________________
પરમ પૂજયવાદ વ્યાખ્યાન વાચસ્પતિ સુવિશાલ ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના
શઃ પુણ્ય પ્રવચનોનો સારાંશ «
અનિત્યભાવના સંસારની હર ચીજ ક્ષણિક સમજાવશે. તેમાંથી મળતું સુખ, પરિણામે દુઃખને જ લાવશે, વળી મરણ આવે, કોઈ ચીજ રક્ષણ ના આપી શકે, અરિહંત આદિ ચાર શરણાં, સમતા જીવને આપશે. એકલો આવ્યો છે જીવ ને, જવું પડશે એકલા, ભેગી કરેલી સંપત્તિ બધી અહીંની અહીં રહી જશે, કરેલી કરણી બધી છેલ્લે ખુલ્લી થઈ જશે. સદ્દગતિ કે દુર્ગતિ ? કર્મોથી નકકી થઈ જશે માટે જ કોણ ? જીવને પ્રશ્ન હવે તેય છે, “શરીર કે આત્મા ? એ ફેંસલે થઈ જાય છે, શરીર આ જગમાં રહી, આત્મા ચાલ્યો જાય છે, અન્યત્વ ભાવના આપણને આ સમજ આપી જાય છે. શરીર કરે જે કર્મે બધાં, સજા આત્માને થાય છે, વારંવાર જન્મ લઈ સંસાર વધારી જાય છે, મુકિત પામવા જીવને કર્મ ક્ષય કરા પડે, આત્મા તણું હીત કરવા, આત્મા જુદે માન પડે. સંસાર ભાવના જીવને સંસારથી ઉભગાવશે, સંસાર આખો કમ જનિત, જીવને સમજાવશે, સંસારનું સુખ બધું યે પુણ્યનું જ ફળ કરી, પાપનું ફળ જીવનમાં હમેશા દુ:ખને લાવશે. માટે જ જીવ! તું ચેતજે પાપ કદી કરીશ નહિ, પાપભીરતા કેળવજે, દુઃખ થકી ડરીશ નહિ,
દુઃખ આવે તે મજેથી, દુઃખ ભોગવી જાણજે, છે સુખ ભલે મળે પુણ્યથી, સુખમાં કદી ફરીશ નહિ.
શરીર વળગ્યું કર્મથી, એ અશુચિ તો ભંડાર છે, શરીર કાજે મોજ કરે, એ છો તણે સંહાર છે, ધર્મ કરવા શરીરનો ઉપયોગ શ્રેષ્ઠ માનવો બાકી તેમાં મલમૂત્રને લેહી માંસનો ભંડાર છે..