટહાસ થવા લાગ્યા. ક્રૂર મુખાકૃતિવાળા લોકોએ આવીને પાંડવ ને કહ્યું-હે વનેચરો ! અહીંથી જલ્દી ખસી જાવ, જલ્દી ચાલ્યા જાવ અહીં ધર્માવલંસ રાજાનો નિવાસ થવાનો છે.
છ-છ દિવસના ઉપવાસ તથા કાઉસ્સગ્ગથી શમભાવમાં રહેલાં પાંડવોમાંથી ભીમને પરાણે કોઈ આવી શકયો. ક્રોધાયમાન થયેલા તેણે ગદા ઉગામતાંજ શબરોને કહ્યું-અરે દુષ્ટો ! કેસરી સિંહના કાંધ