SearchBrowseAboutContactDonate
Page Preview
Page 427
Loading...
Download File
Download File
Page Text
________________ છેવર્ષ ૧૧ અંક ૧૭–૧૮ તા. ૧૫–૧૨–૯૮ : : ૪૫૧ પ્ર. : સુખ મળે તેને વાંધો નહિ પણ સુખ માગવું નહિ તેમ ને ? ઉ. : મોક્ષ માટે જે જવ ધર્મ કરે તેને સુખ મળ્યા વિના રહે જ નહિ. તેને માગવું ન પડે. ધમ ભિખારી હોય? માગણ હોય? સ્ત્રી–પરિવાર, પૈસાટકાદિ માગે? આજે તે તમારા લીધે જેનોની આબરૂ બગડી ગઈ કે – ચાંલાવાળાનો વિશ્વાસ કર નહિ. આજે તે અમારેય કહેવું છે કે – આ સાધુવેષમાં પણ એાળખ્યા વિના માનતા નહિ. પ્ર. : ઓળખવા કેવી રીતે ? ઉ. : સાધુને ઓળખવા સહેલા છે ! સાધુ સંસારની પુષ્ટિ થાય તેવી વાત જ કરે જ નહિ સુખીને આવો... આવો... તેમ ન કરે. દુઃખીને સાંભળે નહિ તેમ ન બને. તેને મન તે રાજા અને રંક બે ય સરખા છે. બન્નેને સંસાર છોડવાનું જ કહે, છે મોક્ષે જવા જેવું કહે અને સાધુ થવા જેવું કહે. - પ્ર. વ્યવહારથી મોટા માણસને આગળ લાવવો પડે ને ? ઉ. તમે તેને આગળ બેસાડો પણ અમે જે તેની શરમમાં આવીએ તે શું છું ન થાય ? મે શ્રીમંત આવે અને તેની અસર સાધુને થાય તે સાધુનું સાધુ પણું પણ જાય છે છે. પ્ર. : શાસનની પ્રભાવનાનાં કાર્યો થાય ને ? ૨ ઉ. : તેવા લેકે પ્રભાવના કરતા નથી પણ થાય તેટલી શાસનની વિભાવના છ કરે છે અને જાતની પ્રભાવના કરે છે. સાચું કહું તો આજના મોટા ભાગના સુખી લેકે “આ બલા” જેવા છે. દિ ભગવાને કહ્યું છે કે - ઉભયકાલ આવશ્યક કરવું જોઈએ, સવારમાં પ્રતિક્રમણથી છે રાતનાં પાપ ધોવાય છે. સાંજના પ્રતિક્રમણથી દિવસનાં પાપ ધોવાય છે. આ જાણવા છે છતાં પણ બે વાર પ્રતિક્રમણ કરનારા કેટલા નીકળે ? સમય નથી માટે કે કરવું નથી , તે માટે ? પ્ર. : સંસારની પ્રવૃત્તિમાં પાપ લાગે છે તેનું જ્ઞાન જ નથી.. ઉ. : સંસાર તે આખો પાપ છે. સંસારમાં પાપ કરવું પડે તે ખબર નથી – છે. તેમ કેઈ જૈન બોલી શકે ખરો ? પાપ ન કરવું હોય તે સંસાર છોડવો પડે. સંસારમાં રહ્યા છે ? ભંગ કરવા ઇ છે છે, જેથી ખાવું - પીવું છે માટે ને ? વિષય ભોગવટો કરવો તે પાપ છે ને? અઢાર છે પા૫ સ્થાનક બોલો છો ને ? તે પાપોની માફી માગો છો ને ? તે બધાં પાપ છે ને? જ તે જાણવા છતાં પણ તમે કરે છે ને ? અઢારમાંથી કયાં ક્યાં પાપ નથી કરતા તે કહો ? આ
SR No.537261
Book TitleJain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1998
Total Pages1006
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy