________________
૯૩૬ :
: શ્રી જૈન શાસન [અઠવાડિક)
માટે જ જ્ઞાનિઓ કહે છે કે, અશુભેાય હાય ત્યારે ખુદ ઇન્દ્ર પણ બચાવી શકતા નથી અને શુભેાદય હાય તા ઇન્દ્ર પણ વાળ વાંકા કરી શકતા નથી. આવા પ્રસંગે કર્માંના જ નાશ માટે પ્રયત્ન કરવા ખૂબ જ જરૂરી છે. ક્રમે જે અવસ્થા આપે તેને મજેથી સહન કરતા થવુ, તેમાં તેવા કર્મ ન બધાય તેની કાળજી રાખી જીવે તેા જ આત્મા કર્માને સાચા માનનારા કહેવાય. કર્મોને ઓળખી તેન માટે પ્રયત્ન કરવા ખૂબ જરૂરી છે.
નાશ
સમજણુના પ્રતાપ
સમજી આત્મા કર્મજન્ય અવસ્થાને મજેથી વેઠી છે. કાઇના સુખ તરફ તેની આંખ લાલ થતી નથી, કે ખળતા પણ નથી. પેાતાને જે મલ્યુ તેમાં સંતાષ માને છે. આ સંસાર । અસમાનતા-વિષમતાનું ઘર છે માટે સાચી સમાનતા મેાક્ષમાં જ છે તેને પામવા જ પ્રયત્ન કરવા જરૂરી છે.
જેમ શ્રી શાલિભદ્રજીની ઋદ્ધિ-સુખ સામગ્રી જોઇ શ્રી શ્રેણિક મહારાજાએ વિચાયું કે- મારી પાસે રાજપુણ્ય છે તેા આની પાસે ભાગપુણ્ય છે. પણ તેનુ પડાવી લેવાની બુદ્ધિ ન થઇ. અને શ્રી શાલિભદ્રજીએ વિચાર્યુ · કે મારે માથે સ્વામી, માટે મારા પુણ્યના ખામી. સંસારમાં હું પ્રજા અને તે રાજા. માટે એવા પ્રયત્ન કરુ કે આ સ'સારના જ નાશ થઇ જાય.
આ નાનકડા પ્રસંગ ઉપર આત્મા વિચારે તેા પછી દુનિયાની સુખ-સામગ્રીમાં મૂઝાય નહિ, અપ્રાપ્તની અસતષની આગમાં મળે નહિ અને પ્રાપ્તિના આનંદ માની, તેનાથી સંપૂર્ણ ધર્મને પેદા કરવાના જ પ્રયત્ન કરે. સાચી સમજણને પ્રતાપ કેવા અદ્દભૂત છે કે આત્માને સાચા સુખ-શાંતિ-સમાધિના અનુભવ કરાવે છે. આપણે સૌ આવી દશા પામીએ તે જ ભાવના,
卐