________________
કે ગુજરાત મુખ્યમંત્રીને વિનંતિ થી
માનનીય મુખ્યમંત્રી શ્રી સુરેશભાઈ મહેતા, ગુજરાત રાજ્ય, ગાંધીનગર.
રાજકેટ, તા. ૨૧-૮-
-
બાબત : સીમ વગડામાં વિચરતાં હરણુ તથા રેઝ (નીલગાય)
જય ભારત સાથ વિનતી કે, સીમ વગડામાં વિચરતાં. હરણ તથા રઝ [નીલગાય] ભુખ્યા થાય એટલે વીડીની જમીનમાં ચરે છે. પરંતુ ચરીયાણ ઉપલબ્ધ ન હોય, ત્યારે ખેતરમાં ચરવા જાય છે, ત્યારે ખેડુતેના પાકને નુકશાન થાય, તે સ્વાભાવિક છે. આ અહિંસક પ્રાણીઓને કાયદા દ્વારા રક્ષિત કરાયેલ છે. વન ખાતાના અધિકારીઓ દ્વારા આ નિર્દોષ પ્રાણીઓની હત્યા ન થાય તે માટે ખાસ સુચના આપવા વિનંતી છે તેમજ પોલીસ ખાતાને પણ જરૂરી સુચના આપવા વિનંતી છે.
ઉપરોક્ત પ્રાણીઓ ખેડુતેના પાકને નુકશાન ન કરે તે માટે વન ખાતાની ઘાસની , વિડીઓમાં વાડ કરીને તે વાડમાં આ પ્રાણીઓને સાચવવા તથા નિભાવવા વિનંતી છે જેથી કિશાન સંઘના સંગઠને રાજય સરકાર સામે દેખાવે અને આંદલન ન કરે અને વર્તમાન સરકારના વહીવટની પ્રશંસા થાય. માનવ દયા અને જીવ દયાની દષ્ટિએ આ પ્રશ્ન હલ કરવા વિનંતી છે.
હરણ અને નીલગાય ભૂખના દુખથી ખેતરમાં જાય ત્યારે ખેડુત ભાઈઓ આ અબેલ જી દ્વારા પાકને નુકશાન થવાથી ગુસસે થાય તે સ્વાભાવિક છે, પાકને નુકશાન થતું અટકાવવા માટે તેમને સહેલાઈથી બંદુકે રાખવાની પરવાનગી આપવા માટે વન ખાતાના અધિકારીઓ ભલામણ કરશે તેવા સમાચાર પ્રસિદ્ધ થયા છે. જેનો અર્થ એ થાય છે કે, તેઓ બંદુકે રાખીને તેમને નડતરરૂપ પ્રાણીઓનો શિકાર કરી શકશે. આમ કરવાથી પાપ થાય છે તેવું માનવામાં નહીં આવે અને ખેડુતે અબેલ પ્રાણીઓને શિકાર કરતા થઈ જશે. તેઓના હદયમાં દયાનું સ્થાન હિંસા લેશે અને તેમનું માનસ હિંસક બનતું જશે. પરીણામે આ દેશની અહિંસક સંસ્કૃતિ નાબુદ થતી જશે. માનવ માનવ પ્રત્યે પણ હિંસક બનતે જશે. બિહાર અને ઉત્તરપ્રદેશની માફક સંતભૂમિ સૌરા, માં જીવ હિંસા સહજ બનશે. લોકશાહી ટેળાશાહીમાં પરિણમશે.
આપણું આ દેશમાં જીવ માત્રની રક્ષા કરવાથી કલ્યાણ કરવાની ઉગ્રતમ ભાવના હતી છે આપણા દેશનું ગૌરવ હતું. જે ભૂલી જઈને માનવીને મહા રવાથી