________________
કુ-પુત્રીનાં આચરણું. છેક રઘુપતિ રામ રૂમાં રહેજે રે—એ રાગ.
સુણે સજજન નરને નારીરે, જાએ તેટલમાં દુરાચારી રે, કહું વાત તેની વિસ્તારી, મુકે કૂખે માતાની અંગારે રે. ૧ જગ્યા સ્વાદે હોટલમાં જમતા રે, ભજે નાટક ત્યાં જઈ ભમતા રે, બની અંધ વિષયમાં રમતા, મુકે કૂખે માતાની અંગારે રે. ૨ નીચ મિત્રોની સેબત કરતા રે, પેટ હોટલમાં જઈ ભરતા રે, કુળ બાપનું બળીને ફરતા, મુકે કૂખે માતાની અંગરો ૨. કે ખાયે વાશી હટલનું ખાણું રે, થાયે રાગીને ખેતા નાણું રે, નામ નિર્લજ જગમાં કેવાણું, મુકે કૂખે માતાની અંગા રે. શેખી સ્વાદે સેડાને પિતારે, લેશ વટાળથી નથી બીતારે, મુખે ગટગટ પીતા ઠા, મુકે કૂખે માતાની અંગારે રે. ૫ લીમલેટ ન લેશ મૂકાએ રે, પળમાંહે કલેજુ સૂકાએ રે, પીધા વિના જણે જીવ જાયે, મુકે કૂખે માતાની અંગારે રે. ૬ પછી પીવા મદીરા શીખે રે, છકે છેક ન રખે બીકે રે, પડે કાદવ કચરાની નીકે, મુકે કૂખે માતાની અંગારે રે. 9 પરનારીને પાપી નીહાળે રે, બલી ટુ ને કાળજુ બળે રે, ઘશી મેંશ ફરે મેં કાળ, મુકે કૂખે માતાની અંગારે છે. - એક વાત ન રતા અધુરા રે, કામ પાપના કરવામાં શુરા રે, કરે વ્યસન બુરામાં બુરા, મુકે કૂખે માતાની અંગારે છે. જે દેવ દર્શન કે દી ન કરતા રે, ગુરૂઆણ ને કાને ન ધરતા રે, જાણે સાંઢ ચમાસાના ફરતા, મુકે કૂખે માતાની અંગારે રે. ૧૦ મુંકે પોતાના પૈસામાં પળો રે, થાએ નિરધન જ્યારે સમૂળે રે, વાગે ત્યારે કુકર્મની શુળ, મુંકે કૂખે માતાની અંગરે રે. ૧૧ કહે કેશવ એવા નરને રે, રખે માથે મરણના ડરને રે, કંઈકે વેચ્યાં ઘરેણાં ઘરને, મુકે કૂખે માતાની અંગારે રે. ૧૨