________________
શ્રી જીવદયા મંડળ - રાપર કચ્છ
સ્થાપના - સંવત ૨૦૨૮ છે. લોહાણા બોડીંગ સામે, પોસ્ટ બોક્ષ નં. ૨૩, મું રાપર - કચ્છ. પીન ૩૭૦ ૧૫ = (૦૨૮૩૦) ૨૦૦૪૦
તા. ૨૩- ૭ - ૯૯ શ્રી જીવદયા મંડળ સંચાલીત “રાપર પાંજરાપોળને મદદ માટે નમ્ર અપીલ.
શ્રી જીવદયા મંડળ સંચાલીત રાપર પાંજરાપોળમાં હાલે ૪,૭૦૦ આસપાસ અબોલ જીવો ગાય, બળદ, ભેંસ, પાડા, ઊંટ, હરણ, ઘેટાં, બકરાં વગેરે આશ્રય લઈ રહેલ છે. આ સંસ્થા છેલ્લા ૨૮ વર્ષથી સતત પણે જીવદયાનું કાર્ય કરી રહેલ છે.
આ સંસ્થામાં છેલ્લા ચાર વર્ષથી કાયમી પણ ઢોરોની સંખ્યા ૫,૦૦૦ આસપાસ રહેવા પામેલ છે. છેલ્લા ૪ વર્ષથી હિસાબી અહેવાલ જતાં સંસ્થાએ આ જીવોના નિભાવ પાછળ વર્ષો પ્રમાણમાં સારા હોવાં છતાં પ્રતિ વર્ષ ૧ (એક) કરોડ કે તેથી વધારે ખર્ચ કરેલ છે. આટલું દુષ્કર અને વિશાળ કાર્ય સૌના સહયોગ વિના ભાગ્યેજ શકય બને??? ખરુને?
ચાલુ સિઝનમાં અષાડ માસના ૧૦ દિવસો પસાર થઈ ગયા છે. હજી સુધી વરસાદ થયેલ નથી ગુજરાતના મુખ્ય વિસ્તારોમાં વરસાદ થઈ ગયેલ છે ત્યારે કાયમી પણે કુદરતની અવકૃપાવાળો વિસ્તાર “કચ્છ” વરસાદ વિના બાકી છે. કચ્છના કોઈ વિસ્તારમાં વરસાદ નથી જેથી સૌ કોઈને ચિંતા થાય તે સ્વાભાવિક છે.
વરસાદ પંચાતાં પાંજરાપોળોમાં નવાં ઢોર આવવાની શરૂઆત થઈ ગયેલ છે જલ્દીથી કુદરતની કૃપા થાય અને વરસાદ થઈ જાય તો સારું નહીંતર પરિસ્થિતિ ક્યાં જઈ પહોંચશે તે કંઈ કહી શકાય નહિ.
આથી આ અતિ મુશ્કેલીના સમયમાં આ સંસ્થાને આપ સૌ શક્ય વધુને વધુ આર્થિક સહયોગ આપી-અપાવી જીવદયાના કાર્યને મજબુત બનાવશો એવી નમ્ર વિનંતી.
મા સમઘમાં જે જીવદયા પ્રેમી ભાઈઓ-બહેનો શ્રી સંઘો તથા સેવાભાવી સંસ્થાઓ એ આ સંસ્થાને પોતાની ગણી મદદ કરેલ છે. તે સૌનો અમે ખુબ ખુબ આભાર માનીએ છીએ તેમ આવતા સમયમાં જીવદય ના કાર્યને પુષ્ટિ મળે એ સહેતુથી શક્ય વધુને વધુ સહયોગ આપશો એજ અપેક્ષા સહ.....
પત્ર વ્યવહાર અપવા મદદ મોકલાવાનું સ્થળ
( “ જો મળશે આપનું દાન તો શ્રી જીવદયા મંડળ - રાપર,
બચશે પશુઓના પ્રાણ” રાપર વાગડ - કચ્છ પીન - ૩૭૦ ૧૫. ફોન નં. - ૨OC ૪૦/૨૦૦૭૯) સંસ્થાન ખાતે દેના બેંક રાપર શાખામાં- ટ્રસ્ટી મંડળ તથા કાર્યવાહક કમીટી૨૦૦૭૭ કોડ ૦૨૮૩૦)
શ્રી જીવદયા મંડળ રાપરના નામનું છે. શ્રી જીવદયા મંડળ રાપર- કચ્છ તા.ક. સંસ્થાની રૂબરૂ મુલાકાત લેવા નમ્ર વિનંતી....